________________
GSSSSS સત્સંગ-સંજીવની SR NR (
ભક્તિમાન પુરૂષ પ્રત્યે તમે આ પ્રત્યક્ષ જ્ઞાની છે, આ પ્રત્યક્ષ સદ્ગુરૂ છે, એવી માન્યતા કલ્પના કરશો નહીં. કેમકે વિપરીત કાળ છે, એમાં અમે એકાકીજ છીએ. - આ શ્રી રાજરત્ન ગ્રંથ બહાર પાડવાનો હેતુ એ છે કે પૂજ્યશ્રી અંબાલાલભાઈની શ્રી પરમકૃપાળુદેવશ્રી પ્રત્યેની જેવી ઓળખ શ્રદ્ધા અને ગોપાંગના જેવી ભક્તિ તેવી આપણને પણ પ્રત્યક્ષ સદ્ગુરૂ મારા તો શ્રીમદ્ રાજચંદ્રદેવ છે તેમ હૃદયમાં સ્થાપન કરી તે દિવ્ય મૂર્તિને નમસ્કારાદિ ભક્તિથી માંડીને પરાભક્તિના અંત સુધી એકલયે તેનેજ આરાધીએ, નિશ્ચય કરી તેના ચરણમાંજ અર્પણતા કરી, તેનું જ સ્મરણ, ગુણચિંતન, ધ્યાન, પ્રેમભક્તિ ઉપાસીયે, તેમાંજ વૃત્તિ રાખીને જીવીએ અને મનુષ્યજન્મની સાર્થકતાને વરીએ એજ અભ્યર્થના.
- સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી
સ્વ. પૂણ્યશ્લોક, પ્રજ્ઞાવંત, એકનિષ્ઠ ભક્તિવંત, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવ પ્રત્યે તથા વીતરાગ માર્ગ પ્રત્યે અત્યંત શ્રદ્ધા-ભક્તિ ધરાવનાર, મુમુક્ષુ જીવોને માર્ગદર્શક એવા પૂ. સાધ્વીશ્રી પુષ્પાશ્રીજી મહારાજ સાહેબનું ઉપરોક્ત નિવેદન ખૂબ જ મનનીય અને માર્ગદર્શનરૂપ છે, માર્મિક રીતે લાલબત્તી ધરાવારૂપ પ્રેરણા કરી છે.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” સુવિચારની પ્રેરણા કરનાર એવા પવિત્ર આત્માને ધન્ય છે, નમસ્કાર છે.
- પ્રકાશક