________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
(૫) મધ્યલોકનો મહિમા...!
સ
વૈજ્ઞના જ્ઞાનમાં વિરાટ વિશ્વનું દર્શન થયું તેમાં તેમણે મધ્યલોક સંબંધી વિશદ્ સ્વરૂપ નિહાળ્યું, અને આજે પણ તે આગમનાં આલોકમાં શ્રુતજ્ઞાન રૂપે સંગ્રહિત થયેલ છે.
તિલોક એક રાજુનો લાંબો અને પહોળો છે. અને તેની ઊંચાઈ ૧૮૦૦ જોજન છે. તેમાં આપણે જંબૂદ્વીપથી શરૂ કરીને અઢીદ્વીપનું વર્ણન પ્રશ્નોત્તર રૂપે જોઈ ગયા. હવે તિલોક જે ૧૮00 જોજનનો છે તે તેમની ઊંચાઈ છે. તેમાં ૯૦૦ જોજન તો સમભૂમિથી નીચેના ભાગમાં છે અને ૯00 યોજન સમભૂમિની ઉપર આવેલ છે. આ ૯00 યોજનના છેલ્લા ૧૧૦ યોજનમાં જ્યોતિષ ચક્ર છે તેમાં જ્યોતિષી દેવો રહે છે. તે જ્યોતિષી દેવોના વિમાનો મેરુ ફરતી પ્રદક્ષિણા કરે છે. તેના કારણે અઢી દ્વીપમાં દિવસ-રાત્રિ-માસ- અયન - ઋતુ વગેરે કાળની વ્યવસ્થા થયેલ છે. તેથી મેરુપર્વતના સ્વરૂપને સંક્ષેપમાં બતાવી પછી જ્યોતિષી દેવોનું વર્ણન પ્રશ્નોત્તર રૂપે અહીં રજૂ કરેલ છે. પ્રશ્ન ૧ - મેરુપર્વત ક્યાં આવેલ છે? ઉત્તર - પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ મધવિદેહની મધ્યમાં દેવકુથી ઉત્તરમાં ઉત્તરકુથી દક્ષિણમાં જંબૂદ્વીપની
બરાબર મધ્યભાગમાં મેરુપર્વત આવેલ છે. પ્રશ્ન ૨ - જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઊંચાઈ કેટલી? અને તેનો આકાર તેમજ તેની વિશેષ માહિતી શું છે? ઉત્તર - મેરુપર્વત મલ સ્થંભના આકારે ગોળ અને ઊંચો છે. નીચેથી પહોળો અને ઉપર જતાં અનુક્રમે સાંકડો
થતો જાય છે. મેરુપર્વતની ઊંચાઈ ૧ લાખ યોજનની છે. તેમાંથી ૧0 યોજન પૃથ્વીમાં છે. ૯00 યોજન પૃથ્વીની ઉપર છે પૃથ્વીની અંદરના મૂળમાં ૧૯૦-૧૦/૧૧ યોજન પહોળો છે અને સમતલ પૃથ્વી ઉપર 100 યોજન પોળો છે. ક્રમશ: ઘટતાં ઘટતાં શિખર સ્થાને મેરુ પર્વતનો વિસ્તાર ૧O યોજન છે. તેના ઉપર ચૂલિકા છે. આ રીતે મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત- ઉપર પતલો ગોપુચ્છના આકાર સમાન છે. તે સારોયે પર્વત સર્વરત્નમય સ્વચ્છ મનોરમ્ય છે અને તે ચારે તરફથી એક પદ્મવર
વેદિકા તથા વનખંડથી ઘેરાયેલ છે. પ્રશ્ન ૩ - મેરુપર્વત કેટલા ભાગમાં (ચૂલિકા બાદ કરતાં) વિભાજિત છે? ઉત્તર - મેરુપર્વત ચૂલિકા બાદ કરતાં ત્રણ ભાગમાં વિભાજિત છે. જેને કાંડ કહેવાય છે તે ત્રણ કાંડ આ પ્રમાણે
છે. (૧) પ્રથમ કાંડ – અધસ્તનકાંડ (૨) મધ્યકાંડ (૩) ઉપરિતન કાંડ પ્રશ્ન : - ત્રણે કાંડ કેવા પ્રકારના છે? ઉત્તર - પ્રથમ કાંડ પૃથ્વીની અંદર છે. માટી, પથ્થર, કાંકરા, અને વજરત્નમય છે. મધ્યકાંડ-સ્ફટિકરત્ન, અંતરત્ન,
ચાંદી અને સુવર્ણમય છે. ઉપરનો કાંડ (જાંબુનદ) લાલ સુવર્ણમય છે. પ્રશ્ન ૫ - ત્રણે કાંડની ઊંચાઈ કેટલી છે? ઉત્તર - નીચેના કાંડની ઊંચાઈ ૧0 યોજન છે. મધ્યકાંડની ઊંચાઈ ૩0 યોજન છે. ઉપરના કાંડની
ઊંચાઈ 350 યોજન છે. પ્રશ્ન ૬ - મેરુપર્વત ઉપર કેટલા વન આવેલા છે? અને તેના નામ શું છે? ઉત્તર - મેરુપર્વત ઉપર ચાર વન આવેલા છે. (૧) ભદ્રશાલવન (૨) નંદનવન (૩) સોમનસવન (૪) પંડગવન.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(111)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org