________________
૨. સાસ્વાદન ગુણસ્થાનપ્રશ્ન ૧૨ - સાસ્વાદન ગુણસ્થાન કોને કહે છે. ઉત્તર – ઉપશમ સમકિતમાં રહેલાં જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં જ સમ્યગ્રદર્શનથી પતન પામે પરંતુ
હજુ મિથ્યાત્વના પરિણામને પ્રાપ્ત થયો નથી તેને સાસ્વાદન ગુણસ્થાન કહે છે. દા.ત. (૧) કોઈ પુરુષે ખીરખાંડનું ભોજન કર્યું, પછી વમન કર્યું ત્યારે સ્વાદ માત્ર રહ્યો તે સમાન સાસ્વાદન. (૨) સમ્યગદર્શનરૂપી પર્વતના શિખર પરથી અનંતાનુબંધી કષાયના ઉદયથી તે જીવ પતિત થયો પરંતુ મિથ્યાત્વરૂપ ભૂમિનો સ્પર્શ થયો નથી, વચ્ચેના કાળમાં જીવના જે પરિણામ હોય છે તેને સાસ્વાદન
સમકિત કહેવાય છે. પ્રશ્ન ૧૩ - આ ગુણસ્થાનમાં કયા જીવો આવે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં અભવી જીવ હોતા નથી. માત્ર ભવ્ય જીવ જ આવે છે અને તે પણ જેણે અંતર્મુહૂર્ત
માત્ર ઉપશમ સમકિતનો સ્પર્શ કર્યો હોય અને જેનો સંસારકાલ ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદ્ગલ
પરાવર્તનકાળ બાકી હોય તેવા ભવ્ય જીવો આવે છે. સારાંશ - આ પતનનું ગુણસ્થાન છે અહીંથી કોઈ ઉપર જતું નથી.
૩. મિશ્ર ગુણસ્થાનપ્રશ્ન ૧૪ - મિશ્ર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મિશ્ર મોહનીય કર્મના ઉદયથી સમકિતમિથ્યાત્વના મિશ્ર પરિણામ હોય તેને મિશ્ર ગુણસ્થાન કહે છે.
જેમ દહીંને સાકર મેળવી શ્રીખંડ બનાવતાં તેમાં એકલા દહીંનો સ્વાદ પણ નથી અને એકલી સાકરનો સ્વાદ પણ નથી તેમ સર્વજ્ઞ પ્રણિત ધર્મ અને અસર્વજ્ઞપ્રણિત ધર્મ બંનેમાં સરખા પરિણામ હોય તથા જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને અનાજ પ્રત્યે રૂચિ કે અરૂચિ થતી નથી કારણ કે, તેમણે અન્નાદિને કદી જોયું કે સાંભળ્યું નથી, તેવી રીતે જિનવચન પ્રત્યે રૂચિ કે અરૂચિનો ભાવ જેને નથી તેને સમ્યગુમિથ્યા
દેષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. પ્રશ્ન ૧૫ - આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ થાય છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં આયુષ્યનો બંધ થાય તેવા પરિણામ થતાં નથી તેથી અહીં આયુષ્યનો બંધ થતો નથી
અને કોઈ જીવનું મૃત્યુ પણ થતું નથી. સારાંશ - પહેલાં ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં જતો જીવ તથા ચોથા ગુણસ્થાનથી પહેલા ગુણસ્થાનમાં આવતો જીવ આ ગુણસ્થાનને સ્પર્શી શકે છે. પરંતુ સ્પર્શવું જ જોઈએ તેવો નિયમ નથી.
૪. અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનપ્રશ્ન ૧૬ - અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય તથા સમકિત મોહનીય
આ સાત પ્રકૃતિના ક્ષય, ઉપશમ તથા ક્ષયોપશમથી થવાવાળા તત્ત્વ શ્રદ્ધારૂપ જીવના પરિણામ તે
સમ્યગ્રદર્શન છે. તેને અવિરતિ સમ્યગુષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. (12) . ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org