________________
(૩) સ્થવીરકલ્પ - શાસ્ત્રોકત વસ્ત્રાદિ ઉપકરણ રાખે
(૪) જિનકલ્પ - જઘન્ય ૨ ઉત્કૃષ્ટ ૧૨ ઉપકરણ રાખે.
(૫) કલ્પાતીત - અરિહંત, છદ્મસ્થ તીર્થંકર અને કેવલી, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, ચૌદ પૂર્વધારી વગેરે કલ્પાતીત છે.
પ્રશ્ન ૮૫ - ૧૪ ગુણસ્થાનમાં ૫ પ્રકારનાં કલ્પમાંથી કેટલા કલ્પ હોય ?
ઉત્તર ગુણસ્થાન
કેટલા કલ્પ ?
કયા ?
(કોઈપ નથી.)
—
૧ થી ૫ માં
૬ થી ૭ માં
૫
૪
૩
પ્રશ્ન ૮૬ - જ્ઞાન એટલે શું ? અને તેના કેટલા ભેદ છે ?
ઉત્તર
વસ્તુના બે પ્રકારના સ્વરૂપ છે. (૧) સામાન્ય (૨) વિશેષ. આમાંથી વસ્તુનો વિશેષ બોધ તેને જ્ઞાન કહેવાય છે.
૮, ૯, ૧૦ માં
૧૧ થી ૧૪ માં
(બધા)
(જિનકલ્પ વર્જી)
(સ્થિત, અસ્થિત, કલ્પાતીત)
તેના પાંચ પ્રકાર છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. (૧) મતિજ્ઞાન - યોગ્ય દેશ – ક્ષેત્રમાં રહેલ (વિષયનું) પદાર્થોનું મન અને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન તેને મતિજ્ઞાન કહેવાય છે.
68
તે મતિજ્ઞાનના ૨૮ ભેદ છે.
(૧) વ્યંજનાવગ્રહ - ઇન્દ્રિય અને (વિષય) પદાર્થના સંબંધથી થતો અત્યંત અવ્યક્ત બોધ
(૨) અર્થાવગ્રહ - વ્યંજનાવગ્રહ પછી આ કાંઈક છે તેવું અવ્યક્ત જ્ઞાન તે અર્થાવગ્રહ
(૩) ઈહા - આ શું હશે તેનો ાપોહ આ વસ્તુ લાગે છે તેવું નિશ્ચય તરફ ઢળતું જ્ઞાન તે ઈહા.
(૪) અવાય - આ વસ્તુ આ જ છે, તેવું નિર્ણયાત્મક જ્ઞાન તે અવાય.
(૫) ધારણા - નિર્ણિત વસ્તુને જ્ઞાનમાં સ્મૃતિ રૂપે ધારણ કરી રાખવી તે ધારણા.
તેમાં વ્યંજનાવગ્રહ આંખ અને મન સિવાય બાકીની ચાર ઇન્દ્રિયોથી થાય છે. આંખ અને મનથી સીધો પ્રથમ અર્થાવગ્રહ થાય છે. તેથી વ્યંજનાવગ્રહના ૪ ભેદ થાય. તથા
અર્થાવગ્રહાદિ ૪ ના ૪૪૬ = ૨૪ ભેદ થયા. એ રીતે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થયા.
આ મતિજ્ઞાનના શ્રુત નિશ્રિત અને અશ્રુતનિશ્રિત એવા બે ભેદ પણ શાસ્ત્રમાં બતાવ્યા છે.
તેમાં શ્રુતના અવલંબન વિના જ જે કયારેક વાચન અભ્યાસમાં ન આવેલ હોય પણ તેવા પ્રકારના ક્ષયોપશમથી તેમને જ્ઞાન થઈ જાય તે અશ્રુતનિશ્રિત મતિજ્ઞાન છે તેમાં ચાર પ્રકારની બુદ્ધિ કહી છે. (૧) ઔત્પાતિકી - કાર્યપ્રસંગે સ્વાભાવિક રીતે એકાએક જ ઉત્પન્ન થાય, જેમકે અભયકુમારની બુદ્ધિ (૨) વૈનયિકી - ગુરુ આદિનો વિનય કરતાં ઉત્પન્ન થાય
(૩) કાર્મિકી - કાર્ય કરતાં કરતાં ઉત્પન્ન થાય તે
(૪) પારિણામિકી - પૂર્વાપરના અનુભવથી અથવા વયના પરિપાકથી ઉત્પન્ન થાય તે. ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org