________________
(૪) હીયમાન - ઉત્પન્ન થયા પછી અપ્રશસ્ત પરિણામને કારણે ઘટતું જાય. (૫) પ્રતિપાતિ - પ્રગટ થયા પછી નાશ પામે. (૯) અપ્રતિપાતિ - પ્રગટ થયા પછી કદી નાશ ન પામે - અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન અપાવીને જ રહે.
લોક સુધીનું અવધિજ્ઞાન પ્રતિપાતી હોય છે પરંતુ અલોકનો એક આકાશ પ્રદેશ પણ દેખવાની શક્તિ આવે એટલે તે અપ્રતિપાતી બની જાય છે. પ્રતિપાતી અને હીયમાનમાં તફાવત -
પ્રતિપાતી વીજળીના ઝબકારાની જેમ એક સાથે નાશ પામે, જ્યારે હાયમાન ધીમે ધીમે ઘટતું જાય છે.
આ અવધિજ્ઞાન દેવ અને નારકીને (ભવના કારણે) ભવપ્રત્યયિક હોય છે. અને મનુષ્ય અને તિર્યંચને (ગુણના નિમિત્તે) ગુણપ્રત્યયિક હોય છે. અવધિજ્ઞાનના ક્ષેત્રનો આકાર -
નારકી – ત્રાપાકારે ભવનપતિ – પાલાના આકારે વ્યંતર - પડહના આકારે
જ્યોતિષી – ઝાલરના આકારે વૈમાનિક ૧૨ દેવલોકના દેવ - મૃદંગના આકારે નવ રૈવેયકનાદેવ - ફૂલની ચંગેરીના આકારે અનુત્તર વિમાનના દેવ - યવનાલિકાના આકારે મનુષ્ય તિર્યંચ - વિવિધ આકારે.
(૪) મન:પર્યવજ્ઞાન - અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચોના મનરૂપે પરિણાવેલ મનોદ્રવ્યના પર્યાયો જેનાથી જણાય તે મન:પર્યવજ્ઞાન.
જો કે મન:પર્યવજ્ઞાનનો વિષય પણ રૂપી દ્રવ્યને જાણવાનો છે તેથી તેને જીવના ભાવો કે વિચારો સાક્ષાત જણાતા નથી, પરંતુ ચિંતન સમયે તે સામી વ્યક્તિ મનોવર્ગણાના પુદ્ગલોને કાયયોગથી ગ્રહણ કરી તેને મન રૂપે પરિણાવે છે તે દ્રવ્ય મનરૂપ પુદ્ગલોના આકાર (પર્યાય) ને મન:પર્યવજ્ઞાની સાક્ષાત જાણે છે અને “આવો આકાર છે માટે ‘આમ ચિંતવ્યું છે એમ અનુમાન કરીને તેના વિચારોને જાણે છે.
આ રીતે મન:પર્યવજ્ઞાની અઢી દ્વીપમાં રહેલ વ્યક્તિના મનોગત ભાવોને જાણે છે. મનઃ પર્યવજ્ઞાનના બે ભેદ છે. (૧) ઋજુમતિ - તે સામાન્યથી જાણે, જેમકે આ વ્યક્તિ ઘટનો વિચાર કરે છે.
(૨) વિપુલમતિ - વિશેષથી જાણે કે આ વ્યક્તિ લાલરંગની માટીના મોટા ઘટનો વિચાર કરે છે. ઋજુમતિ આવીને ચાલ્યું જાય છે. એટલે પ્રતિપાતિ છે. જ્યારે વિપુલમતિ તે ભવના અંત સુધી ટકી રહે છે. એટલે અપ્રતિપાતિ છે.
આ મન:પર્યવજ્ઞાન અપ્રમત વિશિષ્ટ લબ્ધિવંત મુનિને જ તપસ્યા આદિ ગુણોથી પ્રગટ થાય છે સામાન્ય વ્યક્તિને થતું નથી. (10) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન... ગુણસ્થાન સ્વરૂપ
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ | _|
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org