________________
પ્રશ્ન ૩૦ - દીપક સમ્યગુદર્શન કોને કહે છે? ઉત્તર – આ સમ્યગદર્શનવાળો જીવ દીપક સમાન હોય છે. જેમ દીપકની નીચે અંધારું હોય છે. તે રીતે તેને
તત્ત્વની શ્રદ્ધા હોતી નથી પરંતુ તેની પાસે તત્ત્વનું જ્ઞાન ઘણું હોય છે. તે તત્ત્વનું વિવેચન કરીને બીજાને
સમકિતી બનાવી દે છે, પરંતુ સ્વયં કોરો રહી જાય છે. નોંધ : સમ્યગદર્શનના ગમે તેટલા ભેદ હોય પરંતુ તેનાં મૂલમાં તો ‘દર્શનસપ્તકનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ જ હોય છે. પ્રશ્ન ૩૧ - સમ્યગદર્શનને પામવાની રૂચિ કેટલી છે? ઉત્તર – ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮ માં અધ્યયનમાં સમ્યગદર્શનને પામવાની દશ પ્રકારની રૂચિ બતાવી છે.
(૧) નિસર્ગરૂચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારૂચિ (૪) સૂત્રરૂચિ (૫) બીજરૂચિ (૬) અભિગમરૂચિ (૭) વિસ્તારરૂચિ (૮) ક્યિારૂચિ (૯) સંક્ષેપરૂચિ (૧૦) ધર્મરૂચિ. પ્રશ્ન ૩ર - નિસર્ગરૂચિ કોને કહે છે? ઉત્તર – પરોપદેશ વિના જ સમ્યત્વને આવરણ કરનારા કર્મની નિર્જરા થવાથી ઉત્પન્ન થતી તત્ત્વની રૂચિ. પ્રશ્ન ૩૩ - ઉપદેશ રૂચિ કોને કહે છે? ઉત્તર – ગુરુ આદિના ઉપદેશથી થતી તત્ત્વચિ. પ્રશ્ન ૩૪ - આજ્ઞારૂચિ કોને કહે છે? ઉત્તર – અરિહંતદેવ તથા ગુરુની આજ્ઞાની આરાધનાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૫ - સૂત્રરૂચિ કોને કહે છે? ઉત્તર – શાસ્ત્રોનો તન્મયતા પૂર્વક અભ્યાસ કરવાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૬ - બીજરૂચિ કોને કહે છે? ઉત્તર – જે રીતે પાણીમાં તેલનું બિંદુ પ્રસરી જાય તે રીતે તત્ત્વના બોધરૂપ એક પદથી અનેક પદોમાં જેની રૂચિ
થાય છે તે બીજરૂચિ છે. પ્રશ્ન ૩૭ - અભિગમ રૂચિ કોને કહે છે? ઉત્તર – ૧૧ અંગ, ૧ર ઉપાંગ આદિને અર્થ સહિત જાણવાથી અને અન્યને જ્ઞાનાભ્યાસ કરાવવાથી થતી તત્ત્વરૂચિ. પ્રશ્ન ૩૮ - વિસ્તાર રૂચિ કોને કહે છે. ઉત્તર – છ દ્રવ્ય, નવતત્ત્વ, દ્રવ્ય, ગુણ, પર્યાય, પ્રમાણ, નય, નિક્ષેપ આદિનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કરવાથી
થતી તત્ત્વચિ. પ્રશ્ન ૩૯ - ક્રિયારૂચિ કોને કહે છે? ઉત્તર – જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુપ્તિ આદિ ક્રિયાઓને ભાવપૂર્વક કરવાથી થતી
તત્ત્વરૂચિ. પ્રશ્ન ૪૦ - સંક્ષેપ રૂચિ કોને કહે છે? ઉત્તર – જેને કોઈપણ પ્રકારનો ઠરાહ કે કદાગ્રહ નથી અને વિશેષ જ્ઞાન પણ નથી છતાં પણ સંક્ષેપથી થતી
તત્ત્વચિ. પ્રશ્ન ૪૧ - ધર્મરૂચિ કોને કહે છે? [ (1e) | ચાલો, ચેતન ! ચઢીએ સોપાન. ગુણસ્થાન સ્વરૂપ
ચાલો. ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org