________________
પરિણામ ઉજ્જવળ બનવાથી દર્શનમોહનો ક્ષયોપશમ થાય છે. અને સમ્યગદર્શન પામી જાય છે તેને અધિગમજ સમ્યગદર્શન કહેવાય છે. પ્રશ્ન ૧૯ - આ સમ્યગદર્શનના પ્રકાર કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર આ સમ્યગ્રદર્શનના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) ક્ષાયિક સમકિત (૨) ઉપશમ સમતિ (૩) ક્ષયોપશમ
સમકિત (૪) વેદક સમક્તિ (૫) સાસ્વાદન સમકિત. પ્રશ્ન 20 - ક્ષાયિક સમકિત કોને કહે છે? ઉત્તર – ‘દર્શન સપ્તક' (અનંતાનુબંધી ચોક (-ક્રોધ-માન-માયા-લોભ) સમકિત મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને
મિશ્રમોહનીય) ના સંપૂર્ણ ક્ષયથી થતાં જીવના પરિણામ વિશેષને ક્ષાયિક સમક્તિ કહેવાય છે. તે એક વાર પ્રાપ્ત થયા પછી નાશ પામતું નથી અને ત્રણ કે ચાર ભવમાં અવશ્ય તે જીવનો મોક્ષ થાય છે.
ક્ષાયિક સમકિતની સ્થિતિ સાદિ અનંત છે. પ્રશ્ન ૨૧ - ઉપશમ સમકિત કોને કહે છે? ઉત્તર – ‘દર્શન સપ્તક ના ઉપશમથી થતાં જીવના પરિણામને ઉપશમ સમકિત કહેવાય છે. ઉપશમ = શાંત થવું
દબાઈ જવું જેમ ડહોળા પાણીમાં સ્ટકડી ફેરવવાથી માટી વગેરે નીચે બેસી જાય છે અને પાણી ઉપર સ્વચ્છ બની જાય છે તેમ મિથ્યાત્વ આદિનો ઉદય શાંત થવાથી જીવના પરિણામ વિશુદ્ધ બની જાય છે. પરંતુ જેમ પાણી હલવાથી પાછું ડહોળાઈ જાય છે તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના ઉદયથી જીવન પરિણામ અશુદ્ધ બની જતાં સમ્યક્ત્વ નાશ પામે છે. ઉપશમ સમતિની સ્થિતિ જધન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. તે સ્થિતિ પૂરી થતાં ત્યાંથી તે જીવ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરે અથવા ત્રીજા મિશ્ર
ગુણસ્થાને જાય અથવા તો મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. પ્રશ્ન રર - ક્ષયોપશમ સમકિત કોને કહે છે? ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત વચ્ચે શું તફાવત છે? ઉત્તર – મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી કષાયના ઉદય પ્રાપ્ત કર્મ દલિકોના ક્ષય અને અનુદિતના
ઉપશમથી અને સમક્તિ મોહનીયના ઉદયથી આત્મામાં થવાવાળા પરિણામ વિશેષને ક્ષયોપશમ સમક્તિ
કહેવાય છે. ક્ષયોપશમ સમક્તિની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાગરોપમ ઝાઝેરી છે. ઉપશમ સમકિત અને ક્ષયોપશમ સમકિત વચ્ચેનો તફાવત -
ઉપશમ સમકિતમાં અનંતાનુબંધી ચોક અને મિથ્યાત્વ મોહનીય, સમકિત મોહનીય, મિશ્રમોહનીય (=દર્શન સપ્તક) નો એ ૭ પ્રકૃતિનો ઉપશમ હોય છે એટલે કે વિપાકોદય કે પ્રદેશોદય બંને હોતાં નથી. જ્યારે ક્ષયોપશમ સમિતિમાં મિથ્યાત્વ મોહનીયનો પ્રદેશોદય અને સમક્તિ મોહનીયનો વિપાકોદય ચાલુ હોય છે. અને બાકીની પ્રકૃતિ જે ઉદયમાં આવેલી હોય તેનો ક્ષય અને સત્તામાં હોય તેનો ઉપશમ હોય છે. પ્રશ્ન ૨૩ - વેદક સમકિત કોને કહે છે? ઉત્તર – ક્ષયોપશમ સમક્તિમાંથી ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરતો જીવ સમકિત મોહનીયના છેલ્લા બેલિકોનું જ્યારે
વેદન કરે છે ત્યારે તેને વેદક સમકિત કહેવાય છે. તેની સ્થિતિ ૧ સમયની છે. પ્રશ્ન ૨૪ - સાસ્વાદન સમકિત કોને કહે છે? ઉત્તર – જીવ જ્યારે ઉપશમ સમકિતથી પતન પામીને મિથ્યાત્વ તરફ જતો હોય છે. ત્યારે અંતરાલમાં જે
સમ્યત્ત્વનું આસ્વાદન રહે છે, હજુ મિથ્યાત્વનો ઉદય થયો નથી તેને સાસ્વાદન સમક્તિ કહેવાય છે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ ૬ આવલિકાની છે.
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન! ગુણસ્થાન સ્વરૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org