________________
૧૦ મે
9 9
(સંજ્વલન ક્રોધ, માન, માયા, અને ૩વેદ વર્જીને) ૧૧, ૧૨ મે
(૪ મનના, ૪ વચનના, ૧ ઔદરિકનો યોગ) ૧૩ મે
(૨ મનના, ૨ વચનના, ઔદારિક, ઔદરિક, મિશ્ર
કાર્પણ કાયયોગ) ૧૪ મે
(કોઈ હેતુ નથી) પ્રશ્ન ૩પ - ગતિ કોને કહેવાય? અને તે કેટલી છે? ઉત્તર – ગતિ નામકર્મના ઉદયથી જીવની અવસ્થા વિશેષને ‘ગતિ' કહે છે. તે ચાર છે. નરક, તિર્યંચ, મનુષ્ય
અને દેવ પ્રશ્ન ૩૬ - ૧૪ ગુણસ્થાનમાં ૪ ગતિમાંથી કેટલી ગતિના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી ગતિ ?
કઈ ગતિ ? ૧ થી ૪ માં ૪ ગતિના જીવો હોય (નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ) ૫ માં
૨ ગતિના જીવો હોય તિર્યચ, મનુષ્ય) ૬ થી ૧૪ માં ૧ ગતિના જીવો હોય (મનુષ્ય) પ્રશ્ન ૩૭ - જાતિ એટલે શું? અને તે કેટલા પ્રકારની છે? ઉત્તર – જાતિ નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ જીવની એકેન્દ્રિય આદિ રૂપ અવસ્થાને જાતિ કહે છે. અથવા -
અનેક વ્યક્તિઓમાં એકપણાની પ્રતીતિ કરાવવાવાળા સમાન ધર્મને જાતિ કહે છે. જાતિ પાંચ છે (૧)
એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તે ઇન્દ્રિય (૪) ચરિન્દ્રિય (૫) પંચેન્દ્રિય. પ્રશ્ન ૩૮ - ૧૪ ગુણસ્થાનમાં ૫ જાતિમાંથી કેટલી જાતિના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી જાતિ?
કઈ ? ૧ લા માં
૫ જાતિના જીવ હોય (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય) ૨ જા માં ૪ જાતિના જીવ હોય (એકેન્દ્રિય વર્જીને). ૩ જાથી ૧૨ માં ૧ જાતિના જીવ હોય (પંચેન્દ્રિય) ૧૩ ૧૪માં
અહિંદિયા હોવાથી જાતિ નથી. પ્રશ્ન ૩૯ - કાય કોને કહેવાય? ઉત્તર – ત્રણ સ્થાવર નામકર્મના ઉદયથી જીવ જે શરીરમાં જન્મ ધારણ કરે તેને કાય અર્થાત્ કાયા કહે છે. પ્રશ્ન ૪૦ - ૧૪ ગુણસ્થાનમાં ૬ કાયમાંથી કેટલી કાયના જીવો હોય ? ઉત્તર – ગુણસ્થાન કેટલી કાય ?
કઈ ? ૧ લા માં ૬ કાયના જીવ હોય (પૃથ્વીકાય આદિ ત્રસકાય)
૨ જા થી ૧૪ માં ૧ કાયના જીવ હોય (ત્રસકાય). પ્રશ્ન ૪૧ - ઇન્દ્રિય એટલે શું? ઉત્તર – જીવ લોકના ઐશ્વર્યથી સંપન્ન છે તેથી તેને ઇન્દ્ર કહે છે. તે ઇન્દ્રના ચિહ્નને ઇન્દ્રિય કહે છે. પ્રશ્ન ૪ર - ૧૪ ગુણસ્થાનમાં પ ઇન્દ્રિયમાંથી કેટલી ઇન્દ્રિયવાળા જીવો હોય? ઉત્તર ગુણસ્થાન કેટલી અને કઈ ઇન્દ્રિય? ૧ લા માં ૧ થી ૫ ઈન્દ્રિયવાળા જીવો ધેય (સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય,
ચક્ષુઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય)
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Intemational
For Personal and Private Use Only
www.jainelibrary.org