________________
અને શ્રુતનિશ્રિતના પણ બહુ બહુવિધ વગેરે બાર ભેદ છે. પૂર્વોક્ત ૨૮ ભેદમાં પ્રત્યેકના બાર બાર ભેદ થતા- ૨૮X૧૨ = ૩૩૬ + ૪ બુદ્ધિ = ૩૪૦ ભેદ મતિજ્ઞાનના થાય છે.
(૨) શ્રુતજ્ઞાન - શ્રવણથી કે શબ્દથી થતું જ્ઞાન તે શ્રુતજ્ઞાન. જેમકે ઘટ શબ્દ સાંભળતા આ પાર્થ ઘટ છે એમ બોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના પણ ૧૪ ભેદ અને ૨૦ ભેદ છે.
૧૪ ભેદ નીચે પ્રમાણે છે.
(૧) અક્ષર શ્રુત - ત્રણ પ્રકારે છે.
(૧) સંજ્ઞાક્ષ૨ - ૧૮ પ્રકારની લિપિ
(૨) વ્યંજનાક્ષર – ‘અ’ થી ‘હ’ સુધીના અક્ષર.
(૩) લબ્ધિ અક્ષર - શબ્દ શ્રવણ-રૂપાદિ દર્શનથી અર્થનો બોધ કરાવતું અક્ષરાત્મક જ્ઞાન.
(૨) અનક્ષર શ્રુત - અક્ષર વિના છીંક, બગાસુ, હાથ આદિની ચેાથી થતો બોધ.
(૩) સંજ્ઞીશ્રુત - સંશી જ્વોનું શ્રુતજ્ઞાન (સંજ્ઞી-મનવાળા)
(૪) અસંજ્ઞી શ્રુત - અસંશી જીવોનું શ્રુતજ્ઞાન (અસંશી - મનવિનાના)
(૫) સમ્યક્ શ્રુત - સમ્યગ્ ષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
(૬) મિથ્યા શ્રુત - મિથ્યા દૃષ્ટિ જીવોનું શ્રુતજ્ઞાન.
(૭) સાદિશ્રુત - જેની આદિ (શરૂઆત) હોય તેવું શ્રુતજ્ઞાન.
(૮) સાંતશ્રુત - એક જીવની અપેક્ષાએ (સાદિ સાંત)
(૯) અનાદિ શ્રુત - ઘણા જીવની અપેક્ષાએ
(૧૦) અનંત શ્રુત - ઘણા જીવની અપેક્ષાએ (અનાદિ અનંત) (૧૧) ગમિક શ્રુત - જેમાં સરખા પાઠ આવે છે તે.
(૧૨) અગમિક શ્રુત - જેમાં સરખાં પાઠ નથી તે.
(૧૩) અંગ પ્રવિષ્ટ શ્રુત - ૧૨ અંગમાં રહેલું શ્રુત દ્વાદશાંગી.
(૧૪) અનંગ પ્રવિષ્ટ શ્રુત - ૧૨ અંગ સિવાયનું શ્રુત આવશ્યકાદિ
(૩) અવધિજ્ઞાન - અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી અમુક મર્યાદામાં રૂપી પદાર્થોનું ઇન્દ્રિયોની મદદ વિના સાક્ષાત્ આત્મા દ્વારા થતું જ્ઞાન તેને અવધિજ્ઞાન કહેવાય છે.
(૧) અનુગામી - ચક્ષુની જેમ જ્યાં અવધિજ્ઞાની જાય ત્યાં સાથે જાય.
(૨) અનાનુગામી - થાંભલાની લાઈટની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે. પરંતુ અન્યત્ર જતાં તે અવધિજ્ઞાનનો ઉપયોગ ન લાગે.
(૩) વર્ધમાન - જે અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય તે જધન્યથી અંગુલનાં અંસખ્યાતમાં ભાગને દેખે. ઉત્કૃષ્ટથી સંપૂર્ણ લોક દેખે તથા અલોમાં પણ અસંખ્ય લોક પ્રમાણ ક્ષેત્ર દેખવાની શક્તિ છે પણ અલોકમાં રૂપી પદાર્થ નહીં હોવાથી ત્યાં કાંઈ પણ જોઈ શક્તા નથી. પરંતુ જો હોત તો જોઈ શક્ત તેટલું સામર્થ્ય છે.
Jain Educationa International
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
For Personal and Private Use Only
69
www.jainelibrary.org