________________
પ્રશ્ન ૨૮ - ધાતકીખંડ દ્વીપને ધાતકીખંડ શા માટે કહેલ છે? ઉત્તર - ઘાતકીખંડમાં જગ્યાએ જગ્યાએ ધાતકીવૃક્ષ અને ધાતકીવન છે જે નિત્ય પલ્લવિત શોભાયમાન રહે છે.
(ધાતકી = આંબળા) અહિંયા ધાતકી અને મહાપાતકી વૃક્ષો ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના બે
ધાતકી ખંડના અધિપતિ દેવ રહે છે. માટે તેને ધાતકીખંડ' કહે છે. પ્રશ્ન ર૯ - ધાતકીખંડને ફરતો ક્યો સમુદ્ર છે? તેનો આકાર કેવો છે? ઉત્તર - ધાતકીખંડને ફરતો કાલોધિ સમુદ્ર છે. તે વલયાકાર સંસ્થાનથી સંસ્થિત છે. તે ધાતકી ખંડને ફરતો
વીંટળાઈને રહેલો છે. પ્રશ્ન ૩૦ - કાલોદધિ સમુદ્રની લંબાઈ-પહોળાઈ કેટલી છે? ઉત્તર - કાલોધિ સમુદ્ર ગોળાકારે છે. તેની પહોળાઈ ૮ લાખ યોજનની છે. પરિધિ ત્રિગુણી જારી છે.
(પ૧,૧૭૬૭પ યોજનથી કાંઈક અધિક) પ્રશ્ન ૩૧ - કાલોદધિ સમુદ્રની લવણસમુદ્રથી શું વિશેષતા છે? ઉત્તર - કાલોધિ સમુદ્ર સર્વસ્થાને ૧0 યોજન ઊંડો છે. લવણસમુદ્રની માફક આ સમુદ્રમાં ગોતીર્થ નથી.
(લવણ સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી થતી મધ્યે ૧0 યોજન ઊંડી છે. તેમ અહીં નથી) તેમજ વેલા રહિત, જળશિખા જળવૃદ્ધિથી રહિત છે. પાતાળકળશા પણ આ સમુદ્રમાં નથી તેથી સમુદ્રમાં ભરતી ઓટ પણ નથી. તથા લવણ સમુદ્રની જેમ શિખા અને વેલ નહિ હોવાથી વેલંધર અનુલંધર દેવો તેમજ તેના નિવાસ પર્વતો પણ નથી. ઉછળતાં મોજાવાળું પાણી નથી પરંતુ સ્થિર પાણી છે. અને વરસાદનાં પાણી
જેવું સ્વાદિષ્ટ પાણી છે. પ્રશ્ન ૩ર - કાલોદધિ સમુદ્રના અધિપતિ દેવો કેટલાં છે? ઉત્તર - કાલોદધિ સમુદ્રના કાલ અને મધ્યકાલ નામના અધિપતિ દેવ છે. પૂર્વાર્ધ કાલોદધિ ઉપર કાલ નામે દેવ
છે. પશ્ચિમાર્ઘ કાલોધિમાં ઉપર મહાકાલ નામે દેવ છે. આ રીતે ઘાતકીખંડથી પ્રારંભી સ્વયંભૂરમણસમુદ્ર સુધી સર્વે દ્વીપ સમુદ્રોમાં બે-બે અધિપતિ દેવો છે. માત્ર જંબુદ્વીપમાં અનાતિ નામે એક દેવ અને લવણસમુદ્રનાં સુસ્થિત નામે એક અધિપતિ દેવ છે. અને તે બધાં અધિપતિદેવો ૧ પલ્યોપમની સ્થિતિવાળાં વ્યંતરદેવો છે. તેઓની રાજધાની તો અસંખ્યદ્વીપ
વીત્યાં બાદ તે તે નામના બીજા જંબદ્રીપ. લવણસમદ્ર કાલોદધિ સમુદ્ર વગેરે આવે તેમાં પોતપોતાની દિશામાં ૧ર યોજન જવા પર આવે છે. ત્યાં જ તે ઉત્પન્ન થાય છે. તે નગરી – રાજધાનીમાં અસંખ્ય દેવ-દેવીઓ હોય છે. તેઓના ઉપર તેઓનું સામ્રાજ્ય હોય છે. તે નગરીની મધ્યભાગમાં તે રહે છે.
અહીંના પ્રથમ દ્વીપ-સમુદ્ર વગેરેમાં તો તેના પ્રાસાદ કે ભવનો હોય છે. તેમાં તે કોઈ કોઈ વખતે
આવીને આરામ લે છે. હરે ફરે આનંદ કરે છે. પ્રશ્ન ૩૩ - કાલોદધિ’ એવું નામ શા માટે છે? ઉત્તર - કાલોધિ સમુદ્રનું પાણી સ્વાદિષ્ટ પુષ્ટિકારક, કાળા અડદની રાશિ સમાન કાળુ તથા સ્વાભાવિક પાણીના
સ્વાદવાળું છે. તથા કાલ-મહાકાલ નામના બે અધિપતિદેવો છે. તેથી તેને કાલોદધિ’ સમુદ્ર કહેલ છે. પ્રશ્ન ૩૪ - કાલોદધિ સમુદ્રને ફરતો ક્યો દ્વીપ છે? ઉત્તર - કાલોધિ સમુદ્રને ફરતો પુષ્કરવર દ્વીપ છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(15)
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org