Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ પ્રશ્ન ૪૪ - રાહુ કેટલા પ્રકારનાં છે? ઉત્તર - રાહુ બે પ્રકારનાં છે જેમકે નિત્યરાહુ-પર્વરાહુ તેમાં જે નિત્યરાહુ તે કૃષ્ણપક્ષની પ્રતિપદાથી ૧૫ દિવસ સુધી ચંદ્રના પંદરમાં ભાગને આવૃત્ત કરતો રહે છે. અને શુકલપક્ષની પ્રતિપદાથી પૂર્ણિમા સુધી પ્રતિદિન એક એક ભાવને અનાવૃત્ત કરતો રહે છે. આ રીતે પૂર્ણિમા અને અમાવસ્યા બને છે. તથા જે પર્વરાહુ છે તે જધન્ય છ માસ ઉત્કૃષ્ટ ચંદ્રને ૪૨ માસ અને સૂર્યને ૪૮ વર્ષે આવૃત્ત કરે છે. તેને ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ કહેવાય છે. પ્રશ્ન ૪૫ - ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર - તારામાં કોની ગતિ અધિક શીધ્ર અને કોની ગતિ મંદ હોય છે? ઉત્તર - સૌથી ઓછી ચંદ્રની ગતિ હોય છે તેનાથી સૂર્યની ગતિ શીવ્ર હોય છે. સૂર્યથી ગ્રહની ગતિ શીવ્ર હોય છે ગ્રહથી નક્ષત્રોની ગતિ શીધ્ર હોય છે. નક્ષત્રોથી તારાની ગતિ શીધ્ર હોય છે. સર્વથી અલ્પગતિ ચંદ્રમાની હોય છે. સર્વથી શીઘગતિ તારાઓની હોય છે. પ્રશ્ન ૩૬ - ચંદ્ર આદિમાં કોણ અલ્પદ્ધિવાળા અને કોણ મહાઋદ્ધિવાળાં હોય છે? ઉત્તર - સર્વથી અલ્પદ્ધિવાળાં તારા છે. તેનાથી મહાદ્ધિવાળાં નક્ષત્ર છે. તેનાથી મહાદ્ધિવાળાં ગ્રહ છે. તેનાથી મહાદ્ધિવાળાં સૂર્ય છે. તેનાથી મહાદ્ધિવાળાં ચંદ્ર છે. પ્રશ્ન ૪૭ - સંપૂર્ણ જ્યોતિષી દેવોની સંખ્યા કેટલી છે? ઉત્તર - સંપૂર્ણ સૂર્ય – ચંદ્ર - તારા વગેરે જ્યોતિષી દેવોની સંખ્યા અસંખ્યાત છે. કારણ કે અસંખ્યાત દ્વિીપ-સમુદ્રોની ઉપર એક રાજુમાં તે વિચ્છ રહેલા છે. -ઉપસંહાર) આ તિર્થ્યલોક તે આપણે જ્યાં રહીએ છીએ તે મધ્યલોક છે. આ લોકની મધ્યમાં જ મુખ્યપણે મનુષ્યો તિર્યંચો અને જ્યોતિષી-દેવોના નિવાસ સ્થાન છે. જ્યોતિષી દેવોની સંખ્યા ચાર પ્રકારના દેવોમાં સૌથી વધારે છે. પ્રાયઃ વિરાધના કરનારા મનુષ્ય અને તિર્યંચો આ જ્યોતિષી દેવોમાં ઉત્પન્ન થાય છે. જૈનધર્મની દૃષ્ટિએ આ ચંદ્રસૂર્ય વગેરે બધા દેવો છે. અને જે દેખાય છે તે તેમના રહેવાના વિમાનો છે. આપણા આત્માએ આ બધા સ્થાનોને જન્મ-મરણ દ્વારા અનેક વખત સ્પર્શી લીધા છે. આ બધું વાંચી વિચારી આપણે આપણા જીવને સમજાવવાનો છે કે હે આત્મન્ ! હવે સ્થિર થઈ જા, સ્વભાવમાં જામી જા.” હવે તારે ક્યાંય કાંઈ જોવાનું, દેખવાનું ફરવાનું બાકી રહ્યું નથી. હવે જવાલાયક એક માત્ર સિદ્ધક્ષેત્ર છે. જ્યાં અનંતા સિદ્ધો બિરાજે છે અને સમયે સમયે કેવળજ્ઞાનના પ્રકાશમાં સંપૂર્ણ લોકાલોકને નિહાળી રહ્યાં છે. નિજાનંદને ભોગવી રહ્યા છે. અપૂર્વ, અતુલ, અનંત આત્મિક સુખમાં લીન બની ગયા છે. ત્યાં પહોંચી જવું અને અનંત સિદ્ધોમાં ભળી જવું એજ એક કાર્ય કરવાનું છે. વિદુના ...! આ તત્ત્વ દર્શનના પ્રશ્નોત્તર સૌ કોઈને સમ્યક સમજ દ્વારા સમ્યગદર્શનની પ્રાપ્તિ કરાવે - સમ્યગુ જ્ઞાનની વૃદ્ધિ કરાવે ને પરમાત્મપદની પ્રાપ્તિનું મંગલાચરણ મનુષ્ય ભવમાં થઈ જાય એજ શુભ ભાવના સહ. | (12) મધ્યલોકનો માં..! Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140