________________
ઉદયને તેઓ યથેચ્છાએ ભોગવે છે. પરંતુ તે બધાનું આયુષ્ય પલ્યનાં અસંખ્યાતમાં ભાગનું એટલે અસંખ્યાત વર્ષનું છે. પરંતુ તે બધાં એકાંત મિથ્યા દ્રષ્ટિ છે. ત્યાંથી મૃત્યુ પામીને તેઓ ભવનપતિ વ્યંતર જાતિનાં દેવોમાં ઉત્પન્ન થાય છે. ભરત ક્ષેત્રના અવસર્પિણી કાળના ત્રીજા આરાના છેડા સરખા ભાવ
એટલે નાભિરાજાના પિતા છઠ્ઠા કુલકરના સમયમાં જે ભાવ હતા તે પ્રમાણેના ભાવ ત્યાં સર્વદા વર્તે છે. પ્રશ્ન ૧૫ - લવણ સમુદ્રને ફરતો ક્યો દ્વીપ છે? ઉત્તર - લવણ સમુદ્રને ફરતો ઘાતકી ખંડ નામે દ્વીપ છે. તે પણ વલયાકાર સંસ્થાનથી સ્થિત છે. તેની લંબાઈ
પહોળાઈ લવણસમુદ્રથી દ્વિગુણી એટલે ચાર લાખ યોજનની છે. અને ત્રિગુણી ઝાઝેરી પરિધિ છે. પ્રશ્ન ૧૬ - ઘાતકીખંડનું સ્વરૂપ શું છે? ઉત્તર - એક લાખ યોજનનાં જંબૂઢીપને ફરતો વલયાકારે બે લાખ યોજનનો લવણસમુદ્ર વીંટળાઈને રહેલો છે.
તે લવણસમુદ્રથી બમણો એટલે ચાર લાખ યોજનનો ઘાતકીખંડ તે લવણસમુદ્રને ફરતો વલયાકારે વીંટળાઈને રહેલો છે. આ ધાતકીખંડના પ્રારંભમાં પરિધિ ૧૫,૮૧,૧૮ યોજન છે. અને પર્યત પરિધિ ૪૧,૧૦૯૬૧ યોજન છે. તથા આ ધાતકીખંડમાં ઉત્તર-દક્ષિણ દિશાએ ઉત્તર-દક્ષિણ લાંબા બે મોટા ઈષકાર પર્વતો આવેલા છે. જેને લઈને ધાતકીખંડના બે વિભાગ થયાં છે. (૧) પૂર્વ ધાતકી ખંડ (૨) પશ્ચિમ
ધાતકી ખંડ પ્રશ્ન ૧૭ - આ ઈષકાર પર્વતની લંબાઈ-પહોળાઈ વગેરે શું છે? ઉત્તર - આ ધાતકીખંડ દ્વિીપમાં એક પર્વત ઉત્તરમાં અને એક પર્વત દક્ષિણમાં છે તે બન્ને પર્વત ઉત્તરદક્ષિણ લાંબા
છે અને એકસરખા પ્રારંભથી અંત સુધી ૧0 યોજન પહોળાં છે. અને પ0 યોજન ઊંચા છે. તેમાં ઉત્તરદિશાનો ઈષકારપર્વત લવણસમુદ્રની અંગતીના અપરાજિત દ્વારથી પ્રારંભ કરીને ઘાતકીખંડની જગતીના અપરાજિત કાર સુધી પહોંચેલ છે. એટલે તે પર્વતનો એક છેડો લવણસમુદ્રને મળ્યો અને બીજો છેડો કાલોદધિ સમુદ્રને મળ્યો છે. તેવી જ રીતે દક્ષિણ ઈષકારપર્વતનો એક છેડો લવણસમુદ્રના વિજયંતદ્વારે આવેલો છે અને બીજો છેડો ધાતકી ખંડના વિજયંત દ્વારે પહોંચ્યો છે. એટલે કાલોદધિ સમુદ્રને મળેલ છે. તે આ બન્ને પર્વતો (ધાતકીખંડ ૪00 યોજન પહોળો હોવાથી) ચાર લાખ યોજન લાંબા છે. આ પુકાર પર્વત ઈધુ = બાણ, કાર = આકાર સરખાં દીર્ઘ હોવાથી તેનું નામ ઈષકાર રાખેલ છે. તે
બન્ને પુકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ છે. તેમાનું કાલોધિ સમુદ્ર પાસેનું છેલ્લું કૂટ તે સિદ્ધાયતનકૂટ છે. પ્રશ્ન ૧૮ - ધાતકીખંડમાં વર્ષધર પર્વતો કેટલાં છે? ઉત્તર - પૂર્વધાતકી ખંડમાં છે અને પશ્ચિમ ધાતકી ખંડમાં છ એમ કુલ ૧૨ વર્ષધર પર્વતો છે. જંબૂદ્વીપમાં રહેલાં
વર્ષધર પર્વતોનાં જે નામ છે તે જ નામનાં બે-બે વર્ષધર પર્વતોનાં નામ છે તે, બે લઘુહિમવંત, બે શિખરી, બે મહા હિમવંત, બે રક્રિમ, બે નિષધ, બે નીલવંત પર્વત આ રીતે ૧૨ વર્ષધરપર્વતો છે. કુલ
૧ર વર્ષધર અને ૨ ઈષકારપર્વત એમ ધાતકીખંડમાં કુલ ૧૪ વર્ષધર પર્વત છે. પ્રશ્ન ૧૯ - ધાતકી ખંડના વર્ષધર પર્વતોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે? ઉત્તર - ધાતકી ખંડમાં દરેક પર્વતોની લંબાઈ ચાર લાખ યોજનની છે. અને પહોળાઈ જંબુદ્વીપનાં વર્ષધર પર્વતો
કરતાં બમણી છે. અને ઊંચાઈ જંબૂદ્વીપનાં પર્વતની સમાન જ છે. ઊંડાઈ મેરુપર્વત તથા ઈષકારપર્વતને છોડીને બાકીનાં ૧૨ વર્ષધર પર્વતની ઊંચાઈથી ૧/૪ ભાગે છે.
અઢીદ્વીપની એશ્વર્યતા..!
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org