________________
(૧૦) નિષઘા - સ્મશાન, ગુફા વગેરે એકાંત સ્થાનમાં રહેવું. (૧૧) શૈયા - સમ - વિષમ સ્થાનમાં રહેવાની જગ્યા મળે, છતાં સહન કરવું (૧૨) આક્રોશ - બીજાઓ તરફથી થતો તિરસ્કાર, અપશબ્દ, ગુસ્સો આદિ સહન કરવા. (૧૩) વધ - કોઈ અધર્મી દુષ્ટ વ્યક્તિ મારે-પીટે ત્યારે સમભાવમાં રહેવું. (૧૪) યાચના - ભિક્ષા લેવા જતાં અપમાન કે અપશબ્દ સહન કરવા પડે (૧૫) અલાભ - ગોચરીમાં જોઈતી વસ્તુ ન મળે તો પણ તપ સમજીને સહન કરવું. (૧૬) રોગ - રોગાદિમાં થતી વેદના સમભાવે સહન કરવી. (૧૭) તૃણ સ્પર્શ - ક્યારેક તૃણની પથારીમાં સુવું પડે ત્યારે પણ સમભાવે રહેવું (૧૮) મલ - શરીર તથા વસ્ત્રો પરસેવા-ધૂળથી મલિન થાય તેને સહન કરવું. (૧૯) સત્કાર-પુરસ્કાર - માન સન્માન મળે તેમાં અભિમાન ન કરે આ અનુકૂળ પરિસહ છે.
(૨૦) પ્રજ્ઞા - બુદ્ધિનો ગર્વ ન કરે તથા તે જ્ઞાની હોવાથી કોઈ વારંવાર પ્રશ્નો પૂક્વા આવે તો કંટાળો ન લાવે કે આના કરતાં ન આવડતું હોત તો સારું હતું. અથવા બહુ મહેનત કરવા છતાં ન આવડે તો ખેદ ન કરે.
(૨૧) અજ્ઞાન - હું સંસારથી વિરક્ત થયો. કેટલા સંયમના કષ્ટો સહન કરું છું છતાં વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત ન થયું એવા વિચારો કરી ખિન્ન ન બને.
(રર) દર્શન - ચિનોક્ત તત્ત્વમાં સંદેહ ન કરે. બીજા મતોમાં ચમત્કાર, આડંબર જોઈને દર્શનથી-શ્રદ્ધાથી ચલિત ન થાય
આ પરિસો આવવાનું કારણ કર્મોનો ઉદય છે. આ બાવીસ પરિસહો ચાર કર્મના ઉદયથી આવે છે. (૧) જ્ઞાનાવરણીય (૨) મોહનીય (૩) અંતરાય (૪) વેદનીય. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી બે પરિસહ હોય છે. (૧) પ્રજ્ઞા પરિસહ (૨) અજ્ઞાન પરિસહ. દર્શન મોહનીય કર્મના ઉદયથી એક પરિસહ હોય છે. (૧) દર્શન પરિસહ. ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સાત પરિસહ હોય છે. (૧) અચલ (૨) અરતિ (૩)સ્ત્રી (૪) નિષઘા = બેસવાનો. (૫) આક્રોશ (૬) યાચના (૭) સત્કાર પુરસ્કાર અંતરાય કર્મના ઉદયથી એક પરિસહ હોય છે. (૧) અલાભ વેદનીય કર્મના ઉદયથી અગિયાર પરિસહ હોય છે. (૧) ક્ષુધા (૨) તૃષા (૩) શીત (૪) ઉષ્ણ (૫) દંશમશક (૬) ચર્યા (૭) શૈયા (૮) વધ (૯) રોગ (૧૦) તૃણ સ્પર્શ (૧૧) મલ.
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
(A)
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org