________________
જ એક વિભાગ છે. પણ ચોથું કરણ નથી.) અનિવૃત્તિકરણનાં કાલમાં મિથ્યાત્વના કર્મલિકોનાં બે ભાગ થઈ જાય છે. પ્રથમ ભાગના દલિકો ઉદીરણા દ્વારા શીઘ્ર ઉદયમાં આવીને નષ્ટ થાય છે અને બીજા વિભાગના ઈલકો (જે સત્તામાં છે, તે અંતર્મુહૂર્ત સુધી ઉદયમાં ન આવી શકે તે રીતે ઉપશાંત થઈ જાય છે. આ મિથ્યાત્વના લિકોના ઉદય વિનાનો ખાલી ભાગ તે અંતરકરણ અને તેના પહેલા જ સમયે ઉપશમ સમ્યગદર્શન પ્રગટ થાય છે. પ્રશ્ન પર - ઉપશમ સમકિતના અનુભવ વખતે સત્તામાં રહેલ મિથ્યાત્વના દલિકોમાં શું ફેરફાર થાય છે? ઉત્તર – ઉપશમ સમકિતના અનુભવકાળમાં સત્તામાં રહેલ મિથ્યાત્વમોહનીયના હેલિકોનાં ત્રણ પુંજ થાય છે.
(૧) શુદ્ધપુંજ - સમકિત મોહનીય. (૨) અર્ધ શુદ્ધપુંજ - મિશ્ર મોહનીય. (૩) અશુદ્ધ પુંજ - મિથ્યાત્વ મોહનીયા ઉપશમ સમક્તિની અંતર્મુહૂર્તની સ્થિતિ પૂર્ણ થતાં જે પેજનો ઉદય થાય તે પ્રમાણે જીવ અવસ્થાને પામે છે.
શુદ્ધપુંજ - સમક્તિ મોહનીયનો ઉદય થાય તો ઉપશમ સમકિતમાંથી ક્ષયોપશમ સમકિત પામી ચોથા ગુણસ્થાનમાં જ રહે છે.
અર્ધશુદ્ધ પુંજનો ઉદય થાય તો ત્રીજે ગુણસ્થાને જાય છે.
અશુદ્ધ પુંજનો ઉદય થાય તો પ્રથમ ગુણસ્થાને ચાલ્યો જાય છે. પ્રશ્ન પ૩ - ત્રણ પુંજને સચેષ્ટાંત સમજાવો. ઉત્તર – (૧) અશુદ્ધ પુંજ (તે પૂર્ણ આવરણ) મેલું કપડું મલિનપાણી, માદક દ્રવ્ય (૨) અર્ધશુદ્ધ પુંજ (તે અર્ધ
આવરણ) માત્ર પાણીથી ધોયેલ કપડું થોડું ઓછું મલિન થયેલ પાણી, અર્ધશુદ્ધ માદક દ્રવ્ય. (૩) શુદ્ધ
પુંજ – (તે પારદર્શક પદાર્થનું આવરણ) - સાબુથી ધોએલ વસ્ત્ર, સ્વચ્છ પાણી, પૂર્ણ શોધિત માદક દ્રવ્ય. પ્રશ્ન ૫૪ - સાસ્વાદન સમકિતને જીવ કયારે પામે ? ઉત્તર – (૧) ઉપશમ સમકિતના અંતર્મુહૂર્તની છેલ્લી છ આવલિકા અથવા જઘન્ય એક સમય બાકી રહેતા કોઈ
સમ્યગ્રદર્શનના મંદ પરિણામી જીવને અનંતાનુબંધી કષાયનો ઉદય થતાં સાસ્વાદન ગુણસ્થાનને પામીને મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચાલ્યો જાય ત્યારે સાસ્વાદન સમકિતને જીવ પામે. અથવા.... (૨) ઉપશમ શ્રેણિથી પડતા ઉપશમ સમકિતવંત ઉપશમ સમક્તિને અંતે સાસ્વાદન ગુણસ્થાનમાં થઈને મિથ્યાત્વમાં જાય
ત્યારે. સાસ્વાદન સમકિત પામે. પ્રશ્ન પપ - મિથ્યાત્વ મોહનીય કોને કહેવાય? ઉત્તર – જે કર્મનો ઉદય થતાં સમ્યગદર્શન ગુણનું વિપરીત પરિણમન થાય એટલે કે મિથ્યાદર્શન થાય. જીવ
અજીવ આદિ તત્ત્વોનો વિવેક થઈ શકે નહીં. તત્ત્વમાં અરૂચિ અને અતત્ત્વમાં રૂચિ થવી તેને મિથ્યાત્વ
મોહનીય કહે છે. પ્રશ્ન પ૬ - મિશ્ર મોહનીય કોને કહેવાય? ઉત્તર – જેના ઉદયથી સમ્યગદર્શન અને મિથ્યાદર્શનના મિશ્ર પરિણામ થાય ન પૂરી તત્ત્વની રૂચિ કે તત્ત્વની
અરૂચિ હોય. પ્રશ્ન પ૭ - સમકિત મોહનીય કોને કહેવાય? ઉત્તર – જે કર્મના ઉદયથી સમ્યગુદર્શન તો રહે પણ કોઈ દોષ, અતિચાર લાગે. એટલે કે શુદ્ધ ક્ષાયિક સમકિત સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(19) |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org