________________
ઉત્તર – ક્ષયોપશમ લબ્ધિ ઉપરાંત આત્માના પરિણામો વિશેષ ભદ્ર, એટલે સરલ અને તેને વિશુદ્ધિ લબ્ધિ
કહેવાય છે. પ્રશ્ન ૪૬ - દેશના લબ્ધિ એટલે શું? ઉત્તર – ગુરુ ઉપદેશ, શાસ્ત્ર શ્રવણ આદિ સાંભળવા અને સમજવાની ક્ષમતાને દેશના લબ્ધિ કહે છે. પ્રશ્ન ૪૭ - પ્રાયોગ્ય લબ્ધિ એટલે શું? ઉત્તર – સંજ્ઞીપણું, પર્યાપ્તપણું આદિ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી જીવની યોગ્યતાને પ્રાયોગ્યલબ્ધિ કહે છે. પ્રશ્ન ૪૮ - કરણલબ્ધિ એટલે શું? ઉત્તર – આત્માના પરિણામને કરણ કહેવામાં આવે છે. તે પરિણામ ત્રણ પ્રકારના છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨)
અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. પ્રશ્ન ૪૯ - યથાપ્રવૃત્તિ કરણ એટલે શું? ઉત્તર – અનાદિ મિથ્યાદેષ્ટિ જીવ આ સંસારમાં વિવિધ પ્રકારના દુખોનો અનુભવ કરતાં, અકામ નિર્જરા કરતાં
કરતાં “નદી ઘોલન પાષાણ ન્યાયથી” (જેમ ઘસાતા ઘસાતા પથ્થર ગોળ બની જાય છે, તેમ દુખોને સહન કરતાં કર્મના આવરણ શિથિલ થતાં-પરિણામની વિશુદ્ધિ થતાં) યથાપ્રવૃત્તિકરણમાં આવે છે. ત્યાં આયુષ્ય કર્મ સિવાય શેષ સાત કર્મોની સ્થિતિ એક ક્રોક્રોડી સાગરોપમમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન જેટલી કરી દે છે. એટલે કે અંતો ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિ રહે છે. તેવા પ્રકારના સમક્તિને અનુકૂળ આત્માના પરિણામ વિશેષને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ કરણમાં જીવ રાગદ્વેષની.
દુર્ભેદ્ય ગ્રંથીની સમીપ પહોંચી જાય છે પણ ગ્રંથી ભેદ કરતો નથી. આ પ્રશ્ન ૫૦ - અપૂર્વકરણ એટલે શું? ઉત્તર – ક્રમશપરિણામની વિશુદ્ધિ થતાં થતાં જીવ યથાપ્રવૃત્તિકરણમાંથી અપૂર્વકરણમાં આવે છે. અપૂર્વ = આવા
પરિણામ પૂર્વે જીવને ક્યારેય પણ થયા ન હતા. આથી આ કરણને અપૂર્વકરણ કહેવાય છે. આ કરણને પ્રાપ્ત થયેલો જીવ વિશુદ્ધ પરિણામ રૂપ પ્રબળ પુરુષાર્થ દ્વારા રાગ-દ્વેષની (નિબિડતમ) દુર્ભેદ્ય ગ્રંથીનો
ભેદ કરે છે. આ કરણમાં અપૂર્વ ચાર કાર્યનો એકી સાથે પ્રારંભ થાય છે. (૧) અપૂર્વ સ્થિતિઘાત - કર્મની સ્થિતિ સમયે સમયે ઓછી થવી (૨) અપૂર્વ રસઘાત - સત્તામાં રહેલાં અશુભ કર્મ પ્રકૃતિઓનો રસ (અનુભાગ) સમયે સમયે ઓછો થવો. (૩) ગુણશ્રેણિ - સમયે સમયે અસંખ્યાત ગુણ કર્મલિકો ભોગવાય તે રીતે કર્મલિકોને ગોઠવવા.
(૪) અપૂર્વ સ્થિતિબંધ - સમયે સમયે નવા બંધાતા કર્મની સ્થિતિ ઓછી ઓછી બંધાવી. પ્રશ્ન ૫૧ - અનિવૃત્તિકરણ એટલે શું? ઉત્તર – અપૂર્વકરણથી આગળ વધેલો જીવ અધ્યવસાયની પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધિ કરતો અનિવૃત્તિકરણમાં
પ્રવેશ કરે છે. આ કરણમાં પ્રવેશ કરનાર દરેક આત્માનાં અધ્યવસાય એક સરખા હોય છે. તેથી અનિવૃત્તિ = અભિન્નતા અર્થ સમજવો. તથા અનિવૃત્તિ = સમક્તિ લીધા વિના પાછો ફરતો નથી. એ પણ અર્થ થાય છે. અપૂર્વકરણની માફક અહીં પણ સ્થિતિઘાત વગેરે ચારેય કાર્ય સમયે સમયે થયા કરે છે. આ કરણના અસંખ્યાત ભાગ ગયા બાદ જ્યારે એક અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણ કરે છે. (અંતરકરણનો અર્થ - મિથ્યાત્વની સ્થિતિના બે ભાગ કરી અંતર પાડવું એમ થાય છે. આ અનિવૃત્તિકરણનો
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org