________________
ઉત્તર – વીતરાગ ભગવાન દ્વારા પ્રરૂપિત અસ્તિકાય ઘર્મ, તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરવા રૂપ
તત્ત્વરૂચિ. પ્રશ્ન ૪૨ - સમ્યગુદર્શનના અંગ કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર – ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮માં ગાથાની અંદર બતાવેલ છે કે સમ્યગદર્શનના આઠ અંગ છે.
निस्संकिय-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठीय ।
उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥ (૧) નિઃશંકતા - નિસંકિય) તીર્થંકરના વચનમાં પરમ આસ્થા, તેમાં કોઈપણ પ્રકારે શંકા ન કરવી.
(ર) નિષ્કાંક્ષતા - (નિખિય) અન્યદર્શનીના આડંબર દેખી તેની ઇચ્છા ન કરવી. તથા ધર્મકરણી દ્વારા આલોક અને પરલોકના ભૌતિક સુખની ઇચ્છા ન કરવી.
(૩) નિર્વિચિકિત્સા (નિશ્વિતિગિચ્છ) કરેલાં સત્ય આચરણનાં ફલમાં સંદેહ ન કરવો. (૪) અમૂઢષ્ટિ - (અમૂિિઠઅન્ય દેવાદિકમાં તથા તત્ત્વમાં અમૂઢતા. (મૂઢતા અનેક પ્રકારની છે, જેમ કે
૧. દેવમૂઢતા - રાગદ્વેષયુક્ત દેવોની ઉપાસના કરવી, તેના નિમિત્તે હિંસાદિ પાપ કરવા. ૨. ગુરુમૂઢતા - પતિત આચારવાળા સાધુઓને ગુરુ માનવા. ૩ લોકમૂઢતા - લોક પ્રચલિત કુપ્રથાઓ, કુરૂઢિઓના પાલનમાં ધર્મ સમજવો. ૪. શાસ્ત્રમૂઢતા - હિંસાદિનો ઉપદેશ દેનારાં ધર્મશાસ્ત્રોનું માનવાં.
૫. ધર્મમૂઢતા - આડંબર, પ્રપંચયુક્ત ધર્મને સાચો મોક્ષદાયી ધર્મ માનવો. આવી મૂઢતાથી રહિત દેષ્ટિ તે અમૂઢ ષ્ટિ (૫) ઉપબૃહણ - (qબૂણ) આત્મગુણની વૃદ્ધિ અને અન્યના જ્ઞાનાદિ ગુણો દેખી તેની પ્રશંસા કરવી.
(૬) સ્થિરીકરણ - થિરીકરણ) શ્રદ્ધા અને ચારિત્રથી ડગતાં જીવોને ધર્મમાં પુનઃ સ્થિર કરવા. તથા પોતાના આત્માને પણ આત્મભાવમાં સ્થિર કરવો. (૭) વાત્સલ્ય - (
વક્લતા) ચતુર્વિધ સંઘ તથા સાધર્મિકોની સાથે વાત્સલ્યતા રાખવી. જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ અને પ્રેમ રાખવો.
(૮) પ્રભાવના - (પભાવણા) બહુશ્રુત આદિ આઠ બોલથી જિનશાસનની પ્રભાવના કરે. પ્રશ્ન ૪૩ - સમ્યગુદર્શનની પ્રાપ્તિનો ક્રમ શું છે? ઉત્તર – સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિઓ હોવી આવશ્યક છે. તે પાંચ લબ્ધિ આ પ્રમાણે છે. (૧).
ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધિ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયોગ્ય લબ્ધિ (૫) કરણ લબ્ધિ. પ્રશ્ન ૪૪ - ક્ષયોપશમ લબ્ધિ એટલે શું? ઉત્તર – જ્યારે આયુષ્ય કર્મ સિવાય શેષ ૭ કર્મની સ્થિતિ ઓછી થતાં થતાં એક અંતઃકોટાકોટી સાગરોપમ
પ્રમાણ રહે છે, ત્યારે તે કર્મોના ક્ષયોપશમથી આત્મામાં સમ્યક્ત્વ ધારણ કરવાની યોગ્યતા ઉત્પન્ન થાય
છે તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. પ્રશ્ન ૪૫ - વિશુદ્ધિ લબ્ધિ એટલે શું?
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org