________________
(૧) નરકનું આયુષ્ય (૨) તિર્યંચનું આયુષ્ય (૩) ભવનપતિનું આયુષ્ય (૪) વાણવ્યંતરનું આયુષ્ય (૫) જ્યોતિષીનું આયુષ્ય (૯) સ્ત્રીવેદ (૭) નપુંસક વેદ.
પ્રશ્ન ૬૩ - સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શું અનુભવ થાય છે ?
ઉત્તર – સમ્યગ્દર્શનનો સ્પર્શ થતાં વને અનિર્વચનીય આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. તેના આત્માના પ્રત્યેક પ્રદેશ સહજ સુખરસથી વિભોર બની જાય છે. જીવ અને શરી૨ જુદા છે એ ભેદ વિજ્ઞાનની અનુભૂતિ થાય છે. સંસારના ધન, વૈભવ, પરિવાર, શરીર આદિ પરભાવોમાં ક્ષણભંગુરતા અને નશ્વરતાનો બોધ થાય છે. તેથી તેના મમત્વના બંધન ઢીલા થાય છે.
પ્રશ્ન ૬૪ - સમ્યગ્દૃષ્ટિ જીવની વૃત્તિ પ્રવૃત્તિ કેવી હોય છે ? ઉત્તર – ‘સમ્યગ્દષ્ટિ જીવડો, કરે કુટુંબ પ્રતિપાલ અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખિલાવે બાળ'
સમ્યગ્દષ્ટ પોતાનું કર્તવ્ય સમજીને કુટુંબનું પાલન-પોષણ કરે છે પરંતુ તેમાં કર્તા બુદ્ધિ કે માલિકી રાખતો નથી. એમની પ્રવૃત્તિમાં પાપભીરૂતા હોય છે.
પ્રશ્ન ૬૫ - સમ્યગ્દષ્ટિની વૃત્તિને દૃષ્ટાંતથી સમજાવો.
ઉત્તર
કોઈ એક કુમારિકા જેમ તેના માતાપિતાની સાથે પોતાના ઘરમાં રહે છે. તેનું સગપણ થયું, હજુ લગ્ન થયા નથી. પરંતુ સગપણ થતાં જ તેની વૃત્તિ-ભાવના બદલાય જાય છે. જે ઘરમાં તે જન્મી છે, વરસોથી રહે છે, તે ઘર હવે તેને માટે પરાયું બની જાય છે તેનું મમત્વ ઓછું થઈ જાય છે. અને પતિના ઘરનું મમત્વ ને મહત્ત્વ વધી જાય છે. બસ તે જ રીતે સમ્યગ્દર્શન થતાં જીવની અંતરરૂિચ બદલાય જાય છે. તેને વ્રત-નિયમ-સાધના રૂચિકર લાગે છે પરંતુ કોઈ બાધક કારણોથી તે વ્રત આદિ લઈ શક્તો નથી. સંસારમાં રહે છે, કર્તવ્ય નિભાવે છે પણ તેની ભાવના ચારિત્ર અંગીકાર કરી જલ્દીથી મોક્ષરૂપ સ્વધરે પહોંચી જવાની હોય છે.
પ્રશ્ન ઃ - સમ્યગ્દર્શનનું માહાત્મ્ય શું છે ?
ઉત્તર
મોક્ષમાર્ગની પ્રાપ્તિના ચાર સાધનો બતાવ્યા છે.
(૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યકૂચારિત્ર (૪) સમ્યક્તપ. તેમાં સમ્યગ્દર્શનનું સ્થાન સૌથી પ્રથમ છે. કારણ કે સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન, ચારિત્ર અને તપ મોક્ષમાર્ગના સાધન બની શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮ માં અધ્યયનમાં કહ્યું છે કે,
नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा ।
अगुणिस्स नत्थ मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ॥
અર્થાત્ દર્શન વિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના ચારિત્ર નહિ, ચારિત્રગુણ વિના કર્મના ક્ષયરૂપ મોક્ષ નહિ અને
મોક્ષ વિના પરમશાંતિ નહિ.
सम्मत्तं ।
अंतोमुहुत्तं मित्तंपि फासियं हुज्ज जेहिं तेसिं अवड्ढपुग्गल-परियट्टो चेव
સંસારો ॥ (મોક્ષતત્ત્વ ગાથા-૫૩)
જે વોને અંતર્મુહૂર્ત માત્ર પણ એક વખત સમ્યગ્દર્શન સ્પર્શી ગયું હોય તે જીવને વધારેમાં વધારે દેશેગા અર્ધ પુદ્ગલ પરાવર્તન જેટલો જ સંસા૨કાળ રહે છે. તેથી એક વખત પણ સમ્યગ્દર્શન જીવને જો સ્પર્શી જાય
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
21
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org