________________
પારણામાં આયંબિલ અને વૈયાવચ્ચ કરનાર તેમજ વાચનાચાર્યને પણ હમેશાં આયંબિલ હોય છે. આ રીતે ૧૮ માસ સુધીનું આ વિશિષ્ઠ તપરૂપ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર પૂર્ણ કરી તે ગચ્છમાં ગુરુ સમીપે પાછ આવી જાય છે. અથવા જિનકલ્પ અંગીકાર કરે છે. આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર તીર્થંકર ભગવાનના સાનિધ્યમાં અથવા જેમણે આ ચારિત્રને તીર્થંકર ભગવાન પાસે પૂર્વે સ્વીકારેલ હોય તેની પાસે જ ગ્રહણ કરવામાં આવે છે. આ પરિહાર વિશુદ્ધિ ચારિત્ર (૫) ના પ્રભાવે તેને દેવાદિ કૃત ઉપસર્ગ, પ્રાણનાશક આતંક (ભયંકર રોગ) અને દુસહવેદના નથી થતી પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા પછીથી ઉપસર્ગાદિ થવાની સંભાવના છે.
જ્ઞાન- તે ચારિત્ર અંગીકાર કરનારને જધન્ય નવમાં પૂર્વની ત્રીજી આચાર વત્યુ સુધીનું અને ઉત્કૃષ્ટ દશ પૂર્વમાં કાંઈક ન્યૂન શ્રુતજ્ઞાન હોય છે.
(૪) સૂક્ષ્મ સંપરાય ચારિત્ર - જેમાં ક્રોધાદિનો (ત્રણ કષાયનો) ઉદય નથી માત્ર સૂક્ષ્મ લોભનો ઉદય વર્તે છે. તે દશમાં ગુણસ્થાનવાળા આત્માઓને આ ચારિત્ર હોય છે. તેના બે ભેદ છે. (૧) વિશુધ્ધમાન :- ક્ષપક શ્રેણિ અને ઉપશમ શ્રેણિ ચઢતા સાધુના પરિણામ ઉત્તરોત્તર વિશુદ્ધ બનતા જાય છે તે. (૨) સંક્લિશ્યમાન :- ઉપશમ શ્રેણીથી પડતાં સાધુના પરિણામ ક્રમશઃ હીન થતાં જાય છે (કષાયનો ઉદય થવાથી) તેથી તેને સંક્લિશ્યમાન ચારિત્ર કહેવાય છે.
(૫) યથાખ્યાત ચારિત્ર - આ ચારિત્ર વીતરાગ પરમાત્માએ કહ્યું તેવું ઉત્તમ કોટીનું તથા કષાય અને અતિચારથી રહિત છે. આ ચારિત્રમાં આત્માના પરિણામ અત્યંત શુદ્ધ નિર્મલ હોય છે. તેથી આ ચારિત્રને વીતરાગ ચારિત્ર પણ કહેવાય છે. ૧૧ માં ગુણસ્થાનથી ૧૪ માં ગુણસ્થાન સુધી આ ચારિત્ર હોય છે તેના પણ બે ભેદ છે. (૧) ઉપશાંત વીતરાગ ચારિત્ર (૨) ક્ષીણ વીતરાગ ચારિત્ર અગિયારમાં ગુણસ્થાનમાં ઉપશાંત વીતરાગ યથાખ્યાત ચારિત્ર હોય છે. ૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનમાં ક્ષીણ વીતરાગ યથાખ્યાત ચારિત્ર હોય છે. પ્રશ્ન ૩૧ - ૧૪ ગુણસ્થાનમાં ૫ ચારિત્રમાંથી કેટલા ચારિત્ર હોય ?
ઉત્તર – (૧) સામાયિક ચારિત્ર, (૨) છેોપસ્થાપનીય ચારિત્ર (૩) પરિહર વિશુદ્ધિ ચારિત્ર (૪) સૂક્ષ્મ સંપરાય
=
ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર
કેટલા ચારિત્ર ?
ગુણસ્થાન ૧ થી ૪ માં
૫ મે
૦ ચારિત્ર
૦ ચારિત્ર
૩ ચારિત્ર
૨ ચારિત્ર
૧ ચારિત્ર
૧૧, ૧૨, ૧૩, ૧૪ માં ૧ ચારિત્ર
પ્રશ્ન ૩૨ - ૧૪ ગુણસ્થાનમાં ૫ સમકિતમાંથી કેટલા સમિત હોય ?
ઉત્તર – (ઉપશમ, ક્ષયોપશમ, સાસ્વાદન, વેદક, ક્ષાયિક)
કેટલા સમિત ?
૬, ૭ માં
૮, ૯ માં
૧૦ મે
ગુણસ્થાન ૧, ૩ જે
૨ જે
૪ થી ૭ માં
Jain Educationa International
કયા?
(કોઈ ચારિત્ર નથી, અવિરતિ છે) (દેશથી સામાયિક ચારિત્ર છે.)
O
૧
૪
(સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર) (સામાયિક, છેદોપસ્થાપનીય) (સૂક્ષ્મ સંપરાય ચારિત્ર) (યથાખ્યાત ચારિત્ર)
કયા ?
(સમક્તિ નથી) (સાસ્વાદન સમતિ) (સાસ્વાદન વર્જીને)
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
For Personal and Private Use Only
51
www.jainelibrary.org