Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 134
________________ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત્રિ હોય છે. આ રીતે અઢીદ્વીપમાં રાત્રિ અને દિવસનાં વિભાગને પાડનાર બન્ને સૂર્યનો પ્રકાશ છે. અષાડ સુદ પૂનમ એ ઉત્તરાયણનો અંતિમ દિવસ પોષ સુદ પૂનમ એ દક્ષિણાયનનો અંતિમ દિવસ અષાડ વદ એકમથી દક્ષિણાયન શરૂ થાય છે. પોષ વદ એકમથી ઉત્તરાયણ શરૂ થાય છે. પ્રશ્ન ૩૪ - યુગની શરૂઆત ક્યારથી થાય છે? ઉત્તર - ક્ષિણાયનનાં છ માસનાં કાળનાં પ્રથમ દિવસનાં પ્રારંભ સાથે જ (શ્રાવણવદ એકમ) ગુજરાતી અષાડવદ એકમે પાવૃઋતુનાં આરંભમાં ભરત-ઐરવતમાં દિવસની આદિમાં અને મહાવિદેહક્ષેત્રમાં રાત્રિનાં પ્રારંભમાં યુગની શરૂઆત થાય છે. આ રીતે ક્ષિણાયન અને ઉત્તરાયણ બને કાળ ભેગો કરતાં ક દિવસ = એક સંવત્સર થાય છે. પ્રશ્ન ૩પ - ભરત-ઐરાવત અને મહાવિદેહમાં રાત્રિ-દિવસ કઈ રીતે હોય? ઉત્તર - ભરત-ઐરવતમાં જ્યારે દિવસ હોય ત્યારે મહાવિદેહમાં રાત્રિ હોય અને મહાવિદેહમાં દિવસ હોય ત્યારે ભરત-ઐરવતમાં રાત્રિ હોય છે. ભરત-ઐરાવતમાં રાત્રિ-દિવસનું માપ સમાન હોય છે. અને પૂર્વમાવિદેહ પશ્ચિમ મહાવિદેહનું રાત્રિ- દિવસનું માપ સમાન હોય છે. કારણ કે બે ચંદ્રમાં અને બે સૂર્ય પરિભ્રમણ કરે છે. જ્યારે ભારતમાં સૂર્ય આવે ત્યારે ઐરવતમાં પણ સૂર્ય હોય છે. અને પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં ચંદ્ર હોય છે. પ્રશ્ન ૩૬ - ભરતક્ષેત્રમાં સૂર્યોદય કેટલા દૂરથી થતાં દેખાય છે? ઉત્તર - સર્વઆત્યંતર મંડલમાં સૂર્ય ગતિ કરતો નિષધ પર્વત ઉપર આવે ત્યારે ભરત ક્ષેત્રના માનવીને તે સૂર્ય ૭ર૬૪૨/% (૭/૧૦) યોજન દૂરથી દષ્ટિગોચર થાય છે. જ્યારે સર્વ બાહ્ય મંડલમાં (છેલ્લા) સૂર્ય ગતિ કરતો હોય ત્યારે ૧૮૩ – ૧ર યોજન દૂરથી દૃષ્ટિગોચર થાય છે. ત્યારે તે ભરતક્ષેત્રથી પૂર્વમાં હોય છે. અને ત્યાં સૂર્યોદય થયો ગણાય છે. એજ પ્રમાણે તેટલાજ યોજન દૂરથી સૂર્ય અસ્ત થતો દેખાય છે. અને ત્યારે સૂર્ય ભરતક્ષેત્રથી પશ્ચિમમાં હોય છે. પ્રશ્ન ૩૭ - સૂર્ય ઉદય-અસ્ત વખતે દૂર હોવા છતાં નજીક દેખાય છે અને મધ્યાહે નજીક હોવા છતાં દૂર દેખાય છે તેનું કારણ શું? ઉત્તર - બને સૂર્યો ઉદય-અસ્ત સમયે હજારો યોજન દૂર છતાં નજીક દેખાય છે. તેનું કારણ તે દૂર હોવાથી તેમનાં બિબોનાં તેજનો પ્રતિઘાત થાય છે. તેથી જાણે નજીકમાં હોય તેવો ભાસ થાય છે. અને સુખેથી જોઈ શકાય છે. અને મધ્યાન્ને તો 0 યોજન દૂર હોવા છતાં દૂર દેખાય છે. તેઓનાં તેજનાં અભિતાપથી સમીપ હોવા છતાં દૂર દેખાય છે જે દુખેથી જોઈ શકાય છે. પ્રશ્ન ૩૮ - ભરતાદિ ક્ષેત્રોમાં જે ઉષ્ણપ્રકાશ પડે છે તે સૂર્યદેવનાં છે કે સૂર્ય વિમાનનાં છે? ઉત્તર - ભરતાદિ ક્ષેત્રમાં જે ઉષ્ણપ્રકાશ પડે છે તે પ્રકાશ સૂર્યનાં વિમાનનો છે. કારણ કે સૂર્યનું વિમાન પૃથ્વીકાયમય છે. અને તે પૃથ્વીકાયિક જીવોને આતપનામકર્મનો ઉદય હોય છે. તેથી તે સ્વપ્રકાશ્ય ક્ષેત્રમાં સૂર્યનાં તે પૃથ્વીકાયિક વિમાનોનો ઉષ્ણપ્રકાશ પડે છે. તેની અંદર રહેલાં દેવ તો પોતાના દિવ્ય દેવોનાં સુખને આનંદપૂર્વક ભોગવે છે. પણ તેમનાં ચર-જ્યોતિષી વિમાનો હોવાથી વર્તળાકારે મેરુપર્વત ફરતાં ફર્યા કરે છે. પ્રશ્ન ૩૯ ચંદ્ર મંડલ કેટલા છે? તેનાં આંતરા કેટલાં છે? અને તેનાં મંડલ અને આંતરાનો વિસ્તાર કેટલો છે? મધ્યલોકનો મહિમા..! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140