________________
અને તે પણ ખીચોખીચ કે જે અગ્નિથી બળે નહીં. વાયુથી ઉડે નહિ. ચક્વર્કીના સૈન્યથી પણ દબાય
નહિ. એક સમયે એક રોમખંડ કાઢતાં જેટલો સમય થાય તેને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ’ કહેવાય. આ સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમનાં સમયથી દ્વિીપ-સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે
આવા ર૫ ક્રોડાકોડી પલ્યોપમનાં જેટલાં સમયો તેટલાં સર્વ દ્વીપ-સમુદ્રો છે. અથવા આવાં અઢી સાગરોપમ (સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ)નાં સમયો જેટલાં દીપ-સમુદ્રો છે. પ્રશ્ન ૬ - બાદર અદ્ધા પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - જે વાલાચ = રોમખંડ કાઢવાનાં છે તે ઉપર પ્રમાણે જ સમજવું પરંતુ સો વર્ષે એક વાલા કાઢતાં જ્યારે
કૂવો ખાલી થાય ત્યારે બાદર અદ્ધા પલ્યોપમ કહેવાય છે. અહીં સંખ્યાતકાળ હોવાથી સંખ્યાતા સો
વર્ષ લાગે. પ્રશ્ન ૭ - સૂરમ અદ્ધા પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - અસંખ્યાતા સૂક્ષ્મ રોમખંડ (વાલાઝ નહિ, પણ તેમાંથી સો સો વર્ષે એક એક કાઢતાં અસંખ્યાતા વર્ષે
કૂવો ખાલી થાય તેને સૂક્ષમ અદ્ધા પલ્યોપમ કહેવાય છે.
આ પલ્યોપમ વડે જ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળના જીવોનાં આયુષ્યકર્મની સ્થિતિઓ, જીવોની કાયસ્થિતિઓ વગેરે અદ્ધા = કાળ મપાય છે. પ્રશ્ન ૮ – બાદર ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય છે? ઉત્તર - બાદર રોમખંડ (વાલા) ને અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશો અંદર તથા બહારથી પણ સ્પર્શીને રહ્યાં છે.
અને અસ્પર્શીને રહ્યાં છે. તેમાં સ્પર્શીને રહેલાં આકાશપ્રદેશો કરતાં અસ્પર્શીને રહેલાં આકાશપ્રદેશો ઘણાં છે. અહીં સ્પર્શેલા આકાશપ્રદેશોમાંથી એકેક આકાશપ્રદેશને એકેક સમયે બહાર કાઢતાં સર્વ
સ્પર્શેલાં આકાશપ્રદેશો જેટલાં કાળે ખાલી થાય તેને બાદર ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. પ્રશ્ન ૯- સૂમ ક્ષેત્ર પલ્યોપમ કોને કહેવાય? ઉત્તર - સૂક્ષ્મ રોમખંડોવાળા કૂવામાં સ્પર્શલા તથા નહિ સ્પર્શલાં આકાશપ્રદેશો તથા એક રોમખંડથી બીજા
રોમખંડની વચ્ચે પણ અસ્પષ્ટ આકાશ પ્રદેશો છે. આ રીતે બે પ્રકારનાં સ્પષ્ટ આકાશપ્રદેશો તથા બે પ્રકારનાં અસ્પૃષ્ટ આકાશપ્રદેશો દરેકને પ્રતિસમય એક એક બાર કાઢતાં જેટલાં કાળે કૂવો ખાલી થાય
તે સમયને સૂકમ ક્ષેત્ર પલ્યોપમ કહેવાય છે. ૧૨ માં દૃષ્ટિવાદ સૂત્રનાં કેટલાંક દ્રવ્યોને સ્પષ્ટ, કેટલાંકને અસ્કૃષ્ટ આકાશપ્રદેશથી માપેલાં છે. સારાંશ કે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમથી દૃષ્ટિવાદના દ્રવ્યો મપાય છે. પ્રશ્ન ૧૦ - સાગરોપમ કોને કહેવાય? ઉત્તર - ઉપરોક્ત દશ ક્રોડક્રોડ પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય છે. તેના પણ છ પ્રકાર ઉપર બતાવ્યા
મુજબ સમજવા. તેમાંથી અહીં દીપ - સમુદ્રોનું પ્રમાણ બતાવવા સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ તથા સૂક્ષ્મ ઉદ્ધાર
સાગરોપમનું પ્રયોજન છે. પ્રશ્ન ૧૧ - ક્રોડાકોડી કોને કહેવાય? ઉત્તર - કોઈપણ ક્રોડવાળી સંખ્યાને એક ક્રોડથી ગુણવાથી ક્રોડાકોડી થાય જેમકે ૨૫ ક્રોડક્રોડી એટલે ૨૫
ક્રોડને ૧ ક્રોડે ગુણવાથી જે સંખ્યા આવે તે રપ લાખ અબજ થાય (૨૫,OOOX ૧OOOO = ૨૫૦OOOOOO) પરંતુ પચ્ચીશ ક્રોડને પચ્ચીશ ક્રોડે ગુણવા નહિ.
જંબુદ્વીપની જાહોજલાલી !
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org