________________
જીવના ભાવોની શુદ્ધિ-અશુદ્ધિનો આધાર નિમિત્ત-ઉપાદાન બને છે. અશુદ્ધિનું ઉપાદાન કષાયની તીવ્રતા છે, અને તેના નિમિત્ત કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાના અશુભ પુદ્ગલો છે. શુદ્ધિનું ઉપાધન કષાયની મંદતા છે. અને તેના નિમિત્ત તેજો, પદ્મ, શુક્લ લેગ્યાના શુભ પુદગલો છે. જેમ જેમ કષાયની મંદતા થતી જાય છે, તેમ તેમ ભાવોની શુદ્ધિ થતી જાય છે. સંવર-નિર્જરામાં પણ વૃદ્ધિ થતી જાય છે. નીચે નીચેના ગુણસ્થાનોમાં અશુદ્ધિનો પ્રકર્ષ હોય છે શુદ્ધિનો અપકર્ષ હોય છે. અને જેમ જેમ ઉપરના ગુણસ્થાનોમાં જઈએ તેમ તેમ અશુદ્ધિનો અપકર્ષ થતો જાય છે અને શુદ્ધિ (જ્ઞાનાદિ ગુણો) નો પ્રકર્ષ થતો જાય છે. અને પૂર્ણ કષાયોનો ક્ષય-અભાવ થઈ જાય છે ત્યારે પૂર્ણ શુદ્ધ અવસ્થા - વીતરાગતા પ્રગટ થાય છે. તાત્પર્ય -
જીવની શુદ્ધિના ઉત્કર્ષમાં કારણ છે, સંવર અને નિર્જરા. જીવની અશુદ્ધિના ઉત્કર્ષમાં કારણ છે, પાપ-આશ્રવ-બંધ
ઉપર ઉપરના ગુણસ્થાનમાં શુદ્ધિની વૃદ્ધિ થતાં સંવર-નિર્જરા પણ વિશેષ વધતાં જાય છે. પ્રશ્ન ૨ - ગુણસ્થાન કેટલા છે? તેના નામ જણાવો. ઉત્તર – ગુણસ્થાન ચૌદ છે તેનાં નામ આ પ્રમાણે છે. ૧. મિથ્યાત્વ ગુણસ્થાન
૮. નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) ગુણસ્થાન ૨. સાસ્વાદન ગુણસ્થાન
૯. અનિવૃત્તિ બાદર ગુણસ્થાન ૩ મિશ્ર ગુણસ્થાન
૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪. અવિરતિ સમ્યગુદૈષ્ટિ ગુણસ્થાન ૧૧. ઉપશાંત મોહ ગુણસ્થાન ૫. દેશવિરતિ ગુણસ્થાન
૧૨. ક્ષીણ મોહ ગુણસ્થાન ૬. પ્રમત સંયત ગુણસ્થાન
૧૩ સયોગી કેવળી ગુણસ્થાન ૭. અપ્રમત સંયત ગુણસ્થાન ૧૪. અયોગી કેવળી ગુણસ્થાન
| ૧. મિથ્યાત્વ ગુણસ્થાન પ્રશ્ન ૩ - મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – મિથ્યાત્વ મોહનીય કર્મનાં ઉદયથી કુદેવમાં દેવ, કુગુમાં ગુરુ કુધર્મમાં ધર્મશ્રદ્ધારૂપ આત્માના
પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. અથવા વીતરાગ/સર્વજ્ઞપ્રણિત વાણીથી ઓછું, અધિક કે વિપરીત-શ્રદ્ધા, પ્રરૂપણા અને સ્પર્શના કરે તેને પણ મિથ્યાત્વ ગુણસ્થાન કહેવાય છે. ઓછી પ્રરૂપણા - જીવ શરીર વ્યાપી હોવા છતાં તંદુલ માત્ર જેવડો માનવો. અધિક પ્રરૂપણા - એક જીવને સર્વ લોક વ્યાપી માનવો. વિપરીત પ્રરૂપણા - પાંચ ભૂત (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ)થી આત્માની ઉત્પત્તિ અને તેના નાશથી આત્માનો નાશ થાય તેમ માનવું.
આ રીતે જીવ-અજીવ આદિ તત્ત્વોમાં ઓછું-અધિક-વિપરીતપણું સમજવું. પ્રશ્ન ૪ - મિથ્યાત્વના પ્રકાર કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર - મિથ્યાત્વના મુખ્ય પાંચ પ્રકાર છે. (૧) આભિગ્રહિક મિથ્યાત્વ. (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ. (૩) આભિનિવેશિક મિથ્યાત્વ. (૪) સાંશયિક
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન.! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org