________________
ભોગવવાનું જે સૈકાલિક અનંત સુખ છે તેને એકત્ર કરી તેના અનંત વર્ગ કરીએ તો પણ મોક્ષના સુખની તોલે આવી શકે નહિ. આ સિદ્ધના સુખની મીઠાશ સર્વજ્ઞ પ્રભુ સ્વયં જાણે, અનુભવે પણ ઘી ના સ્વાદની જેમ તેનું વર્ણન બીજા પાસે કરી શકાય નહિ. - સિદ્ધના સુખને કોઈ ઉપમા લાગુ પડતી નથી. છતાં જ્ઞાની પુરુષો તેને દષ્ટાંત આપી સમજાવે છે કે, જેમ એક જંગલમાં રહેતો વનવાસી માણસ જેણે કદી નગર જોયું ન હતું. એકદા કોઈ રાજા ભૂલો પડી જવાથી તેની પાસે આવ્યો. તે વનવાસી અને તેનો ઉચિત્ત સત્કાર કર્યો. અને તેને તેના નગરમાં પાછા પહોંચાડયા. રાજાએ તેને ઉપકારી માની તેને ઉત્તમ ભોજન, વસ્ત્ર, અલંકાર આપી સન્માન કર્યું. અને એક સુંદર મહેલમાં નિવાસ આપ્યો. સુખમાં દિવસો પસાર થતાં એક દિવસ તેને પોતાનું જંગલ, રહેવાસ, કુટુંબ વગેરે યાદ આવતાં રાજાની રજા લઈને વનમાં ગયો. ત્યાં તેના સ્વજનો મળ્યા તેને પૂછ્યું નગર કેવું હતું ? પણ અરણ્યમાં તે નગરની વસ્તુઓની કોઈ ઉપમા ન દેખાતા તે નગરનું વર્ણન કરી શકયો નહિ.
બસ, એ જ રીતે સિદ્ધના સુખને કોઈ ઉપમા લાગુ પડતી નથી. ડવ વત્થ ન વિફા
આવું અનુપમ, અનંત, આત્મિક સુખ સિદ્ધના જીવો સમયે સમયે માણી રહ્યા છે. અને અનંત-શાશ્વત ભવિષ્યકાળમાં સદા એ સુખ-સ્વરૂપમાં જ નિમગ્ન રહેશે.
ઉપસંહાર
સિદ્ધ ભગવાન ત્યાં સિદ્ધક્ષેત્રમાં કેવળજ્ઞાન આદિ અનંતગુણોમાં રમણતાં કરતાં અનંત સુખ આત્મિક સુખ માણતાં થકાં ત્યાં સાદિ અનંતકાળ સુધી રહે છે. તે સિદ્ધ ભગવંતોને સંસારમાં પાછું આવવાનું નથી. કારણ, સંસારના મૂળરૂપ રાગદ્વેષ અને સકલ કર્મનો ક્ષય થઈ ગયો છે. તેથી શરીર વિનાનો માત્ર શુદ્ધ જીવ- Pure and perfect સિદ્ધ ક્ષેત્રમાં જઈ અનંતકાળ સુધી ત્યાં જ સ્થિર રહે છે. આ કર્મ મુક્ત દશા અશરીરી અવસ્થાની પ્રાપ્તિ એ જ સર્વ સાધકનું સાધ્ય યાને ચરમ લક્ષ્ય છે.
ચાલો. ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org