________________
| ૧૪. અયોગી કેવલી ગુણસ્થાન- | પ્રશ્ન ૯૦ - ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મન, વચન, કાયાના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારના યોગના અભાવથી આત્માની મેરુ જેવી નિષ્કપ
અવસ્થા જ્યાં હોય છે, તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાન અયોગી કેવલી ગુણસ્થાન છે. આને શૈલેષીકરણ પણ કહેવાય છે.
આ ગુણસ્થાનમાં કર્મ બંધના ચારમાંથી કોઈપણ હેતુ હોતા નથી. તેથી નવા કર્મ બંધાતા નથી અને જૂના કર્મના લિક જે ગુણ શ્રેણિ રૂપે ગોઠવાયેલા છે તે ઉદય દ્વારા ભોગવાતાં ભોગવાતાં ચરમ સમયે સર્વ કર્મ (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) ક્ષય થઈ જાય છે. શરીર ઔદારિક, તૈજસ, કાર્પણ સંપૂર્ણ પણે ત્યાગી સમશ્રેણિ, ઋજુગતિ, ઉર્ધ્વગતિ, અવિગ્રહ ગતિએ એક સમય માત્રમાં ત્યાં લોકનાં અાભાગે સિદ્ધક્ષેત્રે જઈ સિદ્ધ થાય છે.
આ રીતે “એરંડબીજ બંધન મુક્તવતુ, નિર્લેપ તુંબીવતુ, કોદંડમુક્ત બાણવતુ, ઈંધન વહિન મુક્ત ધૂમ્રવતું, સિદ્ધ ભગવંતો ત્યાં સિદ્ધ ક્ષેત્રે જઈ સાકારોપયોગ સિદ્ધ થાય છે. પ્રશ્ન ૯૧ - મુક્ત જીવની ઉર્ધ્વગતિના કારણ કયા કયા છે? ઉત્તર – મુક્ત જીવની ઉર્ધ્વગતિના કારણે ચાર છે.
(૧) પૂર્વ પ્રયોગ - જેવી રીતે કુંભકાર ચક્રને દંથી ઘુમાવીને મૂકી દે છે ત્યારપછી પણ થોડો સમય સુધી તે ચક્ર સ્વયં ર્યા કરે છે. તે રીતે મુક્ત જીવ પણ પૂર્વબધ્ધ કર્મોથી છૂટી જવા પછી પણ તેના નિમિત્તથી પ્રાપ્ત વેગ દ્વારા ગતિ કરે છે.
(૨) સંગરહિતતા - જેવી રીતે તુંબડા ઉપર રહેલ માટીનો લેપરૂપ સંગ છૂટી જવાથી તે તુંબડું પાણીની ઉપર આવી જાય છે. તેવી રીતે કર્મનો સંગ છૂટી જવાથી કર્મ મુક્ત જીવની પણ ઉર્ધ્વગતિ કહેલી છે.
(૩) બંધન નાશ - જેવી રીતે બંધનનો છેદ થવાથી એરંડાનું બીજ ઊંચે ઉડે છે. તેવી રીતે કર્મ બંધના વિચ્છેદથી જીવની ઉર્ધ્વગતિ થાય છે.
(૪) તથાગતિ પરિણામ - જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્ધ્વગામી છે. જેવી રીતે વાયુની તિર્ધોગતિ, માટીના ઢેફાની અધોગતિ અને અગ્નિજ્વાલાની ઉર્ધ્વગતિ સ્વભાવથી જ થાય છે તેમ આત્માની પણ ઉર્ધ્વગતિ સ્વભાવથી જ થાય છે. પ્રશ્ન ૯૨ - સિદ્ધ ભગવાન સિદ્ધક્ષેત્રથી ઉપર કેમ જતાં નથી ? ઉત્તર – સિદ્ધ ક્ષેત્રથી ઉપર અલોક છે. અને અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે. તેમજ ચાર કારણોથી જીવ
અને પુદ્ગલ લોકની બહાર જતાં નથી. (૧) આગળ ગતિનો અભાવ હોવાથી (૨) ઉપગ્રહ (ધર્માસ્તિકાય) નો અભાવ હોવાથી (૩) લોકના અંતભાગનાં પરમાણુઓ રૂક્ષ હોવાથી (૪) અનાદિ કાલનો સ્વભાવ
હોવાથી. આ રીતે ચાર કારણે મુક્ત જીવ સિદ્ધક્ષેત્ર (લોકાંત) થી ઉપર જતાં નથી. પ્રશ્ન ૯૩ - કેટલી સ્થિતિના આયુષ્યવાળા મનુષ્ય સિદ્ધ થઈ શકે? ઉત્તર – જઘન્ય નવ વર્ષના આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વના આયુષ્યવાળા સિદ્ધ થાય તેનાથી ઓછા કે
અધિક આયુષ્યવાળા સિદ્ધ થાય નહિ પ્રશ્ન ૯૪ - સિદ્ધ ભગવાનની અવગાહના કેટલા પ્રમાણની હોય છે? ઉત્તર – સિદ્ધ ભગવાનની અવગાહના પૂર્વભવના શરીરની અવગાહના કરતાં ત્રીજે ભાગે ન્યૂન હોય છે. અર્થાત્ | (4)
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org