________________
(૧ ચાલો, ચેતન..! ચઢીએ સોપાન..!
(૧૪ ગુણસ્થાનનું વિશદ્ સ્વરૂપ)
STAGES OF SPIRITUAL DEVELOPMENT
આ ત્માનો સ્વભાવ સત્-ચિત્-આનંદમય છે, તેના સમગ્ર સ્વરૂપને પ્રગટ કરવામાં જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મો અવરોધક છે. તે આઠ કર્મમાં મોહનીય કર્મ સૌથી વિશેષ બળવાન છે. જ્યાં સુધી મોહનીય કર્મનું આવરણ સઘન છે, ત્યાં સુધી આત્માના ઉત્કર્ષ તરફ ગતિ થતી નથી. જેમ જેમ આવરણ હટતું જાય છે, તેમ તેમ જીવની ગતિ શુદ્ધિ તરફ વધતી જાય છે અને મોહ સર્વથા ક્ષીણ થઈ જાય ત્યારે આત્મા પૂર્ણ શુદ્ધ દશાને પામી જાય છે.
સંસારી જીવોની ભિન્ન ભિન્ન પ્રકારની અવસ્થા વર્તમાનમાં રહેલી છે. અશુદ્ધ શુદ્ધ, પૂર્ણવિશુદ્ધ વગેરે. તે અવસ્થાઓનો સમ્યક્બોધ આ ગુણસ્થાન દ્વારા થાય છે. આ ગુણસ્થાન સંસારી જીવોમાં જ હોય છે. સિદ્ધ દશામાં આ ગુણસ્થાન હોતા નથી. છતાં જીવની કેટલી અશુદ્ધિ ટળી, કેટલી શુદ્ધિ થઈ ? આત્માના કેટલા ગુણ ઉઘડયા ? વર્તમાનમાં જીવની કઈ દશા છે ? તે ગુણસ્થાનથી દર્શાવવામાં આવેલ છે. જેમકે મિથ્યાત્વ નામનું ગુણસ્થાન દર્શાવે છે કે, આત્મામાં ‘સભ્યશ્રદ્ધા’ નામનો ગુણ હજુ પ્રગટયો નથી. તેથી અજ્ઞાન અંધકારમાં હજુ ભટકયા કરે છે. જ્યારે ચોથું ગુણસ્થાન એ બતાવે છે કે, હવે આત્મામાં સભ્યદૃષ્ટિ પ્રગટી છે, સત્યનું દર્શન થઈ ગયું છે, પણ હજુ તે સત્યને આચરણ (ચારિત્ર) માં મૂકી શકતો નથી.
આ રીતે ગુણસ્થાન એ મુક્તિરૂપી મહેલ ઉપર પહોંચવા માટેની સોપાન શ્રેણી છે. જીવના ક્રમિક વિકાસની અવસ્થા છે. ક્રમશઃ શુદ્ધ થતો થતો જીવાત્મા એ સંપૂર્ણ કર્મથી મુક્ત બનીને પરમાત્મા બની જાય છે. ગુણસ્થાન સમજવાનો ઉદ્દેશ -
ગુણસ્થાનના સ્વરૂપને સમજી વિચારી મુમુક્ષુ આત્માએ અનાદિકાળથી જીવની સાથે લાગેલ મિથ્યાત્વના ભાવોનો ત્યાગ કરી, રાગદ્વેષની નિબિડ ગ્રંથીને ભેદી, આત્મસ્વરૂપની શ્રદ્ધા પ્રતીતિ, અનુભૂતિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરીને દેશવિરતિ - સર્વ વિરતિના ગુણમાં આગળ વધી અપ્રમત્તભાવને પામી આરાધક બનવાનું છે.
આત્મામાં રહેલાં અનંતાનુબંધી આદિ કષાયોને સાફ કરી ઉપશમ ભાવની આરાધના કરી ઉજ્જવલતાને પ્રાપ્ત કરી અને ભવકટી કરી અંતે ભગવંત બનવાનો પુરુષાર્થ કરવાનો છે...
એ જ માત્ર ઉદ્દેશ છે, આ જ્ઞાન પ્રાપ્તિનો !!!
-
પ્રશ્ન ૧ - ગુણસ્થાન એટલે શું ?
-
ઉત્તર – (૧) જ્ઞાનાદિ ગુણોનું સ્થાન તે ગુણસ્થાન. (૨) ગુણો = જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ. આત્માના ગુણોની તારતમ્યતાથી થતી શુદ્ધ-અશુદ્ધ અવસ્થા તે ગુણસ્થાન'. (૩) મોહ અને યોગના નિમિત્તથી સમ્યજ્ઞાન-દર્શન વગેરે. આત્માના ગુણોની શુદ્ધિ-અશુદ્ધિ આદિની ન્યૂનાધિક અવસ્થા.. તેને ગુણસ્થાન કહેવાય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
9
www.jainelibrary.org