________________
નિર્વિષય
૨ જા માં ૨ થી ૫ ઇન્દ્રિયવાળા જીવો હોય ૩ જા થી ૧૨ માં પ ઇન્દ્રિયવાળા જીવો હોય.
૧૩ ૧૪ માં ૦ (અનિન્દ્રિય) પ્રશ્ન ૪૩ - ૧૪ ગુણસ્થાનમાં કેટલા ઈન્દ્રિયના વિષયો હોય? ઉત્તર – સ્પર્શનેન્દ્રિયના ૮ વિષય, રસનેન્દ્રિયના ૫ વિષય, ધ્રાણેન્દ્રિયના ૨ વિષય, ચક્ષુઇન્દ્રિયના ૫ વિષય
શ્રોતેન્દ્રિયના ૩ = કુલ ૨૩ વિષય છે. ગુણસ્થાન જઘન્ય વિષય
ઉત્કૃષ્ટ વિષય ૧ લા માં
૨૩ ૨ જા માં ૧૩
ર૩ ૩ થી ૧ર માં
૩ ૧૩ ૧૪ માં નિર્વિષય પ્રશ્ન ૪૪ - પ્રાણ એટલે શું? અને તે કેટલા છે? ઉત્તર – જેના વડે જીવ જીવે છે તેને પ્રાણ કહેવાય છે. તેના બે ભેદ છે (૧) દ્રવ્યપ્રાણ (૨) ભાવપ્રાણ
દ્રવ્યપ્રાણ – જેના યોગે આત્માનો શરીર સાથે સંબંધ ટકી રહે તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. આ દ્રવ્ય પ્રાણ દશ છે. આ પ્રાણ જીવને જ હોય છે. જીવ સિવાય કોઈને હોતા નથી તેથી તેને “જીવન” પણ કહે છે. દશ પ્રાણ - પાંચ ઇન્દ્રિયના પાંચ પ્રાણ – મનોબલ, વચનબલ, કાયબલ, શ્વાસોધ્વાસ, આયુષ્ય. ઇન્દ્રિય – ઇન્દ્ર એટલે આત્મા. અને તેનું ચિહ્ન તે ઇયિ.
સંસારી દરેક જીવોને ઓછા વધતી ઇન્દ્રિયો હોય જ છે. આ ઇન્દ્રિયો દ્વારા શબ્દાદિ વિષયોનો અનુભવ તો આત્મા જ કરે છે. શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય. આ પાંચ ઇન્દ્રિય છે.
ત્રણ બલ - (૧) વિચાર કરવાની શક્તિ તે મનોબલ (૨) ઉચ્ચાર કરવાની શક્તિ તે વચનબલ (૩) ચાલવું વગેરે કાયાની પ્રવૃત્તિ કરવાની શક્તિ તે કાયબલ. આ ત્રણેય શક્તિ શરીરઘારી જીવને જ હોય છે. બલ અને યોગમાં શું તફાવત?
મનોબળની શક્તિથી જીવ જ્યારે વિચાર કરે ત્યારે મનોયોગ કહેવાય છે. વચન બોલવાની શક્તિથી (વચનબલથી) જીવ જ્યારે શબ્દોનો ઉચ્ચાર કરે ત્યારે વચનયોગ કહેવાય છે. કાયાથી જ્યારે ખાવા-પીવાની ગમનાગમનની પ્રવૃત્તિ થાય ત્યારે કાયયોગ કહેવાય છે. ટૂંકમાં બલ એ શક્તિ છે. યોગ તે શક્તિનો વ્યાપાર છે. બલ કારણરૂપે છે. યોગ કાર્યરૂપે છે.
શ્વાસોચ્છવાસ - શ્વાસ અને ઉદ્ઘાસની દેખાતી જે ક્યિા તેને જ શ્વાસોશ્વાસ પ્રાણ કહેવાય છે અને તે શ્વાસોધ્વાસ નામ કર્મથી શ્વાસ- ઉદ્ઘાસ લઈ મૂકી શકાય તેવી લબ્ધિ (શક્તિ) મળે છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિથી એ શક્તિ કાર્ય કરે છે. અને તેનાથી શ્વાસ લેવા મૂકવાની ક્રિયા દેખાય છે તે “શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.
શ્વાસોચ્છવાસને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસોડ્વાસ રૂપે પરિણાવી તેનું અવલંબન લઈને છોડી દેવા તેને પ્રાણ કહેવાય છે.
આયુષ્ય - આયુષ્ય કર્મના દલિકોનું વેદન, તેનાથી જીવ શરીરમાં ટકી રહે છે. આ દશ પ્રાણમાં આયુષ્ય I (4) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org