________________
મિથ્યાત્વ. (૫) અનાભોગ મિથ્યાત્વ
પ્રશ્ન પ - આભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું ?
ઉત્તર સત્ય શું ? અસત્ય શું ? તત્ત્વની પરીક્ષા કર્યા વિના પક્ષપાત પૂર્વક પોતાની માન્યતારૂપ ખોટાને જ પકડી અને અન્યપક્ષનું ખંડન કરવું.
રાખવું
પ્રશ્ન ૬ - અનાભિગ્રહિક મિથ્યાત્વ એટલે શું ?
ઉત્તર – સર્વધર્મને સરખા માનવા. ગુણદોષની પરીક્ષા કર્યા વિના બધા જ દેવ-ગુરુધર્મને સમાન માનવા. જેમ હીરા અને કાચના ટકાને સમાન માનવા.
=
પ્રશ્ન ૭ - આભિનિવેશિક મિથ્યાત્વ એટલે શું ?
ઉત્તર પોતાના પક્ષને અસત્ય ખોટો સમજે હ્તાંયે દુરાગ્રહ પૂર્વક પોતાની વાતને જ પકડી રાખે. આ મિથ્યાત્વનો પ્રકા૨ સંજ્ઞી પંચેન્દ્રિય જીવને જ હોય છે. જેમકે, જમાલી અને ગોામાહિલ વગેરે પ્રશ્ન ૮ - સાંશયિક મિથ્યાત્વ એટલે શું ?
ઉત્તર – જિનેશ્વર ભગવંતના વચનમાં શંકા રાખવી તે. જેમકે, ભગવાને બતાવેલા ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્ય હશે કે કેમ ?
=
પ્રશ્ન ૯ - અનાભોગ મિથ્યાત્વ એટલે શું ?
ઉત્તર – અનાભોગ એટલે વિચાર શૂન્યતા, મોહમૂઢતા અને અજ્ઞાનતા.. તેને લઈને જે મિથ્યાત્વ લાગે છે તે એકેન્દ્રિયાદિ વોને હોય છે.
નોંધ : આ સિવાય મિથ્યાત્વના બીજા ૧૦ ભેદ અને ૨૫ ભેદ પણ બતાવ્યા છે.
પ્રશ્ન ૧૦ - મિથ્યાત્વને ગુણસ્થાન શા માટે કહેવામાં આવે છે?
ઉત્તર – જો કે આ ગુણસ્થાનમાં મિથ્યાત્વ મોહનીયનો ઉદય હોવાથી જિનપ્રણિત તત્ત્વને વિશે વિપરીત દૃષ્ટ હોય છે, પરંતુ આ પશુ છે, મનુષ્ય છે ઈત્યાદિ ક્ષયોપશમભાવરૂપ આત્માનો અલ્પ જ્ઞાનાંશગુણ વિદ્યમાન હોય છે તેથી તેને ગુણસ્થાન કહેવાય છે.
પ્રશ્ન ૧૧ - આ ગુણસ્થાનમાં કેટલા પ્રકારના જીવો હોય છે ?
ઉત્તર
–
આ ગુણસ્થાનમાં (૧) અભવ્ય (૨) ભવ્ય (૩) પડિવાઈ સમ્યગ્દષ્ટ એમ ત્રણ પ્રકારનાં ખ્વો હોય છે.
(૧) અભવ્ય - જેનું મિથ્યાત્વ અનાદિ અનંત છે. (આદિ નથી, અંત પણ નથી.)
(૨) ભવ્ય - જેનું મિથ્યાત્વ અનાદિ સાંત છે (આદિ નથી, પણ અંત છે.)
(૩) પિંડવાઇ સમ્યગ્દષ્ટ - જેનું મિથ્યાત્વ સાદિ સાંત છે. (આદિ છે અને અંત પણ છે) એક્વાર સમતિ પામીને જે ફરી મિથ્યાત્વમાં આવેલ છે.
સારાંશ - મિથ્યાત્વ = વિપરીત માન્યતા, ખોટી શ્રદ્ધા, જ્યાં જે નથી ત્યાં તે માનવું.
•
જે પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન માનવા તે મિથ્યાત્વ.
•
જે પદાર્થ જે રૂપે ન હોય તે રૂપે માનવા તે મિથ્યાત્વ.
કુદેવ, કુગુરુ, કુધર્મને દેવ, ગુરુ, ધર્મ તરીકે માનવા તે મિથ્યાત્વ.
·
* સુદેવ, સુગુરુ, સુધર્મને દેવ,ગુરુ, ધર્મ તરીકે ન માનવા તે મિથ્યાત્વ.
આ મિથ્યાત્વમાંથી જીવ નીકળે નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવેશ થતો નથી માટે મિથ્યાત્વ ત્યાજ્ય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
11
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org