________________
ગુણસ્થાન
યોગ ૧, ૨ માં
જઘન્ય-૧ યોગ, મધ્યમ-ર યોગ, ઉત્કૃષ્ટ-૩ યોગ. ૩ થી ૧૩ માં ૩ યોગ - (મન, વચન, કાયા) ૧૪ માં
અયોગી. પ્રશ્ન ૫ - શરીર એટલે શું? અને તે કેટલા પ્રકારના છે? ઉત્તર – પાંચ શરીર - ‘શીતિ તત્ શરીર' જે શીર્ણશીર્ણ થવાના સ્વભાવવાળું એટલે કે વિનાશ પામવાવાળું
છે તેનું શરીર કહેવાય છે. તે શરીર પુદગલોનું બનેલું હોય છે. શરીર નામ કર્મના ઉદયથી જીવને તે
પ્રાપ્ત થાય છે તેના પાંચ પ્રકાર છે. (૧) ઔદારિક શરીર - ઉઘર પુદગલો વડે બનેલું શરીર તે ઔદારિક શરીર છે. ઉદાર = ઉત્તમ, પ્રધાન અને સ્કૂલ
(૧) ધર્મ સાધના અને મોક્ષની પ્રાપ્તિ આ ઔદારિક શરીરની મદદથીજ થતી હોવાથી તેને ઉત્તમ કહ્યું.
(૨) તીર્થકરો, ગણધરો, ચક્રવર્તી આદિ ઉત્તમ પુરુષો આ શરીરને ધારણ કરનારા હોવાથી બધા શરીરોમાં આ શરીરને પ્રધાન કહ્યું.
(૩) ચાર શરીરના પુદ્ગલ સ્કંધોની અપેક્ષાએ આ શરીરનાં પુદગલકંધો સ્થૂલ છે તથા ઔદારિક શરીરની અવગાહના બીજા શરીરોથી મોટી એટલે 10 જોજનની હોવાથી આ શરીરને સ્થૂલ કહ્યું છે. (૨) વૈક્રિય શરીર - વિ = વિવિધ, ક્રિયા = ક્રિયારૂપ વિવિધ પ્રકારના રૂપ કરવામાં જે સમર્થ હોય તેને વૈકિય
શરીર કહેવાય છે. વૈકિય શરીરધારી જીવો નાના – મોટા, એક-અનેક, દેશ્ય-અદેશ્ય આદિ વિવિધ રૂપો કરી શકે છે. તેના બે પ્રકાર છે. (૧) ભવ પ્રત્યયિક - તે નારકી અને દેવને જન્મથી જ હોય છે.
(૨) લબ્ધિ પ્રત્યયિક - તે મનુષ્ય અને તિર્યંચને ગુણથી વૈકિય લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) આહારક શરીર - તે ૧૪ પૂર્વધર માત્માને તપશ્ચર્યા આદિ યોગે કરીને આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને
સ્ફટિક સમાન સફેદ, ઉત્તમ પુદ્ગલો ગ્રહણ કરીને જઘન્ય પોણા હાથ ઉત્કૃષ્ટ ૧ હથનું કોઈ ન દેખે તેવું અનુત્તર વિમાનના દેવોના શરીરથી પણ અધિક મનોહર, કાંતિવાળું ઉત્તમ શરીર બનાવે છે તેને આારક શરીર કહેવાય છે. આહારક શરીર ચાર કારણે કરવામાં આવે છે.
(૧) તીર્થકરના સમવસરણની ઋદ્ધિ જોવા માટે. (૨) મનની અંદર ઉત્પન્ન થયેલા સંશયનું સમાધાન કરવા માટે. (૩) શાસ્ત્રના સૂક્ષ્મ અર્થને જાણવા માટે. (૪) જીવદયા માટે,
તે મુનિ આ આહારક શરીરને જ્યાં તીર્થકર કે કેવલી ભગવંત વિચરતા હોય ત્યાં મોકલે છે. અને અંતર્મુહૂર્તમાં તે શરીર કાર્ય પૂર્ણ કરીને વિખેરાય જાય છે. આ આહારક લબ્ધિ આખી ભવરાશિમાં એક જીવને વધુમાં વધુ ચાર વાર પ્રાપ્ત થાય છે. (૪) તૈજસ શરીર - તેજના પુદ્ગલોથી બનેલું જે શરીર તેને તૈજસ શરીર કહેવાય છે. આ શરીર ઘણું સૂક્ષ્મ છે.
તે ઔદારિક-વૈકિય શરીરની સાથે સર્વ સંસારી જીવોને હમેશાં હોય છે. જન્માંતરમાં પણ સાથે જ જાય છે. આ શરીરને આયુર્વેદની ભાષામાં “જઠરાગ્નિ' કહે છે. જે આહારાદિને પચાવવાનું કામ કરે છે આપણા શરીરમાં જે ગરમી છે તે તૈજસ શરીરના કારણે છે તથા કોઈ જીવને તપશ્ચર્યાદિના પ્રભાવે તેજોલબ્ધિ
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org