Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 109
________________ પ્રશ્ન ૮૦ - જંબૂદ્વીપમાં સાતક્ષેત્રોમાં મુખ્ય નદીઓ કઈ કઈ છે? અને તેનો પરિવાર કેટલો છે? ઉત્તર - જંબૂદીપની મુખ્ય નદીઓ અને પરિવાર આ પ્રમાણે છે. [ ક્ષેત્ર | મુખ્ય નદીઓ | તેનો પરિવાર કુલ નદી | (૧) ભરત ક્ષેત્ર / ગંગા- સિંધુ નદી ૧૪ + ૧૪૦ = ૨૮૦ [ (૨) ઐરાવત ક્ષેત્ર ! રક્તા - રક્તાવતી નદી ૧૪૦ + ૧૪૦ = ૨૮ ) [ (૩) હૈમવત ક્ષેત્ર | રોહિતા-રોહિતાંશા નદી ૨૮૦ + ૨૮O = પ૬O (૪) હૈરણ્યવત ક્ષેત્ર | સૂવર્ણકૂલા – રૂધ્યકૂલા નદી ૨૮૦ + ૨૮૦ = પક0 | (૫) હરિવર્ષ ક્ષેત્ર | હરિસલિલા-હરિકાન્તા નદી ! પ૬૦ + ૬૦ = ૧,૧૨, ૦ 1 (૬) રમ્યફ વર્ષ ક્ષેત્ર નરકાન્તા-નારીકાત્તા નદી | પ૬૦ + પ૬O = | ૧,૧૨, 0 | (૭) મહાવિદેહ ક્ષેત્ર સીતા-સીતોદા નદી ૧૪,OOx ૬૪ = | ૮૯૬ ) દેવકુરુ ક્ષેત્ર ૮૪૦ ૮૪TO ઉત્તરકુરુ ક્ષેત્ર ૮૪, O ૮૪૦ ૧૪,૫૬, 0 જંબૂદ્વીપમાં મુખ્ય નદીઓ ૧૪ છે. અને તેની જંબૂદ્વીપમાં કુલ નદી ૧૪,૫૬,જી નદીઓ છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ૮૯૬O + ૮૪00 + ૮૪,000 = ૧૦૬૪) કુલ નદીઓ છે. મુખ્ય નદીઓ તે તે ક્ષેત્રના પર્વતનાં દ્રહમાંથી નીકળી વચ્ચે આવતી નાની મોટી નદીઓને ભેળવતી અંતે લવણસમુદ્રમાં મળે છે. પ્રશ્ન ૮૧ - આ દ્વીપને જંબુદ્વીપ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર - જંબૂદ્વીપની મધ્યમાં ઉત્તરકુરુ ક્ષેત્રના પૂર્વાર્ધમાં જાંબૂનદ સુવર્ણનું જંબૂપીઠ છે. તે જંબૂપીઠ ઉપર મધ્યભાગમાં આઠ યોજન વિસ્તારવાળી ચાર યોજન ઊંચી એક મણિપીઠિકા છે તે ઉપર જંબૂવૃક્ષ છે. જે વનસ્પતિરૂપ નથી પણ પૃથ્વીકાય રૂપ છે. તે મૂળમાં ઉત્તમ વજરત્નનું શ્વેતવર્ણ, કંદ (જમીન પર લાગેલ જડભાગમાં) અરિષ્ટ રત્નનું કૃષ્ણવર્ણ, અને સ્કંધ (થડભાગ) વૈડૂર્યરત્નનું નીલવર્ણ છે. તેની આસપાસ સર્વદિશામાં એક વન અને તેને ફરતી એક પદ્મવરવેદિકા છે. તેની ચાર મહાશાખા સુવર્ણની પીતવર્ષે અને પ્રશાખાઓ જાતરૂપ સુવર્ણની શ્વેતવર્ણ, પત્રો, વૈર્યરત્નનાં નીલવર્ણના ગુચ્છા જાંબૂનદ સુવર્ણના કિંચિત રક્તવર્ણના છે. આ જંબૂવૃક્ષનાં પૂર્વ દિશાની શાખાના મધ્યભાગે જંબૂદ્વીપનાં અધિપતિ અનાદત નામનાં દેવનું ભવન છે. જે વ્યંતરદેવ છે. તેમની અનાદેતા નામની રાજધાની અસંખ્યાતદ્વીપ-સમુદ્ર જવા ઉપર બીજો જંબૂદ્વીપ આવે ત્યાં મેરુપર્વતની ઉત્તરદિશામાં તે ૧૨0 યોજન વિસ્તારવાળી છે. આ રીતે જંબૂવૃક્ષ ઉપરથી આ દ્વીપનું નામ જંબૂઢીપ રાખવામાં આવેલ છે. તથા આ નામ ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. પ્રશ્ન ટર - આ જંબૂદ્વીપને ફરતી જે જગતી (કોટ) છે તેનું સ્વરૂપ શું છે? ઉત્તર - જંબૂદ્વીપ ફરતી જગતી એટલે કોટ તે વજરત્નથી બનેલ છે. તે જગતી ભૂમિની સપાટીએથી આઠ યોજના ઊંચી છે. તેનો મૂળમાં ભૂમિની સપાટી પર વિસ્તાર બાર યોજન છે એટલે ૧ર યોજન પહોળી છે. ટોચ ઉપર ચાર યોજન પહોળી છે અને મધ્યમાં આ યોજના નીચેથી ઉપર જતા ઘટે અને ઉપરથી નીચે જતાં વધે એ રીતે એક યોજન જતા એક યોજન હાનિ વૃદ્ધિ થાય તેથી મધ્યમાં એટલે ચાર યોજન જતા ૮ યોજન થાય. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ (95) Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140