________________
ઉત્તર - ચંદ્રનાં મંડલ ૧૫ છે. તેના આંતરા ૧૪ છે. ચંદ્રનાં મંડલ જંબુદ્રીપમાં પાંચ છે અને લવણસમુદ્રમાં ૧૦ છે. તેની ગતિ મંદ હોવાથી ચંદ્ર પોતાનાં મંડલ દૂર - દૂરવર્તી અંતરે કરતો જાય છે. ચંદ્રના મંડલનો વિસ્તાર એક યોજનના પ/૧ ભાગ પ્રમાણ છે. તેના અંતરનો વિસ્તાર ૩૫ યોજન ૩૦/૧-૪/૭ ભાગ પ્રમાણ છે. તેથી તેનું ચાર ક્ષેત્ર પણ સૂર્ય જેટલું જ ૫૧૦-૪૮/૧ યોજન છે. ચંદ્રની ગતિ સૂર્યની અપેક્ષાએ કાંઈક કમ છે તે મેરુની પ્રક્ષિણા બે દિવસથી કાંઈક અધિક સમયમાં કરી લે છે. ચંદ્રસંવત્સર (વર્ષમાં) ૩૫૫/૩૫૬ દિવસ થાય છે. આથી સૂર્ય સંવત્સર અને ચંદ્રસંવત્સરમાં જે અંતર રહે છે તે અંતરને ત્રણ વર્ષે એક અધિક માસ (પુરુષોત્તમ માસ) – Leapyear આવે છે તેનાથી તે અંતર પૂરાય જાય છે અને બન્ને સરખા વર્ષ થઈ જાય છે. ચંદ્રમાની ગતિ ધીમી હોવાથી પરિણામે ચંદ્રોદય આગળ-પાછળ થાય છે. એટલે કે શુકલપક્ષનાં એકમની અપેક્ષા બીજનો ચંદ્ર વિલંબથી ઉદિત થાય છે. તે રીતે આગળની તિથિઓમાં પણ સમજવું.
પ્રશ્ન ૪૦ - બે ચંદ્ર અને બે સૂર્ય સર્વપ્રથમ મંડલે (આપ્યંતર મંડલ) હોય ત્યારે તે બન્નેની વચ્ચેનું અંતરક્ષેત્ર કેટલું ?
ઉત્તર - એક લાખ યોજનનાં જંબૂટ્ટીપનાં વિસ્તારમાંથી મંડલક્ષેત્ર બન્ને બાજુ ૧૮૦ + ૧૮૦ = ૩૬૦ યોજન બાદ કરતાં ૯૯૬૪૦ યોજનનું આંતરૂ સામસામા બે સૂર્ય અને બે ચંદ્ર વચ્ચે હોય છે.
પ્રશ્ન ૪૧ - આ જ્યોતિષી દેવો ચંદ્ર-સૂર્યનાં ચાર (ગતિક્ષેત્ર) પરિભ્રમણથી શું બને છે ?
ઉત્તર - આ ચંદ્ર – સૂર્યનાં પરિભ્રમણથી કાલનો વિભાગ થાય છે. તેનો આશય એ છે કે મુહૂર્ત – પ્રહર - દિવસ · રાત્રિ - પક્ષ - માસ – ઋતુ - અયન - વર્ષ - આદિ, આધુનિક શબ્દમાં સેકન્ડ – મિનિટ - ક્લાક - દિવસ - રાત્રિ - માસ - વર્ષ વગેરે આગમમાં આ કાલને વ્યવહાકાલ કહેવાય છે. આ વ્યવહારકાલની ગણનાનો આધા૨ ચંદ્ર - સૂર્યનું ભ્રમણ છે.
પ્રશ્ન ૪૨ - આ ચર જ્યોતિષી ક્યાં સુધી છે ?
ઉત્તર - આ જ્યોતિષી ચક્રનું ભ્રમણ માત્ર મનુષ્યલોક - અઢીદ્વીપમાં જ છે. તેનાથી આગળનાં દ્વીપ-સમુદ્રોમાં જ્યોતિષી દેવોનાં વિમાન સ્થિર છે પરિભ્રમણ કરતાં નથી. તે કારણે ત્યાં મુહૂર્ત-કલાક-દિવસ-રાત વગેરે વ્યવહા૨કાલ હોતો નથી. જ્યાં ચંદ્ર હોય છે ત્યાં ઉજ્જવલ ચાંદની ફેલાયેલી (રાત્રિ) રહે છે. અને જ્યાં સૂર્ય હોય છે ત્યાં સૂર્યનો પ્રકાશ (દિવસ) હોય છે.
અઢીદ્વીપની બહારનાં જ્યોતિષી વિમાનોનો પ્રકાશ પણ મનુષ્યલોકની અપેક્ષાએ ઓછો હોય છે. તેનાં વિમાનોનું પરિમાણ (માપ) પણ અર્ધ છે. વળી તે સ્થિર છે. સ્થિર રહેવાને કારણે તે પ્રકાશ ન ઘટે ન વધે. તેનું ગ્રહણ પણ થતું નથી. ત્યાં તેનો પ્રકાશ એક લાખ યોજન સુધી ફેલાય છે અને સ્થિર રહે છે. પ્રશ્ન ૪૩ - ચંદ્રની હાનિ-વૃદ્ધિ કોના નિમિત્તથી થાય છે અને કૃષ્ણપક્ષ-શુકલપક્ષ ક્યા કારણથી થાય છે ? ઉત્તર - નિત્ય રાહુનું કૃષ્ણ (કાળું) વિમાન ચંદ્ર વિમાનની ચાર અંગુલ નીચે નિત્ય નિરંતર ગતિ કરે છે. એક ચંદ્રમંડલનાં ૯૪ ભાગ કલ્પિત છે તેમાંથી એક ભાગ અમાવસ્યાની રાત્રિમાં પણ નિત્યરાહુથી અનાવૃત્ત રહે છે. આથી એક ભાગને છોડી શેષ ૯૩૦ ભાગમાંથી શુકલપક્ષમાં પ્રતિદિન બાસઠબાસઠ ભાગ ચંદ્રમાં વધતો રહે છે. એટલે નિત્યરાહુથી અનાવૃત્ત થતો રહે છે. આ જ રીતે કૃષ્ણપક્ષમાં ચંદ્રમાં પ્રતિદિન બાસબાસઠ ભાગ ઘટતો રહે છે. અર્થાત્ ચંદ્રમાં નિત્યરાહુથી આવૃત્ત થતો રહે છે. જેમ પ્રતિપદાનાં એક્ભાગ, બીજનાં બે ભાગ યાવત્ અમાસનાં પંદરભાગ આવૃત્ત થઈ જાય છે. અને પુનઃ એક એક ભાગ અનાવૃત્ત થતાં પૂર્ણિમાનાં દિવસે ૧૫+૧ = ૧૬ કલાઓથી ચંદ્ર ખીલી ઊઠે છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
119
www.jainelibrary.org