________________
તીર્થકર નામકર્મનો ઉદય થવાથી જિનેશ્વર-તીર્થકર કહેવાય છે. તે તીર્થકર નામકર્મ બાંધવાના ૨૦ બોલની ગાથા. અરિહંત-સિદ્ધપવયU--થેર-દુસુઈ–વરસીયું | वच्छलया य तेसिं, अभिक्ख णाणोवओगे य ॥१॥ दंसण-विणए आवस्सए य सीलव्वए निरइयारं । खणलव-तव च्चियाए, वैयावच्चे समाही य ॥२॥ अपुव्वनाणगहणे सुयभत्ती पवयणे पभावणया । एएहिं कारणेहिं, तित्थयरत्तं लहइ जीवो ॥ ३ ॥ અર્થ - (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) ગુરુ (૫) Wવીર (૬) બહુશ્રુત (૭) તપસ્વી- આ સાતની ભક્તિ-વાત્સલ્ય કરે (૮) વારંવાર જ્ઞાનનું આરાધન કરે (૯) સમ્યગુદર્શન (૧૦) જ્ઞાનાદિનો વિનય (૧૧) આવશ્યક ક્રિયા (૧ર-૧૩) શીલવ્રત = વ્રત - મૂળગુણ, શીલ- ઉત્તરગુણ (૧૪) ક્ષણવતપ – અમુક સમય તપ-ધ્યાન વગેરે કરવું. (૧૫) ત્યાગ – દ્રવ્યમાં આહાર આદિનો ત્યાગ. ભાવમાં કષાયાદિનો ત્યાગ (૧૬) વૈયાવચ્ચ (૧૭) સમાધિ (૧૮) અપૂર્વજ્ઞાનગ્રહણ (૧૯) શ્રુતભક્તિ (૨૦) પ્રવચન પ્રભાવના.
આ ર૦ સ્થાનની આરાધનામાં કોઈ એક-બે યાવત્ કોઈ ર૦ બોલની આરાધના કરે છે. પ્રથમ ઋષભદેવ અને ચોવીસમાં મહાવીર સ્વામીએ આ ૨૦ સ્થાનની આરાધના પૂર્વના ત્રીજા ભવે કરી હતી. મધ્યના રર તીર્થકરોએ કોઈએ એક – બે યાવત્ કોઈએ બધા સ્થાનોની આરાધના કરી હતી. અગ્લાનભાવે, ખેદરહિત, ધર્મદેશના આપીને તીર્થકરો આ જિનનામ કર્મને વિપાકોદયથી વેદીને ક્ષય કરે છે. પ્રશ્ન ૮૯ - સયોગી કેવળી ભગવંતના યોગનું પ્રવર્તન શેમાં થાય છે? ઉત્તર – કેવલી ભગવંતને વિહાર, ગમનાગમન આદિમાં કાયયોગ પ્રવર્તે છે. દેશના આદિમાં વચનયોગ પ્રવર્તે છે.
અને મન:પર્યવજ્ઞાની તથા અનુત્તર વિમાનવાસી આદિ દેવો દ્વારા મનથી પૂછાયેલા પ્રશ્નોના મનથી
ઉત્તર આપવામાં મનોયોગ પ્રવર્તે છે. સારાંશ - આ ગુણસ્થાનને અંતે છેલ્લા અંતર્મુહૂર્તમાં આયોજિકાકરણ, સમુદ્ધાત અને યોગનિરોધ થાય છે.
આયોજિકાકરણ - એટલે કેવળી ભગવંતોનો અત્યંત પ્રશસ્ત મન, વચન, કાયાનો વ્યાપાર જોકે કેવળીના યોગ પ્રશસ્ત જ છે છતાં અહીં એવી વિશિષ્ટ યોગ પ્રવૃત્તિ થાય છે કે જેનાં પછી કેવળ સમુદ્યાત અથવા યોગનિરોધ રૂપ ક્રિયા થાય છે.
સમુઘાત - એટલે. વેદનીયાદિ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મથી અધિક હોય છે. તેને સમાન કરવા માટે સમુદ્ધાત કરાય છે. તે કેવળ સમુદ્ધાત કહેવાય છે.
યોગ નિરોધ - વેશ્યાના નિરોધ માટે તથા યોગના નિમિત્તે થતાં કર્મના બંધને અટકાવવા યોગ નિરોધ કરે છે. યોગ નિરોધનો ક્રમ આ પ્રમાણે છે. – સર્વ પ્રથમ સ્થૂલકાયયોગના સહારે સ્કૂલમનોયોગને સૂક્ષ્મ બનાવે છે ફરી સૂક્ષ્મ મનોયોગનો આશ્રય લઈને સ્થૂલ કાયને સૂક્ષ્મ કાયયોગરૂપે ફેરવે છે અને તે સૂક્ષ્મ કાયયોગના સહારે મન- વચનનો નિરોધ કરે છે. તથા અંતમાં સૂમ કાયયોગનો નિરોધ કરે છે અને અયોગી બની જાય છે. યોગનિરોધ કર્યા પછી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું શુકલ ધ્યાન ધ્યાવતાં શૈલેષીમાં એટલે કે ચૌદમાં ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(33) |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org