________________
પ્રશ્ન ૭૩ - લઘુહિમવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - મહાહિમવંત પર્વતની અપેક્ષાએ તેની લંબાઈ ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ અને પરિધિ ઓછી છે. અને
ચૂલહિમવંત' નામનાં દેવોનો ત્યાં નિવાસ છે તેથી તેને લઘુ (ચૂલ) હિમવંત કહેવાય છે. પ્રશ્ન ૭૪ - મહા હિમવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - મહાહિમવંત પર્વત લઘુહિમવંત પર્વતની અપેક્ષાએ લંબાઈ-ઊંચાઈ, ઊંડાઈ-પહોળાઈ અને પરિધિ અધિક
છે. અને ત્યાં “મહાહિમવાન” નામનાં દેવનો નિવાસ છે. તેથી તેને માહિમવંત પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭પ - “નિષધ એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - નિષધ પર્વત ઉપર નિષધ = વૃષભનાં આકારનાં કૂટ છે. તથા નિષધ’ નામનાં દેવનો ત્યાં નિવાસ છે.
તેથી તેને નિષધપર્વત કહેવાય છે. પ્રશ્ન ૩૬ - નીલવંત એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - નીલાવર્ણવાળા, નીલા પ્રકાશવાળા, ‘નીલવંત’ નામનાં મહર્થિક દેવ ત્યાં રહે છે. તથા આખો યે પર્વત
“વૈર્યરત્નમય છે. તેથી તેને નીલવંત પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭૭ - “રુકિમ' એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - તે પર્વત સંપૂર્ણ રૂપમય છે. અને સક્રિમ નામનાં મહર્ધિક દેવ ત્યાં રહે છે. તેથી તેને સક્રિમ વર્ષધર પર્વત
કહેવાય છે. પ્રશ્ન ૭૮ - "શિખરી' એવું પર્વતનું નામ શા માટે છે? ઉત્તર - શિખરી પર્વત ઉપર શિખરી નામનાં વૃક્ષનાં આકારથી સ્થિત અનેક ફૂટ છે. તે બધાં રત્નમય છે. તથા
શિખરી” નામનાં દેવોનો ત્યાં નિવાસ છે. તેથી તેને શિખરી પર્વત કહેવાય છે. પ્રશ્ન ૭૯ - જંબૂદ્વીપમાં બધાં મળી પર્વતો કેટલાં છે? ઉત્તર - (૧) છ વર્ષધર પર્વત
(૨) એક મેરુપર્વત જે જંબૂદ્વીપની બરાબર મધ્યમાં છે. (૩) એક ચિત્રકૂટ પર્વત જે દેવકુરુમાં છે. (૪) એક વિચિત્ર કૂટ પર્વત જે દેવકુમાં છે. (૫) બે યમક પર્વત જે ઉત્તફમાં છે. (૬) ૨જી કંચનપર્વત છે. જે સીતા-સીતોઘ નદીની વચ્ચે પાંચ પાંચ દ્રહ છે તેની બંને બાજુએ એક દ્રહ પાસે ૧૧૦ પર્વત છે. કુલ ર0 કંચનગિરિ પર્વત છે. (૭) ૨૦ વક્ષસ્કાર પર્વત છે. તે સીતા-સીતોઘ નદીના કિનારા ઉપર ૧૦ + ૧૦ = વક્ષસ્કારપર્વત છે. (૮) ૩૪ દીર્ઘવૈતાઢ્ય પર્વત છે – તે ભરત ઈરવતની મધ્યમાં એક એક અને મહાવિદેહની ૩ર વિજયમાં એક એક કુલ ૪ દીર્ધ વૈતાવત્ર્ય પર્વત છે. (૯) ૪ વૃત વૈતાઢ્ય પર્વત છે - તે શબ્દપાતી, વિટાપાતી, ગંધાપાતી માલ્યવંત આ ચાર જુગલિયાના
ક્ષેત્રમાં છે.
આ પ્રમાણે બધાં મળીને રક્ટ પર્વત જંબુદ્વીપમાં રહેલાં છે. | (94) . [
જંબૂદ્વીપની જાહોજલાલી! ] .
94
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org