________________
| ૧૧. ઉપશાંત કષાય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાન-| પ્રશ્ન ૮૫ - અગિયારમું ઉપશાંત કષાય વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – ચારિત્ર મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે, તેથી પ્રાપ્ત કર્યું છે વીતરાગપણું એટલે કે ઉપશાંત કષાય
વીતરાગ. પરંતુ જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી હજુ મસ્થપણું છે. છમ = ઢાંક્યું. કેવળજ્ઞાન તેમજ કેવળ દર્શનને ઢાંકનાર, જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મ છે. તે વાતિકર્મના ઉદયવાળો જીવ છદ્મસ્થ કહેવાય
છે. ઉપશમ શ્રેણિમાં મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થઈ જતાં આ ગુણસ્થાનની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનથી બે રીતે પતન થાય છે. (૧) ભવક્ષયથી - એટલે કે આ ગુણસ્થાને મૃત્યુ પામે તો તે ૪થા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. (૨) કાળક્ષયથી - આ ગુણસ્થાનની સ્થિતિ પૂરી થતાં જે રીતે ચઢયો હતો તે જ રીતે ઉતરતાં ઉતરતાં છa ગુણસ્થાન સુધી જાય છે ત્યાં કોઈ સ્થિર થાય છે અને કોઈ તેથી પણ નીચે પાંચમે, ચોથે જઈ સ્થિર થાય છે અને કોઈ પહેલાં ગુણસ્થાને પણ પહોંચે છે. પ્રશ્ન ૮૬ - ઉપશમ શ્રેણિ એક ભવમાં અને ભવરાશિમાં જીવ કેટલી વાર કરે ? ઉત્તર – ઉપશમ શ્રેણિ એક ભવમાં જીવ ઉત્કૃષ્ટથી બે વાર કરે અને ભવરાશિમાં પાંચવાર કરે.
નોંધ - સિદ્ધાંતના મતે જે ભવમાં ઉપશમ શ્રેણિ માંડે તે ભવમાં ક્ષપક શ્રેણિ ન માંડે કેમકે એક ભવમાં બે માંથી એક જ શ્રેણિ થઈ શકે છે.
૧૨. ક્ષીણ કષાય (વીતરાગ છ0) ગુણસ્થાનપ્રશ્ન ૮૭ - બારમું ક્ષીણ કષાય (વીતરાગ છદ્મસ્થ) ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – ચારિત્ર મોહનીય કર્મના સર્વથા ક્ષયથી પ્રાપ્ત થયું છે વીતરાગપણું પરંતુ ત્રણ ઘાતકર્મના
(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયના) ઉદયથી હજુ છક્તમસ્થપણું છે. તેથી ક્ષીણ કષાય વીતરાગ
છદ્રમ0 ગુણસ્થાન કહેવાય છે. દશમાં ગુણસ્થાનના અંતિમ સમયે સૂક્ષ્મલોભનો ક્ષય થઈ જાય છે. તેના પછીના સમયે તરત જ આ બારમાં ગુણસ્થાનને જીવ પ્રાપ્ત કરે છે અને અહીં મોહરાજા ઉપર પૂર્ણ વિજય મેળવી અંતર્મુહૂર્ત વિશ્રાંતિ લે છે. હવે અહીંથી કદી નીચે પડવાનું નથી. આ ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય કર્મનો સર્વથા ક્ષય કરી પછીના સમયે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રગટ કરતો સયોગી કેવલી (તેરમાં) ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે.
૧૩. સયોગી કેવલી ગુણસ્થાનપ્રશ્ન ૮૮ - તેરમું સયોગી કેવળી ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મન, વચન, કાયાના યોગ જેમને વર્તે છે તથા કેવળજ્ઞાન, કેવળદર્શન જેઓને છે તે સયોગી કેવલી
ગુણસ્થાન આ તેરમાં ગુણસ્થાનમાં તીર્થકર (અરિહંત) અને કેવલી બંને હોય છે. તે જીવે પૂર્વભવમાં વિશેષ આરાધનાથી અર્થાત્ અરિહંતની ભક્તિ વગેરે ૨૦ સ્થાનની આરાધના તેમજ ‘જગતના સર્વજીવો સુખી થઈ જાઓ તેવી ઉત્કૃષ્ટ ભાવનાના પ્રભાવથી તીર્થંકર-નાયગોત્ર બાંધ્યું છે તેને આ ભવમાં
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
*
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org