________________
ઉત્તર – પ્રથમ રત્ન પ્રભા પૃથ્વીના પિંડમાં ૧૩ પાથડા અને ૧ર આંતરા છે એ બાર આંતરામાંથી ઉપરનાં પહેલા
અને બીજા એમ બે આંતરા છોડીને પછીના ૧૦ આંતરામાં ભવનપતિના ૭ કરોડ ૭૨ લાખ ભવનો છે. તેમાં ૧૦ જાતિનાં ભવનપતિના અસંખ્ય દેવો રહે છે. આંતરામાં દેવો રહે છે તથા પાથડામાં નારકીના જીવો રહે છે. નારકીના જીવોને દુખ આપનાર પરમાધામી દેવોનો સમાવેશ પણ ભવનપતિના પ્રથમ
જાતિનાં અસુરકુમાર દેવોમાં કરવામાં આવેલ છે. પ્રશ્ન ૧૫ - તિ લોકનું માપ કેટલું છે? ઉત્તર – તિર્જીલોક ૧૮O જોજનનો ઊંચો છે. પહોળાઈમાં એક રાજુ પ્રમાણ છે. સમપૃથ્વીથી એટલે કે આપણી
ધરતીથી ૯O જોજન નીચે અને ૯O જોજન ઉપર એમ કુલ ૧૮૭૦ જોજનનો તિર્થ્યલોક છે. પ્રશ્ન ૧૬ - તિચ્છલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – તિર્જીલોકની મધ્યમાં રહેલ જંબુદ્વીપ નામના દ્વીપમાં મેરુપર્વતના મધ્યભાગમાં રત્નપ્રભા પૃથ્વીના
ઉપરના ભાગના નીચેના બે ક્ષુદ્ર પ્રતરો છે. જ્યાં તિલોકના મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશો આવેલા
છે. જ્યાંથી પૂર્વ-પશ્ચિમ વગેરે દશ દિશાઓ નીકળે છે. પ્રશ્ન ૧૭ - તિર્થ્યલોકમાં કયા જીવો રહે છે? ઉત્તર – તિર્થ્યલોકમાં મનુષ્યો, તિર્યંચો, વ્યંતર દેવો તથા જ્યોતિષી દેવોના સ્થાન છે. તથા જંભક દેવો પણ રહે
પ્રશ્ન ૧૮ - ઉર્ધ્વલોકનું માપ કેટલું છે? ઉત્તર – સમપૃથ્વીથી ૯0 જોજન ઉપર ગયા પછી ઉર્ધ્વલોક શરૂ થાય છે. અને ઉર્ધ્વલોક ઊંચાઈમાં ૭ રાજુમાં
કાંઈક ન્યૂન છે. પ્રશ્ન ૧૯ - ઉર્ધ્વલોકમાં શું શું આવેલ છે? ઉત્તર – ઉર્ધ્વલોકમાં ૧ર દેવલોક, ૩કિલ્વિષિક, ૯ લોકાંતિક, ૯ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન આ બધા વૈમાનિક
દેવોના સ્થાન છે. જેમાં અસંખ્યાતા દેવો રહે છે. સૌથી ઉપર સિદ્ધશિલા અને લોકાગ્રે સિદ્ધ ક્ષેત્રમાં અનંતા
સિદ્ધ પરમાત્માઓ બિરાજમાન છે. પ્રશ્ન ૨૦ - ઉર્ધ્વલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – ત્રીજું સનતકુમાર અને ચોથું માહેન્દ્ર દેવલોકની ઉપર અને પાંચમાં બ્રહ્મલોક દેવલોકના રિષ્ટ વિમાનના
પ્રસ્તરમાં ઉર્ધ્વલોકનો મધ્યભાગ આવેલ છે. પ્રશ્ન ૨૧ - લોકમાં કઈ ચાર વસ્તુ એક સરખી ૧ લાખ જોજનની છે? ઉત્તર – (૧) અપ્રતિષ્ઠન નામનો નરકાવાસ, સાતમી નરકે (૨) જંબુદ્વીપ, તિર્થ્ય લોકમાં (૩) પાલક વિમાન,
પહેલા દેવલોકે (૪) સર્વાર્થસિદ્ધ વિમાન પ્રશ્ન રર - લોકમાં કઈ ચાર વસ્તુ ૪૫ લાખ જોજનની છે? ઉત્તર – (૧) પ્રથમ નરકમાં સીમંતક નામનો નરકાવાસ (૨) મનુષ્ય ક્ષેત્ર (અઢી દ્વીપ) (૩) ઉડુ નામે પ્રથમ દેવલોક
નું વિમાન (૪) ઈષત્ પ્રાગભારા પૃથ્વી (સિદ્ધ શિલા) પ્રશ્ન ૨૩ - સિદ્ધ ભગવંતો કયા સ્થાને બિરાજે છે? તથા તેના સુખનું વર્ણન કરો. ઉત્તર – લોકના અાભાગ ઉપર ૪૫ લાખ જોજનની લાંબી પહોળી સિદ્ધશિલા છે. તે મધ્યમાં આઠ જોજન જાડી છે. ત્યારપછી ક્રમશઃ એક એક પ્રદેશ હીન થતાં સૌથી અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અત્યંત
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Newesoડત
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org