________________
થવા ન દે. શુદ્ધ ઉપશમ સમકિત થવા ન દે તેવા મિથ્યાત્વ મોહનીયના શુદ્ધ દલિકોને સમકિત મોહનીય
કહે છે. પ્રશ્ન પ૮ - અનાદિ મિથ્યાષ્ટિ જીવને સૌથી પ્રથમ કયુ સમકિત પ્રાપ્ત થાય છે? ઉત્તર – પ્રથમ સમતિ પ્રાપ્તિ માટે બે માન્યતા છે.
(૧) કર્મગ્રંથિક માન્યતા (૨) સિદ્ધાંત માન્યતા.
(૧) કર્મગ્રંથના મતે - અનાદિ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ ઉપશમ સમ્યગ્રદર્શન થાય છે. અંતરકરણમાં મિથ્યાત્વ મોહનીયના ધલકોનાં ત્રણ પુંજ થાય પછી જો તેમાંથી શુદ્ધ પુજનો ઉદય થાય તો ઉપશમ સમકિતમાંથી ક્ષયોપશમ સમક્તિ પણ થઈ શકે છે.
(૨) સિદ્ધાંત મતે - પ્રથમ ક્ષયોપશમ સમક્તિ થાય છે. અને તે ક્ષયોપશમ સમક્તિ પામવાવાળો જીવ અપૂર્વકરણમાં જ ગ્રંથભેદ કરીને મિથ્યાત્વ મોહનીયના દલિકોનાં ત્રણ પુંજ કરે છે. તેમાંથી શુદ્ધ પુજનો ઉદય થતાં ક્ષયોપશમ સમક્તિ પામે છે. પ્રશ્ન પ૯ - પાંચ સમકિત કેટલી વાર આવે? ઉત્તર – ઉપશમ સમકિત - સંપૂર્ણ વિરાશિમાં પાંચ વાર આવે.
સાસ્વાદન સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં પાંચ વાર આવે. ક્ષયોપશમ સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં અસંખ્યાત વાર આવે. સાયિક સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં એક વાર આવે.
વેદક સમકિત - સંપૂર્ણ ભવરાશિમાં એક વાર આવે. પ્રશ્ન ૬૦ - સમ્યગુદર્શન કોણ પ્રાપ્ત કરી શકે? ઉત્તર – (૧) ભવ્યજીવ (૨) ભવસ્થિતિની પરિપકવતા = સંસાર પરિભ્રમણની કાલ મર્યાદાવાળો (૩) ચાર ગતિનો
પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય (૪) ત્રણ પ્રશસ્ત વેશ્યાવાળો. (૫) સાકાર ઉપયોગવંત (૬) જાગૃત (નિદ્રામાં નહીં) (૭) અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વિશુદ્ધ પરિણામ વાળો (૮) કષાયની અત્યંત
મંદતાવાળો (૯) શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્થા આદિ સમક્તિના લક્ષણમાં ઉપયોગવાળો. પ્રશ્ન ૬૧ - સમ્યગદર્શનનું ફળ શું છે? ઉત્તર – સમ્યગદર્શનની પ્રાપ્તિનાં આધ્યાત્મિક તેમજ વ્યાવહારિક ફળ આ પ્રમાણે છે.
(૧) ભવના કારણ રૂપ મિથ્યાત્વનો નાશ થાયછે. (૨) તે જીવ પરિત્તસંસારી (સંસારકાળ મર્યાદિત) બને છે. (૩) તે જીવ તે જ ભવમાં જઘન્ય અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ અર્ધપુદગલ પરાવર્તન કાળમાં અવશ્ય મોક્ષને પામે
(૪) તેના ઉત્તરોત્તર જ્ઞાન, દર્શન, ચારિત્રની વૃદ્ધિ થાય છે. આ અધ્યાત્મ ફળ છે. અને સમ્યગુદૃષ્ટિ મનુષ્ય, તિર્યંચ તે વૈમાનિક દેવ સિવાય અન્ય ગતિનું આયુષ્ય બાંધતા નથી. સમ્યગુદૃષ્ટિ નારકી-દેવ તે મનુષ્ય ગતિનું જ આયુષ્ય બાંધે છે આ તેનું વ્યાવહારિક ફળ છે. પ્રશ્ન ૬ર - સમ્યગુદૃષ્ટિ કેટલા બોલ ન બાંધે ? ઉત્તર – સમ્યગૃષ્ટિ નીચેના સાત બોલ ન બાંધે.
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
20
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org