________________
પ્રાણ વિનાનો કોઈપણ સંસારી જીવ એક સમય પણ હોતો નથી.
બાકીના પ્રાણ જીવને ઉત્પન્ન થયા પછી ક્રમશ મળે છે. બીજા પ્રાણ સિવાય જીવન ટકી શકે છે પણ આયુષ્ય વિના જીવન ટકી શકતું નથી. માટે બધા દ્રવ્ય પ્રાણોમાં આયુષ્યપ્રાણ એ મુખ્ય છે. આયુષ્ય, શ્વાસોચ્છવાસ, કાયબલ અને સ્પર્શનેન્દ્રિય આ ચાર પ્રાણ તો એકેન્દ્રિયથી લઈ સર્વ સંસારી જીવોને હોય છે.
ભાવપ્રાણ - જીવની સાથે તાદામ્યથી જે જ્ઞાનાદિગુણો રહેલા છે તેને ભાવ પ્રાણ કહેવાય છે. જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય એ ચાર આત્માના ભાવપ્રાણ છે. સમગ્ર સંસારી જીવોને યથાયોગ્ય દ્રવ્ય પ્રાણ અને જ્ઞાનાદિભાવ પ્રાણ જરૂર હોય છે. જ્યારે સિદ્ધોને માત્ર ભાવપ્રાણ જ હોય છે. પ્રશ્ન ૪૫ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા પ્રાણવાળા જીવો હોય? ઉત્તર – પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ, મન, વચન, કાય બલ (પ+૩ =૮) (૯) શ્વાસોચ્છવાસ અને (૧૦) આયુષ્ય
= ૧૦ પ્રાણ ગુણસ્થાન કયા પ્રાણવાળા જીવ હોય છે? ૧લા માં
૪ થી ૧૦ પ્રાણવાળા જીવો હોય. રજા માં.
૬ થી ૧૦ પ્રાણવાળા જીવો હોય. ૩ થી ૧રમાં ૧૦ પ્રાણવાળા જીવ હોય ૧૩ માં
પ પ્રાણવાળા જીવો (મન,વચન, કાયબલ,શ્વાસોસ,આયુ) ૧૪ માં
૧ પ્રાણવાળા જીવો હોય (આયુષ્ય) પ્રશ્ન ૪૬ - દંડક એટલે શું? ઉત્તર – કર્મધારી જીવો ક્યાં કર્મના ઉદયરૂપ સજાને ભોગવે છે તે સ્થાનોને દંડક કહે છે. દંડક ૨૪ છે. પ્રશ્ન ૪૭ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા દંડકના જીવો હોય? ઉત્તર – ગુણસ્થાન ક્રમ કેટલા દંડકના જીવો? કયા?
૧ લા માં ૨૪ દંડકના જીવો હોય (બધા દંડકના) ૨ જા માં ૧૯ દંડકના જીવો હોય (પ સ્થાવરના વર્જીને) ૩ ૪ થામાં ૧૬ દંડકના જીવો હોય (પ સ્થાવર + ૩ વિગલેન્દ્રિય વર્જીને) ૫ માં
૨ દંડકના જીવો હોય (મનુષ્ય-તિર્યંચના) ૬ થી ૧૪ માં ૧ દંડકના જીવો હોય (મનુષ્યનો) પ્રશ્ન ૪૮ - યોનિ એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? ઉત્તર – જેમાં તૈજસ, કાર્મણ શરીરવાળા જીવો ઔદારિક વૈક્તિ શરીર યોગ્ય પુદ્ગલ સાથે મિશ્ર થાય તે યોનિ
અર્થાત જીવોનું ઉત્પત્તિસ્થાન તે યોનિ તેના ત્રણ ત્રણ પ્રકાર છે. (૧) શીત યોનિ (૨) ઉષ્ણયોનિ (૩) શીતોષ્ણયોનિ (૧) સચિત્ત (૨) અચિત્ત
(૩) મિશ્રયોનિ (૧) સંવૃત (ઢાંકેલ) (૨) વિવૃત (ઉધાડી) (૩) સંવૃતવિવૃત (૧) શંખાવર્ત - (ચક્રવર્તીના સ્ત્રીરત્નની યોનિ) જેમાં જીવો ઉત્પન્ન થાય છે પણ તે પ્રબળ કામાતુર હોવાથી તેની અંદરની અત્યંત ગરમીના કારણે શરીર નષ્ટ થઈ જાય છે તેથી તે ગર્ભના જીવનો ત્યાં જ વિનાશ થઈ જાય છે એટલે જન્મ લીધા પહેલા જ મૃત્યુ પામી જાય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org