________________
પ્રશ્ન ૭ - આ લોકનો મધ્યભાગ ક્યાં છે? ઉત્તર – રત્ન પ્રભા પૃથ્વીની પ્રથમ નરકની) ૧ લાખ અને ૮૦ હજાર જોજનની જાડાઈ છે. તેની નીચે ઘનોદધિ
ઘનવાત - તનવાત ના ત્રણ પટ્ટા છે અને તેની નીચે અવકાશાંતર (ખાલી જગ્યા-અવકાશ) આવે છે. તેનો અસંખ્યાતમો ભાગ ઉલ્લંઘન કરવા પર લોકનો મધ્યભાગ આવે છે. એટલે કે પ્રથમ રત્નપ્રભા
પૃથ્વી અને બીજી શર્કરા પ્રભા પૃથ્વીની વચ્ચે લોકનો મધ્યભાગ છે. પ્રશ્ન ૮ લોકનો સૌથી સંક્ષિપ્ત ભાગ અને અધિક સમ ભાગ કયાં છે? ઉત્તર – આ રત્નપ્રભા પૃથ્વીના ઉપર-નીચેના બે લઘુ (લ્લક) પ્રતરમાં લોકનો સૌથી સંક્ષિપ્ત ભાગ અને
સમભાગ છે. પ્રશ્ન ૯ - લોકસ્થિતિ કેવા પ્રકારની છે? ઉત્તર – લોક સ્થિતિ આઠ પ્રકારે છે. (૧) આકાશ પ્રતિક્તિ વાયુ છે. સૌથી નીચે આકાશ છે. તેના આધારે વાયુ
છે) (૨) વાયુ પ્રતિક્તિ ઉદધિ છે (વાયુના આધારે પાણી છે) (૩) ઉધિ પ્રતિક્તિ પૃથ્વી છે. પાણીના આધારે પૃથ્વી છે.) (૪) પૃથ્વી પ્રતિષ્ઠિત ત્ર-સ્થાવર પ્રાણી છે. (૫) જીવ પ્રતિક્તિ અજીવ છે. (૬) કર્મ પ્રતિક્તિ જીવ છે. (સકર્મક જીવ) (૭) જીવ સંગ્રહિત અજીવ છે. (૮) કર્મ સંગ્રહિત જીવ છે. આ રીતે
લોકની સ્થિતિ રહેલ છે. પ્રશ્ન ૧૦ - દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી લોકનું સ્વરૂપ કેવું છે? ઉત્તર – દ્રવ્યથી- લોક એક અને સાન્ત-અંત વાળો છે. આ લોકમાં છ દ્રવ્યો રહેલા છે. ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ રીતે જીવ-અજીવા દ્રવ્યોથી લોક ભરેલો છે. ક્ષેત્રથી- આ લોક અસંખ્ય કોયકોટી યોજનાનો લાંબો અને પહોળો છે અને અસંખ્ય કોટાકોટી યોજનની તેની પરિધિ છે. અને અંતવાળો છે. કાળથી- આ લોક હતો, છે અને રહેશે. તે ધ્રુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત છે. અને તેનો અંત નથી. એટલે અનંત છે. ભાવથીલોકમાં અનંત વર્ણપર્યાય, ગંધ પર્યાય, રસ પર્યાય, સ્પર્શ પર્યાય, ગુરુલઘુ-અગુરુલઘુ પર્યાય છે. તેનો પણ અંત નથી એટલે અનંત છે. સારાંશ- લોક દ્રવ્યથી અંતવાળો, ક્ષેત્રથી અંતવાળો, કાળથી અનંત અને
ભાવથી અનંત છે. પ્રશ્ન ૧૧ - અધોલોકનું માપ કેટલું છે? ઉત્તર – અધોલોક સાત રાજુથી કંઈક ઝઝેરો ઊંચો છે. તિર્ધ્વલોકમાં રહેલ મેરુપર્વતની પાસે સમપૃથ્વીથી
જોજન નીચેથી અધોલોકની શરૂઆત થાય એટલે કે આપણે રહીએ છીએ તે પૃથ્વીથી નીચે જી
જોજન જઈએ ત્યાંથી અધોલોક ગણાય છે. પ્રશ્ન ૧૨ - અધોલોકનો મધ્યભાગ કયાં આવેલ છે? ઉત્તર – ચોથી પંકપ્રભા પૃથ્વીના અવકાશાંતરના અડધાથી વધારે ભાગ જવા પર અધોલોકનો મધ્યભાગ આવેલ
પ્રશ્ન ૧૩ - અધોલોકમાં કઈ કઈ ગતિના જીવો રહે છે? ઉત્તર – અધોલોકમાં ચારે ગતિના જીવો રહે છે. દશ ભવનપતિ તથા પંદર પરમાધામી દેવોના સ્થાન છે. અને
ક્રમશ: પ્રથમથી સાત નરકના સ્થાન છે. જેમાં નારકી રહે છે. તેમજ મહાવિદેહની બે વિજય ૧0
જોજન ઊંડી નીચે અધોલોકમાં ગયેલ છે. તેમાં મનુષ્ય અને તિર્યંચો પણ રહે છે. પ્રશ્ન ૧૪ - અધોલોકમાં ભવનપતિના દેવો, પરમાધામી દેવો તથા નારકીઓ ક્યાં રહે છે? | (78) | વિશ્વદર્શનની વિશાળતા !
]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org