________________
સર્વ મળીને ૭૮૮૪ નાના પાતાળ ળશા છે તેમાં પણ ૧/૩ ભાગમાં નીચે વાયુ વગેરે સર્વ વર્ણન મોટા પાતાળ કળશાની જેમ જાણવું.
છતાં તે લવણ સમુદ્ર
ઉત્તર - (૧) જંબુદ્રીપમાં ભરત-ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણમુનિ (જંધાચારણ - વિદ્યાચારણ) વિદ્યાધરો - સાધુ - સાધ્વીઓ - શ્રાવક - શ્રાવિકાઓ રહેલાં છે. તથા ભદ્ર-સરલ, વિનીત, ઉપશાંત પ્રકૃતિવાળા અને અલ્પ કષાયવાળા મનુષ્યો રહેલા છે તેના પ્રભાવથી લવણ સમુદ્ર જંબુદ્વીપને જલમગ્ન કરી શકતો નથી. યાને ડૂબાડી શકતો નથી.
પ્રશ્ન ૧૦ - લવણ સમુદ્ર આટલો મોટો છે, અને તેમાં ભરતી આવે ને પાણી ઉછળે જંબુદ્વીપને કેમ ડૂબાડી દેતો નથી ?
(૨) ગંગા સિંધુ-રક્તા-રક્તાવતી આદિ મોટી નદીઓની મહર્દિક દેવીઓ (૧ પલ્યની સ્થિતિવાળી) ત્યાં રહે છે.
(૩) લઘુહિમવંત – શિખરી આદિ પર્વતો ઉપર મહર્ધિક દેવો વસે છે.
(૪) હૈમવત – હૈરણ્યવત આદિ યુગલિકનાં છ એ ક્ષેત્રોમાં ભદ્રવિનીત પ્રકૃતિવાળા મનુષ્યો વસે છે. (૫) મેરુપર્વત ઉપર તેનો મહર્ધિક દેવ વસે છે.
(૬) જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર જંબૂદ્રીપનો અધિપતિ અનાદેત નામનો દેવ વસે છે. આ બધાંના પ્રભાવથી લવણસમુદ્ર જંબુદ્રીપને જલમગ્ન કરી શકતો નથી.
(૭) તથા લોક સ્થિતિ (સ્વભાવ) એવી જ છે કે જેથી લવણસમુદ્ર જંબુદ્રીપને ડૂબાડી શકતો નથી. પ્રશ્ન ૧૧ - લવણસમુદ્રને ‘લવણસમુદ્ર’ શા માટે કહેવામાં આવે છે ?
ઉત્તર - લવણ સમુદ્રનું પાણી મલિન છે, કીચડવાળું છે લવણ = ખારું છે, કડવું છે. તે પાણી મનુષ્ય તેમજ પશુ પંખીઓને પીવા યોગ્ય નથી કેવલ તે સમુદ્રોમાં ઉત્પન્ન થયેલ પ્રાણીઓને તે પીવા યોગ્ય છે.
પ્રશ્ન ૧૨ - લવણ સમુદ્રનાં અધિપતિ ‘સુસ્થિત’ નામનાં દેવ ક્યાં રહે છે ?
ઉત્તર - જંબુદ્રીપનાં મેરૂપર્વતથી પશ્ચિમમાં લવણસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જવા પર ગૌતમ નામનો દ્વીપ આવેલ છે. ત્યાં લવણ સમુદ્રનાં અધિપતિ ‘સુસ્થિત’ નામના દેવનો નિવાસ છે. તે લવણ સમુદ્રની સુસ્થિતા નામની રાજધાનીમાં અનેક વ્યંતર દેવ-દેવીઓનું આધિપત્ય કરતાં રહે છે.
-
પ્રશ્ન ૧૩ - અંતરદ્વીપનાં મનુષ્યો લવણ સમુદ્રમા કયાં રહેલાં છે અને તે કેટલાં છે ?
ઉત્તર - ભરત ઐરવત ક્ષેત્રની સીમાની મર્યાદાનાં કરનારા ક્રમશઃ ચૂલ હિમવંત તથા શિખરી નામના વર્ષધર પર્વતો છે. તેની પૂર્વ પશ્ચિમમાં લવણ સમુદ્રમાં ૩૦ યોજન જતાં પ્રથમ અંતદ્વીપ આવે છે. તે ૩૦ યોજન લંબાઈ પહોળાઈ વિસ્તારવાળા છે. પછી ૪૦ યોજનને અંતરે ૪૦ યોજન લાંબા પહોળા બીજા દ્વીપ આવે એ રીતે ૩૦ થી ૯૦ યોજનના આંતરે લાંબા ૩૦ થી ૯૦ યોજનના આંતરે પહોળા ૧ થી ૭ દ્વીપ દાઢાના આકારે જમીન પર રહેલાં છે. આ રીતે ભરત ક્ષેત્રની પૂર્વમાં ૭ + ૭ = એજ રીતે પશ્ચિમમાં ૧૪ અંતરદ્વીપ એમ મળી ૨૮ અંતર દ્વીપ ભરતક્ષેત્ર તરફનાં અને એ જ રીતે અંતરદ્વીપ ઐરવત ક્ષેત્ર તરફના કુલ મળીને ૫૬ અંતરદ્વીપો રહેલાં છે.
પ્રશ્ન ૧૪ - અંતરદ્વીપમાં ક્યા મનુષ્યો જન્મે છે ? તેનું સુખ કેવું છે ?
ઉત્તર
તે અંતરદ્વીપમાં જુગલીયા મનુષ્ય વસે છે. તે લવણ સમુદ્રની અંદર દ્વીપમાં રહે છે તેથી તેને અંતદ્વીપનાં મનુષ્ય કહેવાય છે. ત્યાં ૧૦ પ્રકારના ક્લ્પવૃક્ષો મનવાંછિત સુખ આપનારા હોય છે. પૂર્વકૃત પુણ્યનાં સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
101
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org