________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સુખસાગરજી મહારાજશ્રીની જયંતિઓ તેમના ગુણ ગાન સાથે ઘણાજ ઠાઠમાઠ સાથે ઉજવવામાં આવી હતી. જેનો હેવાલ અન્ય સાપ્તાહિક પત્રોમાં પ્રસિદ્ધ થયો છે. ત્યારબાદ અત્રેની શ્રીમદ્ રવિસાગરજી પાઠશાળા કે જે થોડો વખત થયાં મંદ પડી ગઈ હતી અને જેને શેઠ ભીખાભાઇએ પ્રયાસ કરી સતેજ કરી હતી, તેના માટે મહારાજશ્રીએ ગામના સંભવિત ગૃહસ્થોને બંધ આપી છોકરાઓને ઈનામ આપવા માટે ત્થા ખર્ચ માટે બંદોબસ્ત કરાવી આપો. જેની અંદર શેઠ રામચંદભાઈએ રૂ. ૩૦, શેઠ ડાહ્યાભાઈએ રૂ. ૩૦, શેઠ માણેકલાલભાઈએ રૂ. ૧૫, તથા શેઠ ઉત્તમભાઈએ રૂ. ૧૫, એ પ્રમાણે આ ગૃહસ્થોએ દરમાસે બે વરસ સુધી તે રકમ આપવા કબુલ કર્યું છે. આ પ્રમાણે પાઠશાળાને નાણું સંબંધી મદદ કરાવી, તેના ધારાધેરણ બનાવી, તેને પગભર કરી. ત્યારબાદ અત્રેની જગજાહેર શ્રીમદ્દ યશોવિજી પાઠશાળા ત્યા રવિસાગરજી પાઠશાળાના વિધાર્થીઓને ઇનામ આપવાના સમારંભ વખતે મહારાજશ્રીએ પ્રમુખસ્થાનેથી વિદ્યાર્થીઓને ત્થા અન્ય ગૃહસ્થને અમૂલ્ય બોધ આપે હતો. ચાતુર્માસ દરમિઆન મહારાજશ્રીએ અત્રેના સંઘને ઉપદેશ આપી ભાયખલાની જમીન બાબત નામદાર ગવર્નર સાહેબ ઉપર સ્થા શરેહી દરબાર સાહેબ ઉપર તેમના રાજ્યમાં જેનો ઉપર થયેલા હુમલા માટે દિલગીરી પ્રદર્શીત કરવા બાબત ત્યા જોધપુર દરબાર સાહેબ ઉપર નગરશેઠ જોઇતારામભાઈ મારફત તાર કરાવ્યા હતા. અત્રેની ગુજરાતી થા અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થીએને પાણું પીવાની પરબ માટે ત્યાં બકરીઈદના દિવસે નિર્દોષ જનાવર છેડાવવા માટે ત્યા અને બહેરા-મુંગાની નિશાળ સાફ
For Private And Personal Use Only