________________
લેશયા
૮ થી ૧ર માં ૧ વેશ્યા
(શુક્લ લેગ્યા) ૧૩ મે
(પરમ શુક્લ લેગ્યા) ૧૪ મે ૨ લેડ્યા
(અલેશી હોય) પ્રશ્ન ૩૦ - ચારિત્રનું સ્વરૂપ શું છે? અને તેના કેટલા ભેદ છે? ઉત્તર – અનંતાનુબંધી આદિ ૧૫ પ્રકૃતિના ક્ષય-ઉપશમ- ક્ષયોપશમથી થતાં જીવના ભાવ તેનું નામ ચારિત્ર છે.
તેના વ્યવહાર, નિશ્ચય એ બે પ્રકાર છે. સર્વ સાવદ્યયોગના ત્યાગ પૂર્વક, પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિ વગેરેનું પાલન તે વ્યવહાર ચારિત્ર છે. અને આત્મા પરભાવથી મુક્ત બની સ્વભાવમાં રમણ કરે તે નિશ્ચયચારિત્ર છે. જે ચારિત્ર દ્વારા કર્મનો આવતો આશ્રવ અટકે છે જૂના કર્મ ખપે છે. એટલે કે
સંવર-નિર્જરા થાય છે. તેને ચારિત્ર કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. (૧) સામાયિક ચારિત્ર - સમસ્ત સાવદ્યયોગનો ત્યાગ અથવા રાગદ્વેષ મૂલક વિષય-કષાય વધારનારી ક્રિયાઓનો
ત્યાગ. તેના બે ભેદ છે.
(૧) ઈરિક સામાયિક ચારિત્ર (અલ્પકાલીન) તે પ્રથમ તથા ચરમ તીર્થકરના સાધુઓને હોય છે. તે જધન્ય ૭ દિવસ, મધ્યમ ૪ માસ અને ઉત્કૃષ્ટ છ માસની પ્રથમ દીક્ષાવાળાને હોય છે.
(૨) વાવથિક સામાયિક ચારિત્ર - તે મધ્યના ૨૨ તીર્થકરના તથા મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને જીવન પર્યત હોય છે. (૨) છેદોપસ્થાપનીય ચારિત્ર - પૂર્વ પર્યાયનું છેદન કરીને શિષ્યને પુનઃ પાંચ મહાવ્રતમાં સ્થાપન કરવા. તેના ૨
ભેદ છે. (૧) સાતિચાર - તે પૂર્વ સંયમમાં દોષ લાગવાથી નવી દીક્ષા આપે
(૨) નિરતિચાર - શાસન કે સંપ્રદાય બદલીને ફરી દીક્ષા લે. જેમ પ્રભુ પાર્શ્વનાથના સાધુ પ્રભુ મહાવીરના શાસનમાં પુનઃદીક્ષિત થયા. અથવા ઈત્વરિક સામાયિક ચારિત્રવાળાને ફરી વડી દીક્ષા આપવામાં આવે છે. (૩) પરિહાર વિશુદ્ધિ ચારિત્ર - વિશિષ્ટ પ્રકારના તપ પ્રધાન આચરણનું પાલન વિશેષ કર્મની નિર્જરા માટે વીસ
વર્ષની દીક્ષા પર્યાય અને નવ પૂર્વના જ્ઞાની એવા વજઋષભનારાચ સંઘયણના ધારક નવ સાધુઓ ગુરુની આજ્ઞા લઈ ગચ્છની બહાર નીકળી ઉત્કૃષ્ટ ૧૮ મહિનાનું તપ કરે તેના બે ભેદ છે.
નિર્વિષ્ટકાયિક - તપ કરી લીધેલ હોય તે તથા નિર્વિશ્યમાનક - તપ કરનારા, આવા બે ભેદ છે. નવસાધુમાંથી ચાર સાધુ છ મહિના સુધી તપ કરે છે. ચાર સાધુ તેની વૈયાવચ્ચ કરે છે અને એક સાધુ વાચનાચાર્ય બને. ફરી જે ચાર સાધુ વૈયાવચ્ચ કરતાં હતા તે છ મહિના સુધી તપ કરે અને તપ કરતા હતા તે તેની વૈયાવચ્ચ કરે અને એક વાચનાચાર્ય બને. ફરી જે વાચનાચાર્ય (કલ્પસ્થિત) હતા, તે છ મહિના સુધી તપ કરે અને બાકીનામાંથી એક વાચનાચાર્ય બને. બાકીના તેની વૈયાવચ્ચ કરે. જો કે બધા સાધુ શ્રુતાતિશય સંપન્ન છે તો પણ આ પ્રકારે તેનો કલ્પ હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવે છે. તેમનું તપ આ પ્રમાણે
ઉનાળામાં જઘન્ય- એક ઉપવાસ, મધ્યમ-છઠ્ઠ ઉત્કૃષ્ટ-અટ્ટમ (૩ ઉપવાસ) શિયાળામાં જઘન્ય - 8 મધ્યમ-અટ્ટમ, ઉત્કૃષ્ટ-ચોલુ (૪ ઉપવાસ)
ચાતુર્માસમાં જઘન્ય- અટ્ટમ, મધ્યમ-ચોલ ઉત્કૃષ્ટ-પંચોલું (પ ઉપવાસ) (50) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org