________________
વિખંભ – મોટાઈ (પહોળાઈ-જાડાઈ) માં શરીર પરિમાણ અને લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ-જીવ પ્રદેશોનો દંડ કરી ક્રોધના વિષયભૂત જીવાદિને બાળી નાખે છે. અને ઘણા તૈજસ શરીર નામ કર્મની નિરા
કરે છે. (૬) આહારક સમુદ્દઘાત - આહારક શરીરના પ્રારંભમાં થતો સમુદ્રઘાત આહારક શરીરની લબ્ધિવાળા આહારક
શરીર બનાવવાની ઇચ્છા કરતાં વિખંભ-મોટાઈમાં શરીર પ્રમાણ અને લંબાઈમાં સંખ્યાતા જોજન પરિમાણ જીવ પ્રદેશોના દંડને શરીરથી બહાર કાઢી યથા સ્થૂલ પૂર્વબધ્ધ આહારક નામ કર્મની નિર્જરા કરે છે. (વૈક્રિય, તૈજસ, આહારક ત્રણેયમાં તે જાતના કર્મોનો નાશ થાય છે. નવા કર્મો ગ્રહણ થતાં નથી પરંતુ તે શરીરોની
રચના માટે વૈક્રિય, આહારક, તૈજસના પુદ્ગલો ગ્રહણ કરવા પડે છે) (૭) કેવળી સમુદ્રઘાત - અંતર્મુહૂર્તમાં મોક્ષ પ્રાપ્ત કરનારા કોઈ કેવલી વેદનીય આદિ ત્રણ કર્મોની સ્થિતિ
આયુષ્યની સમાન કરવા આ સમુદઘાત કરે છે. કેવલી સમુદ્દઘાતનો સમય આઠ સમયનો છે. પ્રથમ સમયમાં કેવલી આત્મપ્રદેશોનો દંડ કરે છે. જાડાઈ પહોળાઈ શરીર પરિમાણ-લંબાઈમાં ૧૪ રાજલોક ઉપરથી નીચે લોકના અંત સુધીનો હોય છે. બીજા સમયમાં તે દંડનો કપાટ કરે છે અર્થાત્ તે દંડ રૂપ જીવના પ્રદેશોને પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-ધક્ષણમાં લાવે છે. ત્રીજા સમયે કપાટમાંથી મંથન (રવૈયાનો આકાર) કરે. તેમાં લોકાંત પર્યત આત્મપ્રદેશોને ચારે દિશામાં ફેલાવે છે. લોકનો અધિકાશભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે પરંતુ રવૈયાની માફક અંતરાલ પ્રદેશ ખાલી રહી જાય છે. ચોથા સમયમાં આંતરા પૂરે છે સમસ્ત લોક વ્યાપક આત્મા બની જાય છે. કારણ કે લોકાકાશ અને એક જીવના પ્રદેશ એક સરખા છે. ૫, ૬, ૭, ૮ માં સમયમાં તેનાથી વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરતો ૮ માં સમયમાં પુનઃ તેના આત્મપ્રદેશો શરીરસ્થ બની જાય છે. જેવી રીતે વસ્ત્રને લાવવા સંકોચવાથી તેમાં લાગેલ રજકણ ખરી જાય છે તેમ સમુદૂઘાતની ક્યિાથી આત્મપ્રદેશોથી સંબધ્ધ કર્મપુદ્ગલ પણ ખરી જાય છે. આઠ સમયમાં બાકીના કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મની સમાન થઈ જાય છે.
નોંધ - વેદના-કષાય-મારણાંતિક એ ત્રણ સમુદુધાત ઈરાદાપૂર્વક કરી શકતાં નથી. બાકીના કરી શકાય ક્વલી સમુદ્ધાત દરેક કેવળીને ન થાય. બહુઅર્થી પન્નવણામાં લખેલ છે કે જેને આયુષ્ય છ માસ બાકી હોય અને કેવળજ્ઞાન થાય તેમાં કોઈને આયુષ્ય અલ્પ, બીજા ત્રણ કર્મ વધારે હોય તો કેવળ સમુઘાત કરે છે. શેષ સમ કર્મવાળા કે છ મહિનાથી વધુ આયુષ્યવાળાને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ હોય તેને ન થાય.
કેવળ સમુઘાતનો સમય- આઠ સમય છે બાકી બધાં સમુદૂધાતનો સમય અંતર્મુહૂર્ત છે. આહારક સમુધાત આખી ભવરાશિમાં ૪ વાર, કેવળ સમુદૂધાત ૧ વાર, બાકી બધી અનંતવાર થાય છે. પ્રશ્ન ૭૪ - ૧૪ ગુણસ્થાનમાં ૭ સમુદ્દઘાતમાંથી કેટલા સમુદ્દઘાત હોય ? ઉત્તર ગુણસ્થાન
કેટલા સમુદ્ધાત? કયા? ૧,૨,૪,૫ માં
૫ સમુદૂધાત (પ્રથમના પાંચ) ૩ જા માં
૨ સમુદ્રઘાત (વેદના-કષાય) ૬ 8 માં
૬ સમુદ્દઘાત (કેવલસમુદ્યાત વર્જીને) ૧૩ માં
૧ સમુદુધાત (કેવલ સમુદ્યાત) બાકીના ૭ થી ૧૪ માં ૦ સમુદૂધાત (સમુદુધાત નથી) પ્રશ્ન ૭પ - સમોહયા અને અસમાયા મરણ કોને કહેવાય?
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org