Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 133
________________ ગતિ કરે છે. તેની ગતિ માટે કોઈપણ દેવોની સહાયતાની અપેક્ષા નથી હોતી અથવા કોઈ આવશ્યક્તા હોતી નથી. તો પણ આભિયોગિક (સેવક) જાતિનાં દેવો પોતાનાં જાતિગત સ્વભાવનાં કારણે તેનાં વિમાનોને વહન કરતાં રહે છે. અને મનમાં એવા ભાવ રાખે છે કે અમે આ વિમાનોને ચલાવીએ છીએ. પ્રશ્ન ૨૯ - ચંદ્ર આદિનાં વિમાનોને કેટલાં હજાર દેવ વહન કરે છે ? ઉત્તર - ચંદ્ર – સૂર્યનાં વિમાનને ૧૬–૧૬ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેકે ગ્રહનાં વિમાનને ૮-૮ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેક નક્ષત્રનાં વિમાનને ૪-૪ હજાર દેવો વહન કરે છે. પ્રત્યેક તારાનાં વિમાનને ૨-૨ હજાર દેવો વહન કરે છે. તેમાં ચંદ્રમાનાં વિમાનને પૂર્વમાં (આગળ) સિંહ સમાન આકૃતિવાળાં ૪∞ દેવો પશ્ચિમ (પાછળ) વૃષભ સમાન આકૃતિવાળાં ૪૦ દેવો દક્ષિણ (બાજુમાં) હાથીની સમાન આકૃતિવાળાં ૪૦૦૦ દેવો ઉત્તર (બાજુમાં) અશ્વની સમાન આકૃતિવાળાં ૪૦૦ દેવો વહન કરે છે. તેમ સૂર્ય-ગ્રહ-નક્ષત્ર આદિને પણ તેના તેના આભિયોગિક દેવો પૂર્વોક્ત રીતે વહન કરે છે. ? પ્રશ્ન ૩૦ - ચંદ્ર - સૂર્ય મેરુપર્વત ફરતાં મંડલમાં રહીને ગતિ કરે છે. તો તે મંડલ એટલે શું ઉત્તર - ચંદ્ર અને સૂર્ય મેરુપર્વતથી ઓછામાં ઓછી ૪૪૮૨૦ યોજનની અબાધાએ રહીને મેરુને પ્રદક્ષિણાનાં ક્રમથી સંપૂર્ણ ફરી રહે તેને એક મંડલ કહેવાય છે. અર્થાત્ ચંદ્ર-સૂર્યનાં મેરુને પ્રદક્ષિણાં કરતાં એવા ચક્રાકારરૂપે જે નિયત માર્ગ તેને મંડલ કહેવાય છે. પ્રશ્ન ૩૧ - સૂર્યનાં મંડલ કેટલાં છે ? અને તેના આંતરા કેટલાં રહેલાં છે ? અને તેના મંડલ અને અંતરનો વિષ્ણુભ કેટલો છે ? - ઉત્તર - સૂર્યના મંડલ ૧૮૪ છે અને તેના આંતરા ૧૮૩ છે. સૂર્યનાં ૬૫ મંડલો જંબુદ્રીપમાં અને ૧૧૯ મંડલો લવણસમુદ્રમાં પડે છે. સૂર્યનાં વિમાનનો વિષ્ફભ (પહોળાઈ) એક યોજનનાં ૪૮/૧ ભાગ છે. તેથી પ્રત્યેક મંડલનો વિસ્તાર તેટલો જ એટલે એક યોજનનાં ૪૮૧ ભાગ પ્રમાણ છે. અને ૧૮૪ મંડલ છે. તેથી તે સર્વમંડલક્ષેત્રનાં ૧૪૪-૪૮૬૧ યોજન છે. અને એક મંડલથી બીજા મંડલ વચ્ચે અંતર બે યોજન છે. ૧૮૩ X ૨ = ૩૬૬ યોજન સંપૂર્ણ અંતરક્ષેત્ર છે. કુલ ૩૬ યોજન અંતરક્ષેત્ર + ૧૪૪-૪૮/૬૧ મંડલક્ષેત્ર = ૫૧૦ ૪૮/૧ યોજન સૂર્યનું ગતિક્ષેત્ર છે. (ચાલવાનું ક્ષેત્ર છે.) આ રીતે પ્રથમ મંડલથી અંતિમ મંડલ સુધી પહોંચવામાં સૂર્યને ૬ દિન લાગે છે. આ એક સૌર (સૂર્ય) વર્ષ છે. આધુનિક વિજ્ઞાન પણ સૌરવર્ષને ૩૬૫ ૧/૪ દિનનું માને છે. પ્રશ્ન ૩ર - ચંદ્ર - સૂર્યને મેરુની પ્રદક્ષિણા કરતાં કેટલો સમય લાગે છે ? ઉત્તર - જંબુદ્રીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે. આજે જે ચંદ્ર સૂર્ય હોય છે તે બીજે દિવસે અહીં હોતાં નથી. બીજે દિવસે બીજા ચંદ્ર સૂર્ય આવે છે. એક સૂર્ય મેરુપર્વતની પ્રદક્ષિણા બે દિવસમાં કરે છે. તેનું પરિભ્રમણક્ષેત્ર જંબુદ્રીપમાં ૧૮૦ યોજન અને લવણસમુદ્રમાં ૩૩૦-૪૮/૧ યોજન છે. પ્રશ્ન ૩૩ - દક્ષિણાયન અને ઉત્તરાયણ એટલે શું ? ઉત્તર - તે સૂર્યનાં પરિભ્રમણમાં પ્રથમ છ માસ દક્ષિણાયન હેવાય છે. પછીનાં છ માસ ઉત્તરાયણ કહેવાય છે. સર્વ આવ્યંતર મંડલ (પ્રથમ મંડલ)માં જ્યારે સૂર્ય હોય છે ત્યારે ૧૮ મુહૂર્તનો દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રિ હોય ક્રમશઃ ઘટતાં ઘટતાં સર્વ બાહ્યમંડલમાં (અંતિમમંડલમાં) જ્યારે સૂર્ય પહોંચે છે. ત્યા૨ે ૧૨ સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ 117) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140