________________
આત્મ પરિણતિનું નામ સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ શુક્લ ધ્યાન છે. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર આ ધ્યાન હોય છે.
(૪) વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ - જ્યારે સર્વજ્ઞ ભગવાન શ્વાસોધ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો નિરોધ કરીને અયોગી બની જાય છે. ત્યારે યોગ જન્ય ચંચલતા નથી હોતી ત્યારે શૈલેશી દશાને પ્રાપ્ત કરી લે છે. આ ધ્યાનની દશામાં કર્મોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે અને પરમ શુદ્ધ આત્મા સિદ્ધાલયમાં બિરાજમાન થાય છે.
આ શુક્લ ધ્યાનનો પ્રથમભેદ પૃથત્વવિતર્ક સવિચાર ૮ માં ગુણસ્થાનથી ૧૨ માં ગુણસ્થાન સુધી હોય છે. બીજો ભેદ એત્વવિતર્ક અવિચાર-૧ર માં ગુણસ્થાનથી ૧૩ માં ગુણસ્થાનમાં જતી વખતે હોય છે. ત્રીજો ભેદ – સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિયોગ નિરોધ સમયે ૧૩ માંથી ૧૪ માં ગુણસ્થાનમાં જતા હોય છે.
ચોથો ભેદ વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ – ૧૪ માં ગુણસ્થાનમાં અયોગી કેવલીને હોય છે. પ્રથમ બે ભેદમાં શ્રુતનું અવલંબન છે. પછીના બે ભેદોમાં શ્રુતના અવલંબનની આવશ્યક્તા નથી.
સારાંશ - મનની સ્થિરતા તે છદ્મસ્થનું ધ્યાન છે. તે અંતર્મુહૂર્ત માત્ર રહે છે. યોગનો નિરોધ તે કેવળીનું ધ્યાન છે. (તેમાં ચિંતન નથી.) શૈલેશી અવસ્થા આ અયોગી કેવલીનું ધ્યાન છે. ધ્યાન વિના કોઈ આત્માની મુક્તિ થતી નથી. માટે મુમુક્ષુએ હમેશાં ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ પ્રશ્ન ૭૮ - ૧૪ ગુણસ્થાનમાં ૪ ધ્યાનમાંથી કેટલા ધ્યાન હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલા ધ્યાન ?
કયા ? ૧,૨૩ માં ૨ ધ્યાન
(આર્ત, રૌદ્ર) ૪૫ માં ૩ ધ્યાન
(આર્ત, રૌદ્ર, ધર્મ) ૬ % માં ૨ ધ્યાન
(આર્ત, ધર્મધ્યાન) ૭ માં ૧ ધ્યાન
(ધર્મધ્યાન) ૮ થી ૧૪ માં ૧ ધ્યાન
(શુક્લ ધ્યાન) પ્રશ્ન ૭૯ - ૧૪ ગુણસ્થાનમાં હીયમાન-વર્ધમાન-અવસ્થિત આ ત્રણ પરિણામમાંથી કેટલા પ્રકારના પરિણામ હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલા પ્રકારના પરિણામ?
કયા? ૧ લા માં ૩ પ્રકારના પરિણામ
(બધા) ૧ પ્રકારના પરિણામ
(હાયમાન) ૩ જા માં ૨ પ્રકારના પરિણામ
(હાયમાન, વર્ધમાન) ૪ થી ૯ માં ૩ પ્રકારના પરિણામ
(હાયમાન, વર્ધમાન, અવસ્થિત) ૨ પ્રકારના પરિણામ
(હાયમાન, વર્ધમાન) ૧૧ માં ૧ પ્રકારના પરિણામ
(અવસ્થિત) ૧ર માં ૧ પ્રકારના પરિણામ
(વર્ધમાન) ૨ પ્રકારના પરિણામ
| (વર્ધમાન-અવસ્થિત) ૧૪ માં ૧ પ્રકારના પરિણામ
(વર્ધમાન) પ્રશ્ન ૮૦ - ૧૪ ગુણસ્થાનમાં ૩ પ્રકારના વીર્યમાંથી કેટલા વીર્ય હોય? | (66) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપ છે.
૨ જા માં
૧૦ માં
૧૩ માં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org