________________
પાતળી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જાડાઈ રહે છે. તે સિદ્ધશિલાની (ઈષપ્રાગભારા) પૃથ્વીથી અલોક દેશે ણા એક જોજન ઉપર છે. તે એક જોજનના છેલ્લા ગાઉનો છઠ્ઠો ભાગ એટલે ૩૩૩ ધનુષ અને ૨ આંગુલ પ્રમાણ જે ક્ષેત્ર છે. તેમાં સિદ્ધ ભગવંતો બિરાજે છે. તે સિદ્ધ ભગવંતો જન્મ-મરણ રૂપ સંસારના સર્વ સંકલેશ અને પ્રપંચોથી રહિત સાદિ અનંત સ્થિતિમાં જ્યાં છે, તેને “સિદ્ધ ક્ષેત્ર” કહેવાય છે. તે સિદ્ધ ભગવંતો કેવલજ્ઞાન કેવળ દર્શન રૂપ ઉપયોગ દ્વારા સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે છે અને દેખે છે. તે સિદ્ધોનું સુખ અવ્યાબાધ, શાશ્વત અને નિત્ય છે. જે દેવોના ત્રણેય કાળના સુખોથી પણ અધિક
છે. જેને સર્વ ઉપમાઓ ઓછી પડે છે તેથી અનુપમ છે. પ્રશ્ન ૨૪ - સિદ્ધ ભગવાન અને અલોક વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર – જેવી રીતે તડકા અને છાયા વચ્ચે કાંઈજ અંતર નથી, તેવીજ રીતે સિદ્ધ ભગવાન અને અલોક બન્ને
વચ્ચે કાંઈ અંતર નથી. પરસ્પર સ્પર્શીને તડકા-છાયાની જેમ રહેલા છે. પ્રશ્ન ૨૫ - સિદ્ધ શિલા પૃથ્વીના નામ કેટલા છે? ઉત્તર – (૧) ઈષત્ (૨) ઈલતું પ્રાગુભારા (૩) તનુ (૪) તનુતન (પ) સિદ્ધિ (6) સિદ્ધાલય (૭) મુક્તિ (૮) મુક્તાલય
(૯) લોકારા (૧૦) લોકા સ્કૂપિકા (૧૧) લોકાગ્ર પ્રતિબોધના (૧ર) સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વ સુહાવહા. આ બાર સિદ્ધશિલા પૃથ્વીના નામ છે.
કર્મ ભક્ત અનંત જીવો લોકના અગ્રભાગે સિદ્ધક્ષેત્રમાં સ્વભાવ સ્થિત થઈને રહે છે. જ્યાં ગયા પછી જન્મ-મરણ શરીર કર્મ કશું જ નથી. આ મોક્ષની પ્રાપ્તિ તે જ લોકસ્વરૂપ જાણવાનું ફળ છે. ચૌદ રાજલોકમાં ગમનાગમન કરતો આત્મા લોકાગ્રે જઈને સ્થિર થઈ જાય છે. તેવા આ સિદ્ધ પદની પ્રાપ્તિ માટે જ સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના કરવાની છે.
સ્કંધ
પ્રદેશ
પરમાણુ
G
sow
વિશ્વદર્શનની વિશાળતા !
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org