Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ પહોળાઈવાળું પંડગવન છે. આ રીતે પંડગવન મેરુચૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જેટલું ચક્વાલ પહોળું પ્રશ્ન ૧૪ - પંડગવનમાં શું શું રહેલ છે? ઉત્તર - પંડગવનમાં શ્રી જિનેન્દ્રોના જન્માભિષેક કરવા માટેની ચાર શિલાઓ છે. મેરુની ચૂલિકાની પૂર્વ દિશાએ પાંડુ કંબલા – જૈતરંગની, પશ્ચિમ દિશાએ રક્ત કંબલા – રક્તરંગની, દક્ષિણ દિશાએ અતિપાંડુ કંબલા – અતિ વ્યંતરંગની, ઉત્તર દિશાએ અતિરક્ત કંબલા – અતિરક્તરંગની, પ્રશ્ન ૧૫ - તીર્થકરોનો જન્માભિષેક કઈ કઈ શિલા ઉપર થાય છે? ઉત્તર - ઉપર પ્રમાણે બતાવેલ આ ચાર શિલા ઉપર તીર્થકરોના જન્માભિષેક થાય છે. દક્ષિણ દિશાની શિલા ઉપરના દક્ષિણા મુખી સિંહાસન ઉપર ભરતક્ષેત્રમાં જન્મેલા જિનેશ્વરોનો, અને ઉત્તર દિશાની શિલા ઉપરના ઉત્તરાભિમુખી સિંહાસન ઉપર ઐરવત ક્ષેત્રમાં જન્મતા જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે. પૂર્વ દિશાની શિલા ઉપરના બે સિંહાસનોમાં જે એક સિંહાસન-શિલા ઉત્તર દિશામાં છે તે ઉપર પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની સીતા મહાનદીના ઉત્તર કિનારે આવેલી આઠ વિજયોમાં જન્મેલા જિનેશ્વરોનો જન્મ-અભિષેક થાય છે. એ પ્રમાણે પશ્ચિમ શિલા ઉપરનાં બે સિંહાસનોમાં પણ જે એક સિંહાસન શિલા ઉત્તર દિશામાં છે. તે ઉપર પશ્ચિમ મહાવિદેહમાંની સોદા મહાનદીના ઉત્તર કિનારે આવેલી આઠ વિજયોમાં જન્મેલાં જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે અને ઈક્ષિણ તરફના સિંહાસન ઉપર સીસોદાના દક્ષિણ કિનારા પરની આઠ વિજયોમાં જન્મેલાં જિનેશ્વરોનો જન્માભિષેક થાય છે. પ્રશ્ન ૧૬ - જંબુદ્વીપમાં એક સાથે કેટલા જિનેશ્વરોનો જન્મ મહોત્સવ ઉજવાય છે? ઉત્તર - જંબુદ્વીપમાં સમકાળે છે અને ચાર જિનેશ્વરોથી અધિક જિનેશ્વરોનો જન્મ થતો નથી ભરત અને ઐરવતમાં જ્યારે એક સમયે જિનેશ્વરનો જન્મ થાય ત્યારે જઘન્ય બે જિનેશ્વરનો જન્મ મહોત્સવ ઉજવાય અને મહાવિદેહ ક્ષેત્રમાં જ્યારે એક સાથે ચાર જિનેશ્વરનો જન્મ થાય ત્યારે ચાર જિનેશ્વરનો એક સાથે જન્મ મહોત્સવ ઉજવાયજ્યારે મહવિદેહક્ષેત્રમાં જિનેશ્વરનો જન્મ થાય ત્યારે ભરત-ઐરવતમાં ન થાય અને જ્યારે ભરત-ઐરવતમાં જિનેશ્વરનો જન્મ થાય ત્યારે મહાવિદેહમાં ન થાય. કારણ કે જિનેશ્વરોના જન્મ મધ્યરાત્રે થાય છે તેથી જ્યારે ભરત-ઐરવતમાં મધ્યરાત્રિ હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં દિવસ હોય છે. અને મહાવિદેહ ક્ષેત્રમાં મધ્યરાત્રિ હોય ત્યારે ભરત-ઐરવતમાં દિવસ હોય એ રીતે કાળ વિપર્યય છે માટે જન્મ વિપર્યય પણ છે. પ્રશ્ન ૧૭ - ચૂલિકા એટલે શું? ઉત્તર - ચૂલિકાની સમજૂતી- મેરુપર્વતના ચોથા પંડગવનની મધ્યમાં ૪૦ યોજનની ઊંચી, નીચે ૧૨ યોજનની, મધ્યમાં ૮ જોજનની અને અંતમાં ૪ યોજનની પહોળી વૈડૂર્ય (લીલા) રત્નમય એક ચૂલિકા છે. ચૂલિકા એટલે શિખર સમાન ઊંચી ટેકરી હોય છે. આ મેરુપર્વતની ચારે બાજુ જ્યોતિષ ચક્ર ફરે છે. અર્થાત્ જ્યોતિષી દેવોના વિમાનો ફરે છે. પ્રશ્ન ૧૮ - જ્યોતિષ ચક્ર એટલે શું? ઉત્તર - જેમાં જ્યોતિષી જાતિના દેવો રહેલા છે તેને જ્યોતિષ ચક્ર કહે છે. આ જ્યોતિષી દેવોના દશ પ્રકાર છે. તેમાંથી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા આ પાંચ ‘ચર અઢીદ્વીપની અંદર મેરુપર્વતની આસપાસ ફરતા રહે છે. તથા પાંચ ‘અચર’ જે અઢીદ્વીપની બહાર સ્થિર છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (113) | Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140