________________
કુલ ૩રજી દેશ છે. પ્રથમખંડના આર્યક્ષેત્રમાં જ તીર્થકર, વાસુદેવ ચક્રવર્તી વગેરે મહાપુરુષો ઉત્પન્ન
થાય છે. પ્રશ્ન ૩૪ - આપણે ક્યાં રહીએ છીએ? ઉત્તર - આપણે દક્ષિણાર્ધ ભારતમાં પ્રથમખંડમાં રહીએ છીએ
એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા વગેરે વર્તમાન દુનિયાના તમામ દેશોનો સમાવેશ આ દક્ષિણાર્ધ
ભારતમાં થાય છે. આ ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રસમાન છે. પ્રશ્ન ૩પ - આ ક્ષેત્રને ભરતવર્ષ એવું નામ કેમ કહેવામાં આવે છે? ઉત્તર - આ ક્ષેત્રને ભરતવર્ષ કહેવાના બે કારણ છે.
(૧) દક્ષિણાર્ધ ભરતના મધ્યખંડમાં બરાબર વચ્ચે અયોધ્યા વિનીતા) નામની રાજધાની આવેલી છે. તે અયોધ્યામાં છ ખંડ ઉપર વિજય પ્રાપ્ત કરનાર પ્રથમ ચક્વર્તી ભરત’ થયા. (ર) આ ક્ષેત્રના અધિપતિ ભરત નામના દેવ છે. તેથી આ ક્ષેત્રનું નામ ભરતવર્ષ” કહેવામાં આવ્યું છે. અથવા ભરતવર્ષ તે નામ શાશ્વત છે. ત્રણે કાળે હતું, છે અને રહેશે તેથી તે ભરતવર્ષ નામ ધ્રુવ, નિત્ય
અને શાશ્વત છે. પ્રશ્ન ૩૬ - ભરતક્ષેત્રમાં રહેલાં મનુષ્યોને આકારભાવ (સ્વરૂપ) કેવા પ્રકારના હોય છે? ઉત્તર - આ ક્ષેત્રમાં રહેલાં મનુષ્યો અનેક પ્રકારનાં સંસ્થાન, સંહનન, ઊંચાઈ અને આયુષ્ય ભોગવી કોઈ
નરકગતિમાં, કોઈ તિર્યંચગતિમાં, કોઈ મનુષ્ય કે દેવગતિમાં જાય છે તો કોઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરી
સિદ્ધબુદ્ધ અને મુક્ત બની જાય છે. પ્રશ્ન ૩૭ - જંબુદ્વીપમાં એરવતક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - જંબુદ્વીપમાં શિખરી પર્વતની ઉત્તરમાં, ઉત્તરી લવણસમુદ્રની દક્ષિણમાં, પૂર્વી લવણસમુદ્રની પશ્ચિમમાં,
પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં ભરતક્ષેત્ર જેવું જ ઐરાવતક્ષેત્ર અર્ધચંદ્રાકારે રહેલ છે. ત્યાં પણ વૈતાઢ્યપર્વત અને રક્તા – રક્તાવતી નદીઓથી છ ખંડ થયેલા છે. બાકી બધું વર્ણન ભરતક્ષેત્ર સમાન સમજવું.
ત્યાં ઐરવતચક્રી અને ઐરાવત નામક દેવ છે. તેથી તેનું નામ ઐરવત છે. અને આ ક્ષેત્રનું નામ પણ શાશ્વત, ધ્રુવ અને નિત્ય છે. પ્રશ્ન ૩૮ - જંબુદ્વીપમાં મહાવિદેહ નામનું ક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - જંબૂદીપના મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર છે. નિષધપર્વતથી ઉત્તરમાં અને નીલવંત પર્વતથી દક્ષિણમાં આ
બન્ને પર્વતની વચ્ચે મહાવિદેહક્ષેત્ર રહેલ છે. તે પૂર્વી લવણસમુદ્રથી પશ્ચિમમાં અને પશ્ચિમી
લવણસમુદ્રથી પૂર્વમાં છે. પ્રશ્ન ૩૯ - મહાવિદેહક્ષેત્રના આકાર-માપ શું છે? ઉત્તર - મહાવિદેહક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ ૧ લાખ યોજન લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળુ છે. પર્યકના (પલંગ) આકારનું
છે. પૂર્વ અને પશ્ચિમ લવણસમુદ્રથી સ્પષ્ટ છે. તેનો વિખંભ (પહોળાઈ) ૩૩૬૮૪-૪/૧૯ યોજન છે. પ્રશ્ન ૪૦ - મહાવિદેહ ક્ષેત્ર કેટલાં વિભાગમાં વિભક્ત છે? ઉત્તર - મહાવિદેહક્ષેત્ર ચાર વિભાગમાં વિભક્ત છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org