________________
પૂર્વભવની ર/૩ ભાગ અવગાહનામાં તેમના પ્રદેશોનો ઘન થાય છે. સિદ્ધની – જઘન્ય અવગાહના મધ્યમ અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના
૧ હાથ, ૮ આંગૂલ ૪ હાથ ૧૬ આંગૂલ ૩૩૩ ધનુષ્ય ૩ર ગૂલ પ્રશ્ન ૯૫ - સિદ્ધ ભગવાનનું સંસ્થાન કેવા પ્રકારનું છે? ઉત્તર – સિદ્ધ ભગવાનનું સંસ્થાન (આકૃતિ) નિત્થસ્થ એટલે પૂર્વભવમાં જે શરીરની આકૃતિ છે તેનો
પોલાણવાળો ભાગ પૂરાય જવાથી તે પૂર્વનો આકાર બદલાઈ ભિન્ન પ્રકારનું અનિયત આકૃતિવાળું
સંસ્થાન થાય છે. આ સંસ્થાન કોઈ અલૌકિક પ્રકારે સ્થિત છે વાણી વડે તેનો આકાર કહી શકાતો નથી. પ્રશ્ન ૯૬ - એક સમયે કેટલા સિદ્ધ થાય? ઉત્તર – એક સમયે જઘન્ય એક ઉત્કૃષ્ટ ૧૮ સિદ્ધ થાય પ્રશ્ન ૯૭ - સિદ્ધ થવાનું અંતર કેટલું? ઉત્તર – સિદ્ધ થવાનું અંતર જઘન્ય એક સમય - ઉત્કૃષ્ટ છ માસ. છ માસ પછી અવશ્ય કોઈ સિદ્ધ થાય જ. પ્રશ્ન ૯૮ - સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્રનું સ્વરૂપ શું છે? ઉત્તર – તિર્થ્યલોકમાં અઢીદીપ પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે. તે ૪૫ લાખ યોજનનું છે તેનાથી બરાબર ઉપર સાત
રાજુ જતાં સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧ર યોજન ઉપર સિદ્ધશિલા આવે છે તે પણ ૪૫ લાખ યોજનની લાંબી પહોળી છે. મધ્યમાં ૮ યોજન જાડી છે. અને ઘટતાં ઘટતાં બંને કિનારા પર માખીની પાંખથી પણ અધિક
પાતળી છે. તે સિદ્ધશિલા શ્વેતવર્ણી સ્વભાવથી જ નિર્મળ અને ઉલ્ટા છત્રનાં આકારવાળી છે. સિદ્ધશિલાની એક યોજના ઉપર લોકનાં અગ્રભાગમાં ૪૫ લાખ યોજન લાંબા-પહોળા અને ૩૩૩ ધનુષ્ય ૩ર ગુલ પ્રમાણ ઊંચા ક્ષેત્રમાં અનંતસિદ્ધ ભગવંતો બિરાજે છે. તેને સિદ્ધ ક્ષેત્ર કહેવાય છે તે યોજનનો છેલ્લો એક ગાઉ તેના છઠ્ઠા ભાગ પ્રમાણ
પ્રશ્ન ૯૯ - તે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો કેવી રીતે રહેલાં છે? ઉત્તર – જ્યાં એક સિદ્ધ રહેલ છે, તેટલી જગ્યામાં) ત્યાં અનંત સિદ્ધો રહેલાં છે. તે સર્વલોકના અગ્રભાગને
સ્પર્શીને રહેલાં છે તે અરૂપી આત્મ પ્રદેશોનો ઘન છે. તેથી એક ક્ષેત્રમાં સ્વતંત્ર નિરાબાધપણે તેઓ સ્વ
સુખમાં લીન બનીને રહે છે. પ્રશ્ન ૧00 - સિદ્ધનું સ્વરૂપ અને તેનું સુખ કેવું છે? ઉત્તર – શરીર નીવથના જ્ઞાન ન નિક, સાિરે નિરાકારેoોપયોનિ ઋક્ષિત ! ज्ञानेन केवलेनैते कलयन्ति जगत्रयीम्, दर्शनेन च पश्यन्ति केवले नैव केवलाः ॥
- લોકપ્રકાશ અર્થાત્ - આ સિદ્ધના જીવો અશરીરી છે ફક્ત જીવસ્વરૂપ છે. જ્ઞાન દર્શનથી યુક્ત છે. સાકાર-નિરાકાર ઉપયોગ વડે લક્ષિત છે. તેઓ ત્રણ જગતને કેવળજ્ઞાનના ઉપયોગમાં જાણે છે અને કેવળદર્શનના ઉપયોગમાં દેખે છે. જેમ અરીસામાં સામે રહેલ વસ્તુનું પ્રતિબિંબ પડે તેમ કેવળજ્ઞાન કેવળદર્શનના અરીસામાં સર્વ લોકાલોકનાં તમામ ભાવો સમયે સમયે પ્રતિબિંબીત થાય છે.
આ સિદ્ધના જીવોને જે સુખ હોય છે. તે જગતમાં કોઈપણ ચક્વર્તી જેવા મનુષ્યને કે દેવો – દેવેન્દ્રોને પણ નથી હોતું. છેક અનુત્તર વિમાન સુધીના ત્રણેકાળના સર્વ દેવોનું ભોગવેલું, ભોગવાતું અને ભવિષ્યમાં
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
| (35) |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org