________________
ગવાક્ષકટક (ઝરૂખો) આ જગતીની મધ્યભાગે એટલે આઠ યોજનમાંથી ૪ યોજન ઊંચે ચઢીએ ત્યાં ચારે બાજુ એક ગવાક્ષ કટક છે. જે પ0 ધનુષ પહોળો અને બે ગાઉ ઊંચો છે. તે સમુદ્ર તરફ્તા બહારના ભાગે છે ત્યાં ઉભા રહીને વ્યતંર દેવ-દેવીઓ ક્રીડા કરતા હરે ફરે છે. અને ત્યાંથી લવણસમુદ્રને જુએ છે. અને આનંદ પામે છે. પધવરવેદિકા (રોડ) આ જગતીની ઉપર મધ્યભાગમાં પદ્મવરવેદિકા એટલે સડક જેવો રસ્તો છે. જે પદ્મવરવેદિકા ર ગાઉ ઊંચી પ0 ધનુષ પોળી છે. તે વેદિકાની બંને બાજુએ એકેક વનખંડ છે જે બે યોજનમાં રપ૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળો છે. નોંધ : આ જગતીના બંને બાજુના ૧૨-૧૨ યોજન તે એક લાખના જંબુદ્વીપના વિસ્તારમાં જ ગણવામાં
આવેલ છે. આવી જગતી દરેક દ્વીપ અને સમુદ્રને ફરતી હોય છે જેથી દ્વીપ સમુદ્રો અસંખ્યાતા છે તો જગતી પણ અસંખ્યાત છે. પ્રશ્ન ૮૩ - જગતીમાં ચાર દિશામાં ચાર વાર કહ્યા છે તે ક્યા ? અને તેનું સ્વરૂપ શું છે? ઉત્તર - જગતના પૂર્વ-પશ્ચિમ ઉત્તર ધક્ષણ ચાર દ્વાર છે. પૂર્વમાં “વિજય’ પશ્ચિમમાં ‘જયંત' ક્ષિણમાં “વિજયંત’
અને ઉત્તરમાં ‘અપરાજિત’ એમ ચાર દ્વાર છે. તે ચારેય દ્વાર ૮ યોજન ઊંચા છે. ૪ યોજનના પહોળા છે અને બંને બાજુની બાર સાખ વ ગાઉની છે
તેથી એક દ્વાર ૪ યોજન પહોળો થયો એટલે કુલ વિસ્તાર ૧૮ યોજન થયા. પ્રશ્ન ૮૪ - એક દ્વારથી બીજા દ્વારનું અંતર કેટલું? ઉત્તર - તે ૧૮ યોજન જંબુદ્વીપની જગતીની પરિધિના ૩૧૬રર૭ યોજનમાંથી બાદ કરતા ૩ ૧૬, ૨૯ યોજન
થયા તેને ચાર વડે ભાગવાથી ૦પર યોજન ૧ ગાઉ ૧૫૩ર ધનુષ અને ૩ આંગૂલ રહે તેટલું એક દ્વારથી બીજા દ્વારનું અંતર જાણવું
જ પસંહાર આ રીતે તિલોકની મધ્યમાં રહેલ જંબૂદ્વીપ નામના ક્ષેત્રનું જ્ઞાનીઓએ જે સ્વરૂપ પોતાના કેવળજ્ઞાનમાં જોયું છે અને આગમ દ્વારા શ્રુતજ્ઞાનમાં જે ગણિતાનુયોગરૂપે સમજાવ્યું છે તેને સમજી શ્રદ્ધા પ્રતીતિ કરવી.
“तमेव सच्चं निःशंकं जं जिणेहिं पवेइयं ।" - જિનેશ્વર દેવોએ જે કહ્યું છે તે સત્ય જ છે. આવી શ્રદ્ધા સમ્યગ્દર્શનને પ્રગટ કરે છે. આ ગણિતાનુયોગ ચિત્તની એકાગ્રતામાં અનન્ય સહાયક છે. આ જંબૂદ્વીપ વગેરે ક્ષેત્રોમાં નદી, પર્વતો, વૃક્ષો વગેરે એકેન્દ્રિય આદિ જાતિઓમાં જીવ અનંતીવાર ઉત્પન્ન થયો અને મર્યો છે.
“આ વિશ્વના પદાર્થોનો બોધ, કરાવે આત્મ તત્ત્વની શોધ
હે જીવ ! તું તને સંબોધ, કરી લે વિષયકષાયનો રોધ” - આ ક્ષેત્રોનું ગમનાગમન ત્યારે જ અટકે છે જ્યારે વિશ્વના પદાર્થોનો બોધ થાય વિષય કષાયથી જીવ ઉપરત થાય, આત્મતત્ત્વની શોધ થાય, પરિણતિની શુદ્ધિ થાય, પરમવિશુદ્ધિ થાય અને સર્વકર્મોથી વિમુક્ત બને અને લોકાગ્રે પહોંચી સિદ્ધ ક્ષેત્રે અનંતા સિદ્ધો જ્યાં બિરાજે છે ત્યાં પૂર્ણ આનંદમય સ્વભાવમાં સ્થિત પરમાત્મા બની જાય.
આત્માને પરમાત્મા બનાવવાના પરમ ઉપાય રૂ૫ સમ્યગુ જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યક ચારિત્રની આરાધનામાં ચિત્તને એકાગ્ર બનાવી દેવું અને ધ્યેય સુધી પહોંચી જવું એ જ એક લક્ષ - કર્તવ્ય છે.
- જંબુદ્વીપની જાહોજલાલી !
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org