________________
૩ ૧૬, રર૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ અને ૧૩ અંગુલથી કંઈક અધિક આવે છે તે જંબુદ્વીપની
પરિધિ છે. પ્રશ્ન ૧૮ - જંબૂદ્વીપની ઊંડાઈ કેટલી છે? ઉત્તર - જંબૂઢીપની ઊંડાઈ એક હજાર યોજન છે. પ્રશ્ન ૧૯ - જંબૂદ્વીપની ઊંચાઈ કેટલી છે? ઉત્તર - જંબુદ્વીપની ઊંચાઈ કાંઈક અધિક ૯ હજાર યોજન છે. સર્વ મળી પરિમાણ સાધિક એક લાખ યોજન
આ ઊંચાઈ – ઊંડાઈ અંબૂદ્વીપની મધ્યમાં આવેલા મેરુપર્વતની અપેક્ષાએ સમજવી. પ્રશ્ન ૨૦ - જંબુદ્વીપનો આકાર કેવો છે? ઉત્તર - જંબુદ્વીપનો આકાર પરિપૂર્ણ ચંદ્રમાનાં આકાર જેવો તથા રથના પૈડાનાં આકાર જેવો ગોળ તથા.
(Circular) થાળી જેવો ગોળ છે. રૂપિયાનો સિક્કે થાળી જેવો સપાટ છે ને ? પણ જો તેને જમીન ઉપર ઊભો રાખીને એક આંગળીથી ઘસરકો આપીને ફેરવવામાં આવે તો તે કેવો લાગે ? દડ જેવો ગોળને ? બસ એ જ રીતે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે પૃથ્વી પણ હકીક્તમાં નારંગી કે દવા જેવી ગોળ નથી, પણ થાળી જેવી સપાટ છે. વળી આજનું વિજ્ઞાન કહે છે તેમ આપણી આ પૃથ્વી ફરતી
નથી પણ સ્થિર છે. પ્રશ્ન ૨૧ - જંબૂદ્વીપની બરાબર મધ્યમાં શું આવેલ છે? ઉત્તર - જંબૂદ્વીપની બરાબર મધ્યમાં મેરૂપર્વત આવેલ છે. પ્રશ્ન રર - જંબૂદ્વીપમાં કેટલાં વર્ષક્ષેત્રો છે અને તે ક્યા છે? ઉત્તર - જંબૂદ્વીપમાં સાત વર્ષક્ષેત્રો છે જે જંબૂદ્વીપનાં પૂર્વ-પશ્ચિમમાં લાંબા વિશાળ છ કુલગિરિ-મહાપર્વતો દ્વારા
વિભાજિત થયેલા છે. (૧) ભરત (ર) હૈમવત (૩) હરિવર્ષ (૪) મહાવિદેહ (૫) રમ્યફવર્ષ (6) હૈરણ્યવત
(૭) ઐરાવત આ સાત વર્ષક્ષેત્રો છે. પ્રશ્ન ૨૩ - જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં કેટલાં વર્ષક્ષેત્રો રહેલાં છે? ઉત્તર - જંબુદ્વીપનાં મેરુપર્વતની દક્ષિણમાં ત્રણ વર્ષક્ષેત્રો રહેલાં છે. (૧) ભરત (૨) હૈમવત (૩) હરિવર્ષ પ્રશ્ન ૨૪ - જંબુદ્વીપનાં મેરુપર્વતની ઉત્તરમાં કેટલાં વર્ષક્ષેત્રો રહેલાં છે? ઉત્તર - જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઉત્તરમાં ત્રણ વર્ષક્ષેત્રો રહેલા છે. (૧) રમ્યફવર્ષ (૨) હૈરાગ્યવત (3) ઐરવત.
જંબૂદ્વીપનાં મેરુપર્વતની ઉત્તર-ધાણમાં રહેલાં બે-બે ક્ષેત્રો લંબાઈ-પહોળાઈ-આકાર અને પરિધિથી સમાન માપવાળા છે. જેમકે (૧) ભરત અને ઐરાવત (૨) હૈમવત અને હૈરણ્યવત (૩) હરિવર્ષ અને રમ્યફવર્ષ. તે જ રીતે મેરુપર્વતની પૂર્વ-પશ્ચિમમાં રહેલા બે ક્ષેત્રો પણ લંબાઈ-પહોળાઈ-આકાર અને પરિધિથી સમાન છે. જેમ કે પૂર્વમહાવિદેહ અને અપરમહાવિદેહ તથા મેરુપર્વતની ઉત્તર-દક્ષિણમાં બે
“કુરા’ કહેલા છે. તે પણ લંબાઈ-પહોળાઈ આદિથી સમાન છે. તેના નામ (૧) દેવકુર (૨) ઉત્તર પ્રશ્ન ર૫ - આ ક્ષેત્રોમાં કર્મભૂમિના ક્ષેત્ર કેટલાં છે? અને અકર્મભૂમિના ક્ષેત્ર કેટલા છે? ઉત્તર - (૧) ભરત (૨) ઐરાવત (૩) મહાવિદેહ આ ત્રણ કર્મભૂમિના ક્ષેત્ર છે. અને (૧) હૈમવત (ર) હૈરણ્યવત
(૩) હરિવર્ષ (૪) રમ્યફવર્ષ (૫) દેવકુર (૬) ઉત્તરકુરુ આ છ ક્ષેત્ર અકર્મભૂમિના છે. પ્રશ્ન ર૬ - કર્મભૂમિ અને અકર્મભૂમિ કોને કહેવાય?
જેબૂદ્વીપની જાહોજલાલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org