________________
(૨) વિશ્વદર્શનની વિશાળતા!
-
-
-
-
-
-
સાગવિશ્વ વિશાળ-વિરાટ અને જીવો તથા પુગલોથી ઠાંસોઠાંસ ભરેલ છે. સમગ્ર લોકાલોકના સ્વરૂપને કેવળજ્ઞાની ભગવંત પોતાના જ્ઞાનમાં નિહાળે છે. પણ આપણી બુદ્ધિ અલ્પ છે. આપણું જ્ઞાન ટૂંકું અને મર્યાદિત છે તથા કર્મોથી આવરિત છે. તેથી આપણે આખા લોકને જોવાની ક્ષમતા ધરાવતા નથી. પણ જ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ જોયેલ લોકસ્વરૂપને વર્ણવ્યું છે. ગણધર ભગવંતોએ તેને આગમના માધ્યમથી શ્રુતજ્ઞાનના અવલંબને આપણને સમજાવ્યું છે. તેને પ્રશ્નોત્તર દ્વારા અહીં આલેખિત કરેલ છે. પ્રશ્ન ૧ - લોક કોને કહેવાય છે? ઉત્તર – લોક શબ્દ " ધાતુ ઉપરથી બન્યો છે. “સુ” નો અર્થ છે જોવું. (To look= જોવું) આપણી
આંખોથી દેખાય તેટલો જ લોક નથી. પણ તેનાથી ઘણોજ વિસ્તૃત આ લોક છે. જ્યાં આપણે રહીએ
છીએ તેમજ ધર્માસ્તિકાય આદિ પાંચ દ્રવ્યો રહે છે, તેને લોક કહેવાય છે. પ્રશ્ન ૨ - અલોક કોને કહેવાય છે? ઉત્તર – જ્યાં આકાશ સિવાય બીજા કોઈ દ્રવ્યો હોતા નથી. તેને અલોક કહેવાય છે. લોકની ચારે બાજુ અવકાશ
= ખાલી જગ્યા છે. (Boundless sky) જ્યાં એકપણ જીવ કે પરમાણુ નથી. પ્રશ્ન ૩ - લોક ક્યાં રહેલો છે? ઉત્તર – અલોકની મધ્યમાં લોક રહેલો છે. જેમ કોઈ વિશાળ સ્થાનમાં શીકું લટકાવ્યું હોય તેમ અલોકની મધ્યમાં
લોક રહેલો છે. પ્રશ્ન ૪ - લોકનો આકાર કેવો છે? ઉત્તર – એક કોડિયું ઊંધુ રાખી તેના ઉપર બીજું સવળું કોડિયું મૂકીએ તેના ઉપર ત્રીજું ઊંધુ કોડિયું મૂક્વાથી
જેવો આકાર બને તેવી લોકનો આકાર છે. અને બીજી રીતે બે પગ પહોળા કરીને બન્ને હાથ કોણીના ભાગથી પહોળા કરી કમ્મર પર હાથના પંજા રાખીને ઊભા રહેલા મનુષ્યના ચિત્ર જેવો આ લોકનો
આકાર છે. અર્થાત્ લોક ‘સુપ્રતિષ્ઠિત સરલાના” આકારે છે. પ્રશ્ન ૫ - લોક કેટલો મોટો છે? તેનું માપ શું છે? ઉત્તર – આ લોક ચૌદ રાજુ પ્રમાણ લાંબો છે. તે નીચેના તળિયાના ભાગમાં સાત રાજુ પહોળો છે. અનુક્રમે
ઓછો થતા થતા સાત રાજુ ઉપર જતાં એક રાજુ પહોળો છે. ત્યાર પછી પુનઃ પહોળો થતાં વા રાજુ ઉપર જતાં પાંચ રાજુ પહોળો થાય છે. પુનઃ ઘટતા ત્રણ રાજુએ, અંતમાં એક રાજુ રહે છે. આ પ્રકારે સંપૂર્ણ લોક નીચેથી ઉપર સુધી ચૌદ રાજુ લાંબો છે. ઘનાકારના માપથી તે ૩૪૩ ઘન રાજુ પ્રમાણ છે. તે સંપૂર્ણ લોકના વિષમ સ્થાનને સમ કરવાથી સાત રાજુ લાંબો, સાત રાજુ પહોળો અને સાત રાજુ
ઊંચો તેનો ઘન કરવાથી ૭x૭x૭ = ૩૪૩ ઘન રાજુ થાય છે. પ્રશ્ન ૬ - લોકના કેટલા વિભાગ છે? ઉત્તર - લોકના ત્રણ વિભાગ છે. (૧) અધોલોક (પાતાળ લોક) (ર) તિ લોક (મધ્ય લોક) (૩) ઉર્ધ્વ લોક (ઉપર નો ભાગ).
| સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ | (m) !
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org