________________
ક્ષીરવરદીપ-સમુદ્ર, ધૃતવરદીપ-સમુદ્ર, ઈયુવરદ્વીપ-સમુદ્ર આ રીતે જંબુદ્વીપથી શરૂ કરી ઈસુવરદ્વીપ - સમુદ્ર સુધીનાં સાત દ્વીપ-સમુદ્રો પછી આઠમો નંદીશ્વરદ્વીપ આવે છે. ત્યાં સુધર્મ ઈન્દ્ર વગેરે ઈન્દ્રો અને દેવો તીર્થંકર પરમાત્માનાં જન્મ આદિ કલ્યાણકનાં મહોત્સવ ઉજવવા જાય છે. પરમાત્માની ભક્તિ કરીને આનંદ મનાવે છે. તથા જંધાચારણ - વિદ્યાચારણ મુનિઓ પણ નંદીશ્વરદ્વીપમાં ધ્યાન આદિ માટે જાય છે. તે લબ્ધિવંત મુનિઓ ૧૫ માં રૂચકદ્વીપ સુધી જઈ શકે છે. આ રીતે નંદીશ્વરદ્વીપ-સમુદ્રથી આગળ
અસંખ્યાતા દીપ અને સમુદ્રો છે. પ્રશ્ન પ૯ - તે બધાં સમુદ્રોનાં પાણી કેવાં છે? અને ત્યાં કેટલાં મોટા પ્રમાણવાળા મત્સ્ય હોય છે? ઉત્તર – નીચે બતાવ્યા મુજબ છે. નામ જલ સ્વાદ
મત્સ્ય પ્રમાણ લવણ સમુદ્ર
લવણ જેવું (ખારું પાણી છે. | ઉત્કૃષ્ટ પ0 યોજન અવગાહના કાલોદધિ (કાળુપાણી)
વર્ષાના પાણી જેવો સ્વાદ ઉત્કૃષ્ટ 0 યોજન અવગાહના પુષ્કરવર સમુદ્ર
વર્ષાના પાણી જેવો સ્વાદ ભિન્ન ભિન્ન પ્રમાણવાળા વાક્સી સમુદ્ર
શ્રેષ્ઠ મદિરા સમાન સ્વાદ ભિન્ન ભિન્ન પ્રમાણવાળા ક્ષીરવર સમુદ્ર
દૂધ સમાન રવાદવાળું ભિન્ન ભિન્ન પ્રમાણવાળા ધૃતવર સમુદ્ર
ગાયના ધૃત સમાન સ્વાદવાળું ! ભિન્ન ભિન્ન પ્રમાણવાળા અસંખ્યાતા સમુદ્ર
સર્વ ઈક્ષરસ સમાન સ્વાદવાળું | ભિન્ન ભિન્ન પ્રમાણવાળા | સ્વયંભૂરમણ સમુદ્ર
વર્ષાના વારિવત્ સ્વાદવાળું ઉત્કૃષ્ટ ૧0 યોજન અવગાહના ! પ્રશ્ન-૬0 - તે સમુદ્રોમાં મત્સ્ય ની કુલકોટિ કેટલી હોય છે? ઉત્તર - લવણ સમુદ્રમાં સાત લાખ કુલકોટિ મત્સ્યો, કાલોધિ સમુદ્રમાં નવલાખ કુલકોટિ મલ્યો અને
સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧રા લાખ કુલકોટિ મત્સ્યો હોય છે. જ્યારે બાકીના સમુદ્રમાં અનિયત કુલકોટિ
પ્રમાણ મત્સ્યો હોય છે. પ્રશ્ન ૬૧ - અઢીદ્વીપની બહાર શું શું નથી? ઉત્તર - અઢીદ્વીપની બહાર ૧૦ બોલ હોતાં નથી.
(૧) મનુષ્યની ઉત્પત્તિ તથા મરણ (૨) બાદર અગ્નિ (૩) દહ (૪) નદી (૫) ખાડા (૬) ગર્જારવ (૭) વીજળી (૮) વાદળ (૯) વરસાદ (૧૦) દુષ્કાળ તથા સમય - આવલિકા - દિવસ - રાત્રિ – માસ - વર્ષ - ઉત્સર્પિણી – અવસર્પિણી વગેરે કાલ અઢીદીપની બાર પ્રવર્તતો નથી. કારણ કે ત્યાં ચંદ્ર - સૂર્ય વગેરે સ્થિર છે.
ઉપસંહારઆ અઢીદ્વીપમાંથી જ જીવો મોક્ષગમન કરી શકે છે. અઢીદ્વીપની બહાર મનુષ્ય હોતા નથી. સંહરણ કરીને કોઈ દેવ કોઈ મનુષ્યને ઉપાડીને અઢીઢીપ બહાર મૂકી દે તો પણ ત્યાં તેનું મૃત્યુ થતું નથી એટલે મનુષ્યના જન્મ-મરણ અને મોક્ષ અઢીદ્વીપમાંથી જ થાય છે.
આગમકારોએ જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર આદિમાં અટદ્વીપ વગેરે ક્ષેત્રલોકનું વર્ણન વિશદ્ રીતે કરેલ છે. જેના આધારે અત્રે સુગમતાથી બોધ પ્રાપ્ત થાય તે માટે પ્રશ્નોત્તર રૂપે રજૂ કરેલ છે. જે તત્ત્વજિજ્ઞાસુ જીવોને અવશ્ય જાણવા યોગ્ય છે.
cજ09999999999999999999999
અઢીદ્વીપની ઐશ્વર્યતા..!
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org